SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાવનાઓનું આ રીતે અધ્યયન થયું છે તે સર્વની તુલનાત્મક સમીક્ષા પણ સાથે સાથે કરવામાં આવી છે. આમ, “કાવ્યાનુશાસન'ના આઠ અધ્યાયમાં શ્રી હેમચન્દ્રાચાર્ય જે જે કાવ્યશાસ્ત્રીય વિષયોનું નિરૂપણ કર્યું છે તેનું અહીં પ્રથમ આઠ પ્રકરણોમાં અધ્યયન પ્રસ્તુત કર્યું છે. જો કે પ્રથમ અધ્યાયનું અધ્યયન, પ્રકરણ એક તથા પ્રકરણ બેમાં, અનુક્રમે “કાવ્યવિશ્વ” તથા “કાવ્યમાં અર્થ એવાં શીર્ષક હેઠળ વિભાજિત કર્યું છે, જ્યારે શબ્દાલંકાર તથા અર્થાલંકાર વિશેના બે અધ્યાયો(અને ૬)ને અધ્યયનનો એકજ પ્રકરણ(છ)માં સમાવેશ કર્યો છે. ત્યાર બાદ “શ્રીહેમચન્દ્રાચાર્યનો સાહિત્યસિદ્ધાંત” તથા “કાવ્યનુશાસનના કર્તાની સિદ્ધિ એ બે વિષયોની, પ્રકરણ નવ તથા દસમાં, સમગ્રતયા, સમીક્ષા કરવામાં આવી છે. જેથી ભારતીય સાહિત્યમિમાંસાના ક્ષેત્રમાં કાવ્યાનુશાસનનું મહત્ત્વ આંકી શકાય. - આ રીતે, લગભગ આખો અધ્યયનગ્રંથ “કાવ્યાનુશાસન'ની શાસ્ત્રીય વિચારસામગ્રીના વિવરણવિવેચનથી સભર બન્યો છે. ગ્રંથના છેલ્લા પ્રકરણમાં, અપેક્ષા મુજબ, શ્રી હેમચન્દ્રાચાર્યના જીવન અને સાહિત્યની ટૂંકમાં માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે અને ઐતિહાસિક મહત્ત્વની કહેવાય તેવી કેટલીક બાબતોનો ત્યાં જ નિર્દેશ કરવામાં આવ્યો છે. વિવેક વ્યાખ્યાનું અધ્યયન કાવ્યાનુશાસન'ની શ્રી હેમચંદ્રાચાર્યે પોતે જ રચેલી વ્યાખ્યા “વિવેક નામથી પ્રસિદ્ધ છે અને એ વ્યાખ્યા કે ટીકા પુષ્કળ વિવેચનાત્મક તથા ઉદાહરણાત્મક સામગ્રીની સમૃદ્ધ ખાણ છે એ સુવિદિત છે. આ કારણથી જ, “વિવેક' વ્યાખ્યાની વિવેચનાત્મક તથા ઉદાહરણાત્મક સામગ્રીની વિગતવાર તથા સંપૂર્ણ સમીક્ષા આ અધ્યયનમાં પ્રસ્તુત કરી છે. અને એ વાત અત્યંત વિશ્વાસપૂર્વક કહી શકાય એમ છે કે, “કાવ્યાનુશાસન” ગ્રંથનું, તેની “અલંકારચૂડામણિ એ વૃત્તિ તથા “વિવેક' વ્યાખ્યા સાથે, સંપૂર્ણ અધ્યયન કરવાથી “કાવ્યાનુશાસન' ગ્રંથ નવા જ પ્રકાશમાં પ્રકટ થાય છે અને પુષ્કળ સાહિત્યિક મૂલ્યવાળી ઘણી વિચારપ્રેરક માહિતી બહાર આવે છે. “અલંકારચૂડામણિ વૃત્તિમાં “કાવ્યનશાસનનાં સૂત્રોમાંના વિષયો સ્પષ્ટ બને તેવી સામગ્રી છે. જ્યારે “વિવેક ટીકામાં મૂળ ગ્રંથ તથા વૃત્તિમાં પ્રકટ થયેલા વિચારો વિસ્તારથી સ્પષ્ટ કરવાનો ગ્રંથકારનો આશય છે. બીજા શબ્દોમાં, કાવ્યાનુશાસનનાં સૂત્રો તથા વૃત્તિને વધારે માહિતી સાથે, સમજાવવાનો વિવેક ટીકાનો ઉદેશ છે. આથી “વિવેક' વ્યાખ્યાનું મહત્ત્વ સ્વયંસ્પષ્ટ છે.
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy