SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવસ્થિત સ્વરૂપમાં મૂકવામાં તથા ‘ધ્વન્યાલોક’કારની અલંકારસમીક્ષા કે જેને મમ્મટાચાર્યે ‘કાવ્યપ્રકાશ’માં સમાવી નથી,તેને સમાવી લેવામાં, મમ્મટની ગુણીભૂતવ્યંગ્યની આઠ પ્રકારની ભેદશ્રેણીને ખામી ભરેલી ગણવામાં અને અલંકારો પ્રત્યે કુંતકનો અભિગમ ખપમાં લેવામાં દેખાઈ આવતી સ્વતંત્રતા શ્રીહેમચંદ્રાચાર્યની વિશેષતા બની રહે છે, અને જ્યાં જે વિષયમાં ફેરફાર કરવો યોગ્ય છે તેમાં ફેરફાર કરવામાં શ્રી હેમચંદ્રસૂરિએ અનોખી સૂઝબૂઝ પણ દર્શાવી છે. હેમચંદ્રાચાર્યની રચનાશૈલી જ્યાં સુધી મુખ્ય વિષયોને લાગે વળગે છે ત્યાં સુધી ‘કાવ્યાનુશાસન' સૂત્રશૈલીનો ગ્રંથ છે; પણ એ સૂત્રોને પૂરક એવી ‘અલંકારચૂડામણિ’ વૃત્તિ પણ ગ્રંથકારે રચી છે; જેની મદદથી સૂત્રોમાંના સિદ્ધાંતો સમજી શકાય. આ વૃત્તિ, સૂત્રગ્રંથમાં આવતા વિષયોના સરળ અર્થગ્રહણને ઉપકારક નીવડે તેવા ગદ્યખંડો તથા ઉદાહરણ - શ્લોકોની બનેલી છે. આમ ૨૦૮ સૂત્રો, વૃત્તિ તથા ઉદાહરણો કે જે સમજૂતી હેઠળની વિવિધ સંજ્ઞાઓ તથા સંપ્રત્યયોનો મર્મ જલદી સમજી શકાય તે માટે છે, તેમની સાથે મળીને કાવ્યાનુશાસન ગ્રંથ બને છે અને કાવ્યાનુશાસનો આ ગ્રંથ કાવ્યાશાસ્ત્ર અથવા સાહિત્યશાસ્ત્રના સર્વસામાન્ય અભ્યાસીને આ શાસ્ત્રનો પર્યાપ્ત પરિચય સાંપડે તેવા સ્પષ્ટ ઉદ્દેશથી, સાહિત્યશાસ્ત્રના વિષયનું ઠીક ઠીક સંપૂર્ણ, વ્યવસ્થિત અને સ્પષ્ટાર્થવાળુ નિરુપણ-વિવરણ પૂરું પાડે છે. આમ છતાં, વધારે આગળ વધેલા અભ્યાસીની દૃષ્ટિએ કાવ્યશાસ્ત્ર તથા નાટ્યશાસ્ત્રનાં કેટલાંક સંકુલ અને જટિલ પાસાં વિશે માહિતીની સંપૂર્ણતા તથા નિરૂપણની પરિપૂર્ણતા સિદ્ધ કરવી આવશ્યક હતી. તેથી, એ ઉદ્દેશની પૂર્તિ માટે, હેમચંદ્રાચાર્યે બીજી વ્યાખ્યા કે ટીકા રચી, એક પ્રકારની વિસ્તૃત વ્યાખ્યા, જેમાં એમણે નિરુપિત વિષય અંગે અગાઉના લેખકોની સઘળી ઉપલબ્ધ ચર્ચાઓનો સમાવેશ કરી લીધો. આ વિસ્તૃત ટીકાને આચાર્યશ્રીએ ‘વિવેક’ એવું નામ આપ્યું છે. આથી, આપણે જ્યારે ‘કાવ્યાનુશાસન’ એ ગ્રંથની વાત કરીએ ત્યારે આપણે માત્ર ૨૦૮ સૂત્રોની અને તેની ઉ૫૨ની ઉદાહરણસહિતની વૃત્તિની જ વાત નથી કરતા પરંતુ ‘વિવેક’ ટીકાની પણ વાત કરીએ છીએ.ખાસ કરીને જ્યારે આ ગ્રંથની ભારતીય સાહિત્યમીમાંસાના સર્વગ્રાહી, પ્રમાણભૂત તેમજ ઉપયોગી પાયગ્રંથ તરીકે સમીક્ષા કરીએ છીએ ત્યારે આપણે ‘કાવ્યાનુશાસન’ એ ગ્રંથમાં, કેવળ સૂત્રો જ નહીં પણ સૂત્રો ઉપરાંત ઉદાહરણ – શ્લોકો સહિતની ‘અલંકારચૂડામણિ’ વૃત્તિ અને સંપૂર્ણ ‘વિવેક’ ટીકાનો પણ સમાવેશ કરીએ છીએ. અને, ‘વસ્તુતઃ, ‘કાવ્યાનુશાસન'ના કર્તાએ ગ્રંથની જે ૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy