SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્યના સૈદ્ધાનિક ઉદેશો ધ્વનિ સિદ્ધાંતની પશ્ચાદભૂમિમાં જોતાં, હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનની રચના કરી છે, એ હકીકતને દર્શાવે છે કે, આચાર્યશ્રી પોતે ધ્વનિ સિદ્ધાંતના તથા રસધ્વનિની શ્રેષ્ઠતાના ઉત્કટ પ્રશંસક હોવાથી, આચાર્યશ્રીને ધ્વનિસિદ્ધાંતની સર્વોપરિતાનો નિદર્શક, સર્વગ્રાહી સાહિત્યશાસ્ત્રીય ગ્રંથ રચવાની આવશ્યકતા જણાઈ હતી અને કાવ્યાનુશાસન ગ્રંથ, જે આચાર્ય આનંદવર્ધન અને આચાર્ય અભિનવગુપ્ત ગતિમાન કરેલા અને આચાર્ય મમ્મટે અનુસરણ કરેલા, ધ્વનિવાદી ઝોક કે દિશા-ઉધાડને, ધ્વનિવાદી સૈદ્ધાત્તિક વલણને મુખ્યત્વે અનુસરવાનું કાર્ય પ્રશંસાપાત્ર રીતે પાર પાડે છે, એમ કશાય સંકોચ વિના કહી શકાય તેમ છે. કેમ કે, કાવ્યશાસ્ત્રના જે વિષયમાં કે ક્ષેત્રમાં પ્રાચીન નિબંધગ્રંથના રચનાર તરીકે હેમચંદ્ર જે કાળે નામ કાઢ્યું હતું તે કાળે નવા સિદ્ધાંતો રચવાનું રચનાત્મક કામ પૂરું થયું હતું અને કાવ્યશાસ્ત્રના મહાન ગ્રંથકારોએ જે સિદ્ધાંતો આપ્યા હતા તેમને વ્યવસ્થિતરૂપ આપવાનું, વિસ્તૃત સમજૂતી દ્વારા સ્પષ્ટ કરવાનું કે ક્રમબદ્ધ નિરૂપવાનું કામ પ્રચલિત બન્યું હતું.' કેમ કે, “કાવ્યશાસ્ત્ર કે જે વિષયમાં હેમચંદ્રાચાર્યે ખ્યાતિ મેળવી હતી, તેમાં નવા સિદ્ધાંતો સ્થાપવાના રચનાત્મક કામનું સ્થાન, શતાબ્દીના અંત, પુનર્ગઠને, એટલે કે સિદ્ધાંતોને વ્યવસ્થિત સ્વરૂપમાં મૂકવાના (Systematization) કાર્યો અને સંયોજને, એટલે કે સિદ્ધાન્તોને એકસૂત્રતા આપવાના કાર્યો, લીધું હતું અને મહાન આચાર્યોએ જે ઉપદેશ આપ્યો હતો તેનું સિદ્ધાતનિરૂપણ, સૂત્રીકરણ, સ્પષ્ટીકરણ અને ગોઠવણી કરવાનું કાર્ય પ્રચલિત બન્યું હતું.આથી સાહિત્યશાસ્ત્રમાં સર્વોપરિ મહત્ત્વ પામેલા રસધ્વનિસિદ્ધાંતને, એના તમામ શાખાપ્રશાખાગત વિભાગીકરણસહિત, નિષ્ઠાપૂર્વક અનુસરત, આચાર્યશ્રી હેમચંદ્રનો “કાવ્યાનુશાસન ગ્રંથ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં મહત્ત્વનું સ્થાન ભોગવે છે એ નિઃશંક છે. ધ્વનિ-પરંપરા પ્રત્યેની નિષ્ઠા જાળવવાની સાથે સાથે “કાવ્યાનુશાસન' ગ્રંથ બને તેટલો સર્વગ્રાહી થવાનો પ્રયત્ન પણ કરે છે. કેમ કે એનો મુખ્ય હેતુ, કાવ્યશાસ્ત્ર તથા નાટ્યશાસ્ત્ર એ બંને સાહિત્યશાસ્ત્રીય વિષયોનાં સર્વ સંબદ્ધ પાસાં પરની સર્વ મહત્ત્વની ચર્ચાઓને એકસ્થાને પ્રસ્તુત કરવાનો છે. આથી પરંપરાથી કાવ્યશાસ્ત્ર અથવા નાટ્યશાસ્ત્ર સાથે સંકળાયેલાં સઘળાં પાસાં વિશે સંપૂર્ણ નિરૂપણ કરતો પાઠ્યગ્રંથ તૈયાર કરવાના ઉદેશથી જ હેમચંદ્રાચાર્યે “કાવ્યાનુશાસન'ની રચના કરી છે. અને, ઉપયોગમાં લીધેલા બધા જ મુદાઓની છણાવટ કરવામાં તથા તેને
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy