________________
જ્યારે “ગાય” શબ્દનો (સૂત્રમાં કહેલો સાસ્નાદિમત્ત્વાદિ, ગળાની ગોદડી વગેરે) મુખ્યાર્થ પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત થાય છે અને તેથી તે છોડી દેવાય છે ત્યારે, “ગાય” એ શબ્દ, એ પ્રતીક હોય તેમ, રૂપકના કે અમુખ્ય અર્થના વાહનની ભૂમિકા ધારણ કરે છે કેમકે ગૌણ અર્થ એની ઉપર આરોપિત થાય છે. એ નોંધપાત્ર છે કે વર્દી અને વાયમ્ એ બે ઉદાહરણો, ક્રમશઃ, મમ્મટે કાવ્યપ્રકાશના બીજા ઉલ્લાસમાં નિરૂપેલા લક્ષણાના સોપ' અને “áવસના' એ બે પેટભેદોના ઉદાહરણો જણાય છે. અને, એ વાત રસપ્રદ છે કે, લક્ષણાના “સારા” પેટા ભેદમાં જ આરોપણ થાય છે, કેમ કે એમાં ‘ભેદ'નો બરાબર ખ્યાલ રહે છે. કેમકે ત્યાં વિષયી(આરોપ્યમાણ) અને વિષય(આરોપવિષય) બન્નેનો ખાસ, સ્વતંત્ર શબ્દોથી ઉલ્લેખ કરવામાં આવે છે. આ સારોપા (ગૌણી - લક્ષણા) જ રૂપકને જન્મ આપે છે. આને જ આરોપિત ગૌણી વૃત્તિ કહે છે.
પણ ‘સાધ્યાવસાનિકા' લક્ષણામાં વિષયી(આરોપ્યમાણ – “ગાય') વડે વિષય (આરોપવિષય - “વાહીક')નું નિગર(પૂરેપુરું ગળી જવું) થાય છે અને કેવળ વિષયી- (ગાય)નો જ શબ્દથી ઉલ્લેખ કરવામાં આવે છે. આમ, ગાય', “વાહકને ગળી જાય છે જેને પરિણામે શબ્દોથી માત્ર :(ગાય)નો જ ઉલ્લેખ થાય છે. આ પ્રકાર(સાધ્યવસાનિક જેમાં અધ્યવસાન, અંતઃકૃતિ કે નિગિરણ થાય છે)દ્વારા, અતિશયોક્તિ અલંકારના પ્રથમ ભેદ, “રૂપકતિશયોક્તિની ઉત્પત્તિ થાય છે. અને, લક્ષણાના આ બન્ને સારોપા” અને “સાધ્યાવસાનિકા'પ્રકારો સાથે મળીને ગૌણી નામથી ઓળખાય છે. આ વાત કાવ્યપ્રકાશની પ્રદીપ’ વ્યાખ્યામાં સ્પષ્ટ જણાવેલી છે?
“. જોળી મારપાળવાનામ્યાં બાતે...” . આરોપમાં આરોપણ છે; અધ્યવસાનમાં નિશ્ચય છે. મમ્મટે ગૌણીના આ બે ભેદોનું “લક્ષણા' હેઠળ નિરૂપણ કર્યું છે(કા.પ્ર. ૨.૭.). પણ કુમારિલ ભટ્ટના અગ્રપદે ભાટ્ટમીમાંસકો ‘ગૌણી’ને સ્વતંત્ર વૃત્તિનો દરજ્જો આપે છે." આલંકારિકોમાં ભોજ અને તેમની પછી હેમચંદ્રાચાર્ય ગૌણી વૃત્તિનું, લક્ષણાથી અલગ, સ્વતંત્ર વૃત્તિ તરીકે નિરૂપણ કરે છે. અને એટલા માટે જ “કાવ્યાનુશાસન'માં શબ્દના તથા અર્થના ચાર પ્રકારોનું નિરૂપણ મળે છે. જો કે, ગૌણી વૃત્તિના વર્ગીકરણ તેમજ નિરૂપણમાં આ ફરક હોવા છતાં, ગૌણી તથા લક્ષણા એ બે વૃત્તિઓ વચ્ચે કોઈ તાત્ત્વિક તફાવત જોવા મળતો નથી. ટૂંકમાં, ગૌણી અને(શુદ્ધ)
૧૫૦