________________
ગણીને, સાદગ્યને લીધે, બન્નેને એકરૂપ ગણ્યા છે. આગળ જતાં (અધ્યાય છમાં) જે રૂપક અલંકારનું નિરૂપણ થવાનું છે તેનું આ ગૌણાર્થ બીજ છે. પણ ગાય અને વાહીક વચ્ચે સંપૂર્ણ અભેદ માનવાથી થતા ગૌણાર્થનો દાખલો છેઃ રેવાયમ્ (આ ગાય જ છે). આ દાખલો એ અતિશયોક્તિ અલંકારના પ્રથમ ભેદ(રૂપકતિશયોક્તિ)નું બીજ જ છે. ઉપચાર'નો અર્થ
ઉપચાર એટલે, શબ્દના મુખ્યાર્થ અને અમુખ્યાર્થ વચ્ચે જે સાદગ્ય છે તેના પર આધારિત અર્થ. સાધારણ રીતે, ઉપચાર, એ, શબ્દનો આલંકારિક, રૂપકાત્મક કે આડકતરો પ્રયોગ છે. પણ ગણાર્થના કિસ્સામાં ઉપચાર એ વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેના સાદૃશ્ય પર આધારિત, શબ્દનો અમુખ્ય અર્થ છે. * મમ્મટ અને બીજા ગ્રંથકારો ઉપચારનો આ બન્ને અર્થમાં પ્રયોગ કરે છે. અને, ખરું જોતાં, “ઉપચાર’ એ શબ્દ ગૌણાર્થ કે લક્ષણાના અર્થમાં પ્રચલિત છે કેમ કે લક્ષણામાં શબ્દને અમુખ્ય કે ઉપચરિત પ્રયોગ હોય છે. રૂપક કે ગૌણાર્થમાં ગુણસંક્રમણ કેવી રીતે થાય છે ? - અહીં સુધી સૂત્રની સર્વમાન્ય સમજૂતી અપાઈ છે. પણ, સૂત્રમાંથી એ વાત સ્પષ્ટ થતી નથી કે બળદના ગુણો, વાહીક એ માણસમાં કેવી રીતે સંક્રાન્ત થાય છે. અર્થાત વાહકને બળદના ગુણો કેવી રીતે લાગુ પડે તે વાત સ્પષ્ટ નથી. “વહી:' (વાહક બળદ છે), “fiદો વટુ ' (છોકરો સિંહ છે), “ મુન્દ્રઃ કતિ' (મુખરૂપી ચન્દ્રમા ઊગે છે), કે ‘વન્દ્ર તિ (ચંદ્ર ઊગે છે)”, “નમ :' (માણવક નામને માણસ અગ્નિ છે) - આ બધાં ઉદાહરણોમાં, મુખ્ય અર્થ અને અમુખ્ય અર્થ એકરૂપ છે એમ પ્રતિપાદિત કરવામાં આવે છે. આ જ ગૌણ અર્થની લાક્ષણિકતા છે. કેમ કે, ગૌણ અર્થમાં આરોપણ આવશ્યક છે અને જ્યાં સુધી એકરૂપતાનું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી કોઈ જ આરોપણ શક્ય બને નહીં. યાદ રાખવું ઘટે કે વિષય(વાહીક) એ ઉપમેય છે અને વિષયી(ગાય) એ ઉપમાન છે કેમ કે બન્નેનું સામાનાધિકરણ્ય છે – બન્ને એક જ વિભક્તિમાં પ્રયોજાય છે અને અર્થની દૃષ્ટિએ બન્ને વચ્ચે એકરૂપતા છે. જયારે આરોપણ થાય છે ત્યારે “ગાય” એ શબ્દ એનો મુખ્યાર્થ કે વાચ્યાર્થ ગુમાવે છે. અને ‘વાહીક' પર ગૌણાર્થનું આરોપણ થાય છે. આમ, “ગાય” એ અહીં ગૌણ કે ઉપચરિત શબ્દ છે.
૧૪૯