________________
લક્ષણા વચ્ચેનો ભેદ એ છે કે ગૌણી, ગુણના સંયોગથી ગૌણી છે અને ઉપચારથી મિશ્ર છે; જ્યારે (શુદ્ધા)લક્ષણા ઉપચારથી અમિશ્ર છે અને શુદ્ધા છે.૧
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ ગૌણાર્થ કેવી રીતે ઉત્પન્ન થાય છે. બલકે, યોગ્યરીતે પ્રશ્ન પૂછીએ તો, પ્રશ્ન એ છે કે ગૌણ અર્થ કયો કહેવાય? કોને કહેવાય?
ગૌણ અર્થ કેવી રીતે ઉત્પન્ન થાય છે ?
મમ્મટે ગૌણ અર્થની ઉત્પત્તિ અંગે ત્રણ જુદા જુદા મતો રજૂ કર્યા છે જે ‘કાવ્યાનુશાસન’માં પણ સ્થાન પામ્યા છે. આ ત્રણ મતો આ પ્રમાણે છેઃ
-
૧. પ્રથમ મત : () નૌઃ (ગાય) એ શબ્દ અભિધાવૃત્તિથી ‘ગોત્વ’ એ અર્થ આપે છે, (૩) અને નૌઃ શબ્દના વાચ્યાર્થ સાથે જાડ્ય અને માંદ્ય એ ગુણોનો સંબંધ(તદ્યોગ) હોવાને કારણે, ગૌણી વૃત્તિથી, ગાયમાં રહેલા જાડ્યમાંદ્ય એ ગુણો લક્ષિત થાય છે. નિમિત્ત(સંબંધ), અથવા સાહચર્યસંબંધ કે તદ્યોગથી આમ બને છે. કેમકે ગોત્વ(વાચ્ય) અને જાડ્ય-માંદ્ય (અવાચ્ય) બન્ને ગાયમાં જ રહેલાં છે. (T) બળદની જડતા – મંદતા સૂચવવી એ પ્રયોજન છે એમ માની શકાય; કેમ કે ગોત્વની માફક જા વગેરે પણ ગાયના સ્વભાવમાં છે. આમ બીજા તબક્કામાં, ગાય વડે, તેના પોતાના જ ગુણો તરીકે જાડ્યાદિ લક્ષિત થાય છે. (૪) પછી, ત્રીજા તબક્કામાં, લક્ષિત થયેલા ઉપરોક્ત ગુણો, ગાયદ્વારા, વાહીકનું પ્રવૃત્તિનિમિત્ત કે વાહીકના વાચક બને છે. આ છેલ્લો તબક્કો, ગાય અને વાહીકના સામાનાધિકરણ્યથી થતા સાદશ્ય-તાદ્રૂપ્સને લગતો છે. આમ, જાડ્યાદિ ગુણો વાહીકના વાચ્યાર્થનો આધાર બને છે. આ રીતે, ‘વાહીક ગાય છે’ એ વાક્યમાં, ગાય વાહીકનો વાચ્ય અર્થ આપે તે માટે અભિધા, લક્ષણા અને ફ૨ી પાછી અભિધાની પ્રવૃત્તિ જરૂરી બને છે.
આ પ્રથમ મતમાં તર્કના નિયમોના ભંગના કેટલાક દોષો તથા પ્રણાલિકાભંગના દોષો રહેલા છે. એમાં અભિધા બે વાર પ્રવૃત્ત થાય છે અને ગોગતજાડ્યાદિવડે, લક્ષણાથી વાચ્યાર્થ પ્રગટ કરવાની વાત છે જે વદતોવ્યાઘાત છે. વળી એમાં ‘ગાય’, ‘વાહીક’નો અર્થ આપે એવી કઢંગી વાત છે (કેમકે, આ પ્રકારનો સંકેત જ અશક્ય છે). સ્પષ્ટ છે કે ‘ગાય’માં રહેલા જાડ્યાદિ ગુણો, ‘વાહીક’નો વાચ્યાર્થ આપવા માટે ‘ગાય'ને પ્રેરી શકે નહીં. આ સમગ્ર દલીલ ગૂંચવાડાભારી અને અસંગત છે.
૧૫૧