________________
તેના બળે, આપણે ો: (બળદ)એ શબ્દનો એક બીજો અર્થ માનીએ છીએ અને અર્થની સાથે વાહીકને એકરૂપ બનાવીએ છીએ. આ એકરૂપતા, બે અર્થો વચ્ચેનું આરોપણ બને છે અને જે અર્થ આરોપિત થાય છે( આરોપિત ગર્થ:) તેને ગૌણ અર્થ કહે છે.
આ એકરૂપતા કે તાદાત્મ્ય(તાદ્રૂપ્ય) સાચું નથી, પણ કાલ્પનિક છે; ઉપચારથી આરોપેલું અથવા લક્ષણાના કે રૂપકના પ્રયોગથી સિદ્ધ થયેલું છે.૨૦ આ એકરૂપતા સ્વાભાવિક રીતે જ બે રૂપ લે છેઃ ૧. કાં તો ૌ:(ગાય) અને વાહી(માણસ) બન્ને એ રૂપકમાં હાજર હોય છે અથવા ૨. એ પ્રયોગ એટલો પરિપૂર્ણ હોય છે કે રૂપકમાં માત્ર ઔ: (ગાય) નો જ ઉલ્લેખ હોય છે અને એ રીતે ગાય તથા વાહીકનો ભેદ બિલકુલ ભૂંસી નાખવામાં આવે છે જેથી એમનો બેપણાનો ભાવ જ નષ્ટ થઈ જાય છે. આમાંથી પહેલા પ્રકારની એકરૂપતા રૂપક (metaphor) અલંકારનું બીજ કે મૂળ છે (સાદશ્ય મેલેનારોપો રુપમ્ । ૉ. અ. ૬. ). આમાં વિષય(વાહીક) અથવા ઉપમેય તથા વિષયી(ગાય) અથવા ઉપમાન એ બન્નેનો ઉલ્લેખ કરવામાં આવે છે. જ્યારે બીજા પ્રકારની એકરૂપતાને લીધે રૂપકાતિશયોક્તિ નામનો અતિશયોક્તિ અલંકારનો પહેલો પ્રકાર ઉત્પન્ન થાય છે(જુઓ કા.અ. અ.૬, સૂ. ૧૦ તથા વૃત્તિ).
ગૌણ અર્થ, ગૌણ શબ્દ
સૂત્ર(૧.૧૦)ની વૃત્તિમાં શ્રી હેમચન્દ્રાચાર્ય સમજૂતી આપતાં કહે છે કે ઉપરોક્ત બે ઉદાહરણો (ગૌર્વાહી અને ગૌરેવાયમ્)માં (ક) ગળામાં ગોદડી, પીઠ પર ખૂંધ વગેરેથી યુક્ત ‘ગાય’નો મુખ્ય અર્થ જ્યારે પ્રત્યક્ષાદિ પ્રમાણથી બાધિત થાય છે અને (ખ) વિષય(ઉપમેય) અને વિષયી(ઉપમાન) એ બન્નેમાં, સમાન ગુણોને કારણે, સાદશ્યરૂપ સંબંધ મોજૂદ હોય છે અને (ગ) ગાય તથા વાહીને એકરૂપ માનવાનું પ્રયોજન હોય છે ત્યારે, આરોપવિષય માણસ ૫૨, આરોપ્ય(વિષયી) બળદનો અર્થ, બન્ને વચ્ચેનો ભેદ જાળવી રાખીને અથવા બન્ને જુદા હોવા છતાં તેમની વચ્ચે અભેદ ધારી લઈને, આરોપિત કરવાથી ગૌણ અર્થ કે ઉપચરિત અર્થ ઉત્પન્ન થાય છે. ગુણોમાંથી ઉત્પન્ન થતો હોવાથી આ અર્થ ગૌણાર્થ કહેવાય છે. અને આ અર્થ દર્શાવનાર શબ્દ એ ગૌણ શબ્દ કહેવાય છે.છ
આમ, ગૌર્વાદ્દી: (વાહીક બળદ છે) એ પ્રયોગમાં સાદૃશ્યને કારણે, ગૌણાર્થ, ભેદદ્વારા, આરોપિત થયો છે. એટલે કે ગાય અને વાહીકને અલગ
૧૪૮