SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ એવા ગુણો છે જે પેલા માણસમાં કે માણવકમાં રહેલા છે અને એ ગુણોને કારણે જ માણસ અને બળદ વચ્ચે તથા માણવક અને સિંહ વચ્ચે સાદૃશ્ય સરજાય છે. કવિ જ્યારે માણસના કે માણવકના વિલક્ષણ ગુણો પર ભાર મૂકવા માગે છે ત્યારે બળદનો કે સિંહનો અર્થ, માણસ કે માણવક પર આરોપીને માણસની બળદ સાથે કે માણવકની સિંહ સાથે એકરૂપતા સ્થાપે છે. આ પ્રમાણે, માણસ બળદથી અને માણવક સિંહથી ખરેખર જુદો હોવા છતાં (ભદે), માણસ અને બળદ વચ્ચે કે માણવક અને સિંહ વચ્ચે સાદગ્ધ દર્શાવવા માટે, અર્થાત્ માણસને જડ અને માણવકને ઉગ્ર દર્શાવવા માટે, કવિ, માણસને બળદ સાથે અને માણવકનો સિંહ સાથે અભેદ દર્શાવે છે. આ રીતે ભાષામાં લક્ષણો, ઉપચાર કે રૂપક ચલણી બને છે. માણસ બળદ' છે અને “માણવક સિંહ છે” એ બે aખલામાં, શ્રી હેમચન્દ્રાચાર્યે ગૌણ અર્થની જે વ્યાખ્યા(સૂત્ર ૧૭માં) આપી છે તેમાં ચાર પાસાં સમાવેશ પામ્યાં છે. આચાર્યશ્રી કહે છે કે જ્યારે (૧) મુખ્યાર્થબોધ થતો હોય; (૨) સાદૃશ્યનો અર્થ મોજૂદ હોય; (૩) કોઈ કાવ્યપ્રયોજનને માટે ગૌણ અર્થ પ્રયોજાયો હોય અને (૪) ભેદ છતાં અભેદનો આશ્રય લેવાયો હોય ત્યારે ગૌણ અર્થ ઉત્પન્ન થાય છે. ઉપચાર, લક્ષણા કે રૂપકના અમુખ્ય વ્યાપારનો આધાર છે : રૂપક કે લક્ષણા કેવી રીતે કાર્ય કરે છે? સ્પષ્ટ છે કે ગૌણ અર્થને પ્રગટ કરવામાં સાદડ્યું કે ગુણીની સમાનતા મુખ્ય ભાગ ભજવે છે. હકીકતમાં, અમુખ્ય અર્થના આ ગૌણ કે ઉપચરિત અર્થરૂપ પ્રકારમાં આરોપના પાયા કે આધાર તરીકે સાદૃશ્ય અનિવાર્ય છે. આ અર્થ, ગુણોને કારણે થતા સાદેશ્ય પર આધારિત છે તેથી જ તો તે ગૌણ અર્થ કહેવાય છે. - પ્રયોજનને કારણે ઉત્પન્ન થતા ગૌણ અર્થના જાણીતા દાખલા છે : દી; અથવા રેવાયઅર્થાત્ “વાહક બળદ છે” અથવા “આ બળદ જ (છે)”. અહીં, જૌ ને એટલે કે બળદનો મુખ્યાર્થ, વાદીને લાગુ પડતો નથી તેથી અહીં મુખાર્થનો બાધ છે. અને આ મુખ્યાર્થ બાધ પ્રત્યક્ષ જ્ઞાનથી થાય છે. પછી, ખ્યાલ આવે છે કે બળદમાં જડતા(જાડ્ય), મંદતા(માંદ્ય) વગેરે ગુણો છે જે વાહીક- (માણસ)માં પણ મોજૂદ છે. આથી વાહીક અને બળદ વચ્ચે સાદશ્ય કે સમાનતા સ્થાપાય છે. જે જાડ્યું - માંદ્ય જેવા ગુણો પર આધારિત છે. અને બળદ તથા વાહીક વચ્ચેની આ સમાનતા કે સાદૃશ્ય કે જે દર્શાવવાનો આપણો ઉદેશ છે ૧૪૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy