________________
સંબંધ(નિમિત્ત) હોય (માનમેયમાવે) ત્યારે થતા ગૌણાર્થના પ્રયોગનો દાખલો - શેર(ગાઢ:) ચોખા(દ્રૌદિ:).
“સંયોગ સંબંધને નિમિત્ત કરીને થતો પ્રયોગ- લાલ રંગના સંયોગવાળા વસ્ત્રના અર્થમાં લાલ વસ્ત્ર એવો પ્રયોગ કરવો (આમાં લાલ” એ ગૌણ પ્રયોગ છે). અમુક ધંધો કે કામ કરનાર એ સંબંધને નિમિત્ત કરીને થતા પ્રયોગનો દાખલો - કોઈ માણસ સુથાર જાતિનો ન હોય છતાં તે સુથારનો ધંધો કરતો હોય તો તેને સુથાર(તક્ષા) કહેવો. બિલકુલ ઊલટાપણું એ નિમિત્ત હોય ત્યારે અમદમુવ ને મદ્રમુ9 અર્થાત્ કદરૂપા મોઢાવાળાને સુંદર મુખવાળો કહેવો.” અમુખ્ય અર્થ વિભાવના અને વ્યાપ (૧.૧૭, ૧.૧૮)
અભિધા કે મુખ્ય અર્થનું નિરૂપણ કર્યા પછી શ્રી હેમચંદ્રાચાર્ય સત્તરમાં સૂત્રમાં- (૧.૧૭) ગૌણ અર્થની અને અઢારમાં સૂત્રમાં(૧.૧૮) લક્ષ્યાર્થીની વ્યાખ્યા કરે છે.
સામાન્ય રીતે ગૌણ અર્થનું સ્વતંત્ર અર્થ તરીકે નિરૂપણ કરવામાં આવતું નથી, પરંતુ, લક્ષ્યાર્થમાં જ તેનો સમાવેશ કરવામાં આવે છે. કારણ કે, આ બન્ને અર્થ અમુખ્ય અર્થ છે. વળી, જે અમુખ્ય વ્યાપાર વડે ગૌણ અર્થ તેમજ લક્ષ્યાર્થ અસ્તિત્વમાં આવે છે તેની પ્રવૃત્તિ માટે જે ત્રણ બાબતો આવશ્યક ગણાઈ છે તેમાંથી બે બાબતો ગૌણ અર્થ તથા લક્ષ્યાર્થ બન્નેમાં સમાન હોય છે. ગૌણ અર્થને લક્ષ્યાર્થથી જુદો પાડનાર બાબત છે નિમિત્ત. ગૌણ અર્થ
ગૌણ અર્થ એ, સાદૃશ્ય કે તાદાભ્યને આધારે આરોપિત થયેલો અર્થ છે અને, જયારે ૧. મુખ્યાર્થ કે વાચ્યાર્થ બાધિત થતો હોય, ૨. સાદગ્ય જેવું નિમિત્ત મોજૂદ હોય અને ૩. કોઈ કવિપ્રયોજન એના વડે સિદ્ધ થતું હોય ત્યારે એ અર્થ(ગૌણ અર્થ) ઉત્પન્ન થાય છે. બીજા શબ્દોમાં, શબ્દનો વાચ્યાર્થ બંધબેસતો ન જણાય અને સાદશ્યને કારણે, એક વસ્તુ બીજી વસ્તુ સાથે એકરૂપ છે એવો અર્થ દર્શાવવા માટે, બીજો જ અર્થ સિધ્ધ કરવામાં આવે ત્યારે જે અર્થનું મૂળ વસ્તુ પર આરોપણ કરવામાં આવે છે તે ગૌણ અર્થ. આમ કોઈ માણસને બળદ કહેવામાં આવે કે માણવક નામના માણસને સિંહ કહેવામાં આવે ત્યારે ૧.બળદ કે સિંહનો મુખ્યાર્થ કે વાર્થ અસંગત લાગે છે અને તેથી એ મુખાર્થને પૂરેપૂરો છોડી દેવામાં આવે છે. પછી આપણને ખ્યાલ આવે છે કે બળદમાં કે સિંહમાં
૧૪૬