SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ “આ પ્રકારના ગૌણ અર્થમાં, સાદૃશ્ય નિમિત્ત હોય અને ભેદની દૃષ્ટિથી આરોપિત હોય એવા ગૌણ અર્થનો દાખલો- આ વાહીક દેશનો રહેવાસી, બળદ છે(વાદ:). આગળ ઉપર જેને રૂપક અલંકાર કહેવામાં આવશે તેનું આ ગૌણ અર્થ બીજ છે. અભેદની દૃષ્ટિથી થતા ગૌણ અર્થનો દાખલો છે : “આ બળદ છે” (વાય). આવો ગૌણ અર્થ, અતિશયોક્તિ અલંકારના પ્રથમ ભેદ(પ્રકાર)નું બીજ છે. આ ગૌણ અર્થ અંગે ૧. કેટલાક એમ કહે છે કે પોતાના અર્થ(મુખ્ય અર્થ, દા.ત. બળદોની સાથે રહેલા જે જાડ્ય(જડતા), માંદ્ય(મંદપણું) વગેરે ગુણો છે તે અહીં(આ વાક્યમાં) ગૌણ અર્થ બને છે; તેમ છતાં, તે (ગુણરૂપ અર્થ), બળદ શબ્દને, વાહીક દેશનો એ રહેવાસી છે એ અર્થ કરવામાં, નિમિત્ત બને છે. ૨. પણ બીજા કેટલાક લોકો એમ કહે છે કે આ વાક્યમાં બળદની સાથે રહેતા જડતા, મંદપણું વગેરે ગુણોની સાથે જેમનો અભેદ છે તે વાહીકના ગુણ જ અહીં ગૌણ અર્થ છે; બળદ શબ્દવારા વાહીકના ગુણો જ કહેવાય છે. (આ મંતવ્યમાં) બળદનો, વાહીકમાં રહેલા ગુણો એ જ, ગૌણ અર્થ છે. બળદનો વાહીક એ ગૌણ અર્થ નથી. ૩. બળદ તેમ જ વાહીક, એ બન્નેમાં સમાન એવા જે જાડ્ય, માંદ્ય વગેરે ગુણો છે તેમનો આશ્રય લઈને (એટલે કે તેમને નિમિત્ત માનીને) બળદ શબ્દનો વાહીક એ જ સીધો ગૌણ અર્થ થાય છે એમ બીજા કેટલાક કહે છે. કાર્યકારણભાવરૂપ સંબંધ જે ગૌણ અર્થમાં નિમિત્ત બને છે, તેના દાખલા ઘી એ આયુષ્ય જ છે)” અને “આ આયુષ્ય જ છે.” અહીં, પહેલા દાખલામાં ૧.બીજા પદાર્થો કરતાં સાવ જુદી રીતે, અને બીજા દાખલામાં ૨. અચૂકપણે કાર્ય કરવાની શક્તિ વગેરે પ્રયોજન છે. અમુકને માટે અમુક વસ્તુ છે(તાદર્થ) એ નિમિત્તને લીધે થતા ગૌણ અર્થનો દાખલો - “ઈન્દ્રને માટે ઊભો કરવામાં આવતો થાંભલો' એ અર્થમાં ઈન્દ્ર(એવો ગૌણ અર્થનો પ્રયોગ). સેવક અને સ્વામી એ સંબંધને નિમિત્ત કરીને થતા ગૌણધર્મનો દાખલો - રાજાના સેવકને માટે “રાજા” (એ ગૌણ અર્થવાચક શબ્દનો પ્રયોગ); (અથવા બીજો દાખલો –) ગામના મુખી એ અર્થને માટે “ગ્રામ (એ ગૌણ શબ્દનો પ્રયોગ). અવયવ અને અવયવી(શરીર આદિ)ના સંબંધને નિમિત્ત કરીને થતા ગૌણ પ્રયોગનો દાખલો - અગ્રહસ્ત એ “હાથરૂપી અવયવીનો કેવળ આગળનો ભાગ અથવા અવયવ” એ અર્થમાં પ્રયોજાતા શબ્દને બદલે “હસ્ત' એ ગૌણ શબ્દનો પ્રયોગ. માપ અને તેનાથી મપાતી વસ્તુ એ ૧૪૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy