________________
રજૂઆત કરીને એ મત પોતાને અભિમત છે એમ દર્શાવી બીજા ત્રણ મતો માટે ‘જ્ઞાતિવ સંતવિષય ત્ય', ‘તદ્દાનિત્યપરે’, ‘ગોદ ફત્યચે' એવા મિતાક્ષરી ઉલ્લેખો કરી, તેમાં ‘’, ‘અપરે’, અને ‘અન્યે' એ ત્રણ શબ્દો પ્રયોજી, એ મતો બીજાઓને અભિમત છે એવો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. આ જ રીતે ‘શિક્ષા’ના વિષયની ચર્ચામાં નાત્યાદ્રિ ને આધારે થતા અર્થવિભાગને પોતાના મત તરીકે ઉલ્લેખીને તથા આગળ જતાં, છઠ્ઠા અધ્યાય(સૂ. ૧૨)માં ‘અર્થાનાં વિશેધાભાસો વિશેષ:' એ સૂત્રની વ્યાખ્યા કરતાં ‘જ્ઞાતિ-મુળ-યિા-દ્રવ્ય-રૂપાળાં પાર્થાનાં સનાતીયન વસ્તુવૃત્ત્વાઽવિરોધેઽપિ' ઈત્યાદિ શબ્દોથી જાત્યાદિમાં જ શબ્દનો સંકેત રહેલો છે એમ ગ્રંથકારે દર્શાવ્યું છે અને બીજા પક્ષોની તર્કક્ષમતા ન્યૂન માનીને તેમની ચર્ચા ગૌણભાવે કરી છે કે ક્યાંક ઉપેક્ષા પણ કરી છે. ‘ગૌણ’ અર્થની વ્યાખ્યા
મુખ્ય અર્થની વિગતવાર ચર્ચા કરીને હવે શ્રી હેમચન્દ્રાચાર્ય અમુખ્ય કે ગૌણ અર્થનું નિરૂપણ કરવા માટે સૂત્ર ૧૦(૧.૧૭)માં ગૌણ અર્થની વ્યાખ્યા કરે છેઃ
मुख्यार्थबाधे निमित्ते प्रयोजने च भेदाभेदाभ्यामारोपितो गौण : ॥ (૧.૧૭) અર્થાત’’ મુખ્ય અર્થનો બાધ થવધી, (મુખ્ય અર્થ સાથે) કોઈક (સંબંધરૂપ) નિમિત્ત તથા કોઈ પ્રયોજન હોય ત્યારે ભેદ અથવા અભેદ(સંબંધ)ને કારણે (પાછળથી) જેનો આરોપ કરવામાં આવ્યો હોય તે અર્થને ગૌણ અર્થ કહે છે.’’ ગૌણ અર્થ વિશે અલંકારચૂડામણિ વૃત્તિમાં આપેલું વિવરણ
આ સૂત્રના અર્થને સ્પષ્ટ કરતી ‘વૃત્તિ’ માં કહ્યું છે -
-
“વાહીક દેશનો આ રહેવાસી બળદ છે”, “આ બળદ જ છે”, વગેરે વાક્યોમાં (૧) શબ્દના મુખ્ય અર્થરૂપ ગળાની ગોદડી વગેરેનું એ માણસમાં હોવાનું, પ્રત્યક્ષ વગેરે પ્રમાણેથી બાધિત થતું હોય; (૨) સાદૃશ્યસંબંધ વગેરે નિમિત્ત હોય; અને (૩) સાદૃશ્ય તેમજ તાદ્ન(તાદાત્મ્ય)નું જ્ઞાન થવું એ પ્રયોજન હોય – આ ત્રણેય જ્યારે હાજર હોય ત્યારે, જેના ઉપર આરોપ થાય છે તે(આરોપવિષય) અને જેનો આરોપ થાય છે તે(આરોપ્ય) એ બન્નેની વચ્ચેનો, ભેદ તથા અભેદની દૃષ્ટિએ આરોપિત, ખરેખર મુખ્યાર્થ ન હોવા છતાં મુખ્યાર્થ જ છે એમ માની લીધો હોય તેવો અર્થ, ગુણોને લીધે આરોપિત થયો હોવાથી, ગૌણ અર્થ કહેવાય છે. અને એ ગૌણ અર્થ જેનો વિષય છે તેવો શબ્દ પણ ‘ગૌણ’ અથવા ‘ઉપચરિત’ કહેવાય છે.
૧૪૪