SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ' સિદ્ધ ઉપાધિ વસ્તુધર્મ સાધ્ય(ક્રિયા)(૩) જાતિ(૧) ગુણ(૨) ચતુર્વિધ ઉપાધિનું વિવરણ ૧. જાતિ વકતૃસંનિવેશિતધર્મ(યદચ્છા)(૪) ઉપર જોયું કે ઉપાધિ અથવા ધર્મ બે પ્રકારનો છે. વસ્તુધર્મ અને વકતૃસંનિવેશિત ધર્મ(યદચ્છા કે સંજ્ઞા). એમાંથી વસ્તુધર્મના ૧. સિદ્ધવસ્તુધર્મ અને ૨. સાધ્યવસ્તુધર્મ એમ બે પ્રકાર છે. અને સિદ્ધવસ્તુધર્મના પાછા ૩. પ્રાણપ્રદવસ્તુધર્મ અને ૪. વિશેષાધાનહેતુ એવા બે વિભાગ છે. આમાંથી પહેલો પ્રાણપ્રદવસ્તુધર્મ (એટલે કે વસ્તુને જીવન(પ્રાણ) આપનાર ધર્મ) એ જાતિ છે. આ જાતિ જ ગાયને ગાય બનાવે છે; કેમકે એ બધી જ ગાયોમાં રહેલો ધર્મ છે - ગાયને ‘ગોત્વ’ એટલે કે ગાયપણું પ્રદાન કરનારો ધર્મ તે જાતિ. શ્રીહેમચન્દ્રાચાર્ય, મમ્મટની જેમ જ, આ વાતની પુષ્ટિ અર્થે ‘વાક્યપદીય’ના કર્તા ભર્તૃહરિનો જાણીતો અભિપ્રાય ટાંકે છે : નૌઃ સ્વરૂપેણ નૌનાંપ્યોોત્વામિસંવન્યાનુ નૌઃ । (‘વિવેક’ પૃ. ૪૩) એટલે કે ‘‘બાહ્ય સ્વરૂપથી ગાય ગાય નથી, કે અ-ગાય પણ નથી.પણ ગાયની જાતિ એટલે કે ગોત્વ (ગાયપણું) સાથેના એના જન્મજાત જોડાણને કારણે જ એ ‘ગાય’ કહેવાય છે’’. ‘ગોત્વ’ જ ગાયનો જન્મસિદ્ધ પ્રાણપ્રદ જીવનદાયક -ધર્મ છે, જે ‘ઉપાધિ’નો જ પ્રકાર છે. ૨. ગુણ ઉપાધિના ઉપરોક્ત વર્ગીકરણ પ્રમાણે ‘ગુણ’એ વસ્તુનો વિશેષાધાનહેતુ સિદ્ધવસ્તુધર્મ છે. એટલે કે, ગુણ જ એક પદાર્થને, એના જ વર્ગના બીજા પદાર્થથી જુદો પાડવાનું કાર્ય કરે છે. દા. ત. એક સફેદ બળદને એ બીજા લાલ બળદથી જુદો પાડે છે. ૧૩૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy