SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, જાતિ, વસ્તુને અસ્તિત્વ (પ્રાણ) આપે છે અને તેથી તે લબ્ધસત્તાક (હયાતીયુક્ત) બને છે. પણ ગુણ વસ્તુનો પ્રાણપ્રદ ધર્મ નથી. કેમકે એને વસ્તુથી જુદો પાડી શકાય છે. વળી લબ્ધસત્તાક વસ્તુની જ ગુણ વિશેષતા બતાવી શકે છે. ગુણ વગર વસ્તુ હોઈ શકે પણ જાતિ વિના વસ્તુનું અસ્તિત્વ જ અશક્ય છે. ૩. ક્રિયા જયાં સુધી ક્રિયાનો સંબંધ છે, પતિ એ શબ્દ ક્રિયાનું ઉદાહરણ છે. ક્રિયા એ સાધ્યવર્તુધર્મ છે જેની, “સાધ્ય: પૂર્વાપરીભૂતાવવ: ઝિયાઃ ' એ શબ્દોમાં સમજૂતી આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે સાધ્ય ધર્મરૂપ જે ક્રિયા તેના ભાગો કે અવયવો કાળમાં આગળપાછળ આવેલા હોય છે. અર્થાત્ ક્રિયાના અનેક ભાગો હોય છે અને તે બધા કાળમાં આગળપાછળ હોય છે; એકી સાથે કદી નથી હોતા. દા.ત. પતિ એ શબ્દનો અર્થ છે તે રાંધે છે. અને એ રાંધવાની ક્રિયામાં અનેક પેટા ક્રિયાઓ હોય છે – જેમકે ચૂલો સળગાવવો, તપેલી મૂકવી, પાણી રેડવું, ચોખા ઓરવા, તપેલી ઉતારવી વગેરે. આ બધી જ ક્રિયાઓ રાંધવીની ક્રિયામાં સમાઈ જાય છે અને તે એક પછી એક (આગળ-પાછળ) થાય છે. કદી એકી સાથે થતી નથી. આમ ક્રિયાનો કેટલાક ભાગ આગળ થયો હોય છે, બીજો ભાગ પાછળથી થાય છે. વારાફરતી એ ક્રિયાના વિવિધ ભાગો થતા હોય છે. ૪. દ્રવ્ય, સંજ્ઞા કે યદચ્છા દ્રવ્ય એ બોલનારે પોતાની ઇચ્છાથી પદાર્થને કે વ્યક્તિને આપેલી સંજ્ઞા(નામ) છે. આથી એને “વકતૃસંન્નિવેશિતઃ વસ્તુધર્મ કહે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે પદાર્થને નામ(સંજ્ઞા) આપવા માટે કયા ધર્મો કે ઉપાધિ એ વસ્તુ કે : વ્યક્તિ પર આરોપાય છે ? જાતિ, ગુણ અને ક્રિયાની બાબતમાં આ પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો, કેમકે એ ત્રણેયના અનુક્રમે જાતિ, ગુણ અને ક્રિયારૂપે ખાસ ધર્મો છે. પણ ડિત્ય, દેવદત્ત, યજ્ઞદત્ત જેવાં સંજ્ઞાવાચક નામો કે જે બોલનાર સ્વેચ્છાએ(યદચ્છાથી) કોઈ વ્યક્તિ કે વસ્તુને આપે છે તેમાં, આપણે એવા કોઈ ધર્મો કે ઉપાધી રહેલાં માની શકીએ નહીં જે ધર્મો, જેને સંજ્ઞા(નામ) આપવાની છે તે વ્યક્તિ કે વસ્તુ પર આરોપી શકાય. આ સંજ્ઞા, દ્રવ્ય કે યદચ્છાનો ખુલાસો આપતાં વૈયાકરણો કહે છે કે જ્યારે આપણે કોઈ બળદને “ડિત્ય એવી સંજ્ઞા(નામ) નામ આપીએ છીએ ત્યારે આપણે “ડિત્થ' એ શબ્દનું નિત્યરૂપ કે સ્ફોટરૂપ જ બળદ પર આરોપીએ છીએ. ૧૩૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy