SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ માત્ર જાતિમાં જ રહેલી છે. નૈયાયિકોના મતે સંકેત જાતિથી યુક્ત વ્યક્તિમાં રહેલો છે અને બૌદ્ધોના મતે સંકેત ઉપાધિ કે વ્યક્તિમાં નથી પણ બીજી બધી વસ્તુઓને બાદ કરવામાં રહેલો છે. પણ વૈયાકરણો તથા મીમાંસકોની બે મુખ્ય બે વિચારધારાઓ માને છે કે સંકેત ઉપાધિમાં જ છે ઃ ૩ાધવેવ સંતઃ । ચતુર્વિધ ઉપાધિ ઃઃ ઉપાધિ શું છે ? ‘ૌ: શુ∞: વત: હિત્ય:' એ જાણીતા ઉદાહરણમાં મહાભાષ્યકારે જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્ય એ ચાર પ્રકારના શબ્દો સંબંધી ચતુર્વિધ ઉપાધિ(ધર્મ)નો નિર્દેશ કર્યો જ છે. અને ભર્તૃહરિએ સ્પષ્ટ કહ્યું છે કે સંકેતગ્રહણ હંમેશાં જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્ય એ ચારની ઉપાધિમાં જ થાય છે.૨૩ ‘કાવ્યાનુશાસન’ની ‘વિવેક' વ્યાખ્યા(પૃ. ૪૩)માં, શ્રીહેમચન્દ્રાચાર્યે, સૂત્ર ૧૬(૧.૧૬)ની વૃત્તિમાંના મહાભાષ્કારના ‘ચતુષ્ટયી શબ્દાનાં પ્રવૃત્તિઃ' એ વચનમાંથી ‘ચતુષ્ટયી’ શબ્દ લઈને આ વિષયની ચર્ચા કરી છે અને જાતિ, ગુણ ક્રિયા અને દ્રવ્ય એ ચારેય શબ્દોનો સંકેત ચતુર્વિધ ઉપાધિમાં જ રહેલો છે એમ કહ્યું છે. ‘૩પાધિશ દ્વિવિધયઃ' એ શબ્દોથી શરૂ થતા પરિચ્છેદમાં ‘વિવેક’કારે ચતુર્વિધ ઉપાધિમાં જ સંકેત રહેલો છે એવો વૈયાકરણોનો મત સમજાવ્યો છે, સ્વીકાર્યો છે. મમ્મટ, શ્રીહેમચંદ્રાચાર્ય વગેરે આલંકારિકો સંકેત તથા ઉપાધિ અંગોનો વૈયાકરણોનો મત પૂરેપૂરો સ્વીકારે છે એ સ્પષ્ટ છે. ‘વિવેક’માં ઉપાધિ વિશે જે વિવરણ છે તેનો સારાંશ એ છે કે ઉપાધિ કે ધર્મ બે પ્રકારનો છે ઃ ૧. વક્તાએ કે બોલનારે પોતાની મરજીથી આરોપેલો ધર્મ અને ૨. વસ્તુનો પોતાનો ધર્મ. વક્તાએ આરોપેલો ધર્મ એ વ્યક્તિનું નામ છે, સંજ્ઞાવાચક નામ(યદચ્છા). વસ્તુધર્મ કે વસ્તુનો સ્વભાસિદ્ધ ધર્મ પાછો બે પ્રકારનો છે ઃ ૧. સિદ્ધ અથવા ૨. સાધ્ય. સાધ્યવસ્તુધર્મ એ ક્રિયા છે, ચાલી રહેલી પ્રક્રિયા છે; જેમકે રાંધવાની ક્રિયા; આગળ પાછળની સતત ચાલતી ઘટનાઓ સાથે જોડાયેલી છે, પણ સિદ્ધવસ્તુધર્મ બે પ્રકારનો છે ઃ ૧. પદાર્થનો પ્રાણપ્રદ ધર્મ અને ૨. પદાર્થને વિશેષતા આપનાર ધર્મ-(ગુણ). આમાંનો પહેલો ધર્મપદાર્થનો પ્રાણપદ ધર્મ જાતિ છે. મમ્મટે આ સમગ્ર વર્ગીકરણ નીચે પ્રમાણે દર્શાવ્યું છે : ૧૩૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy