SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ઉક્તિકરણના આ નિદર્શન પછી, રાજશેખર કહે છે કે “બીજા કવિઓની આસ્વાદ્ય ઉક્તિઓ તથા મનોહર કલ્પનાઓ લઈને, એ બધાનો, જો, નવો જ અર્થ ઉત્પન્ન કરવામાં ઉપયોગ કરવામાં આવે, તો, એ ઉક્તિઓ, ઓળખાતી નથી. એટલું જ નહીં, પણ, ખૂબજ આસ્વાદ્ય જણાય છે.” રાજશેખરના આ શબ્દો, કાવ્યમીમાંસા(અ.૧૧)માંથી ઉદ્ધત કરીને વિવેક'માં અવતરણ(૧૦) તરીકે રજૂ કરવામાં આવ્યા છે - “3યો ત્યાથન્તરસંક્રાન્તા ને પ્રત્યfમજ્ઞાને વન્ત ૨ |’ પણ, રાજશેખર કહે છે તેમ, આવી, એક વાર ઉપયોગમાં લેવાઈ ગયેલી ઉક્તિઓનું, ફરીથી, અનુકરણ કરવું તે તો હરણનું પણ હરણ કરવા જેવું નિંદ્ય કૃત્ય છે(ક.મી.અ.૧૧). આ સંદર્ભમાં રાજશેખરનો એ અભિપ્રાય પણ ઉલ્લેખપાત્ર છે કે, જેના નિર્માણમાં કવિપ્રતિભા પ્રવૃત્ત થઈ હોય તેવા સર્જનાત્મક પદસમૂહોનું હરણ ન કરવું ઘટે. સાહિત્યમાં ચોરીનો પ્રશ્ન રાજશેખરે, કાવ્યમીમાંસા(અ.૧૧)માં, સાહિત્યમાં અનુકરણના વિષયને ઉપદેશ આપવાની બાબતમાં, ઉત્પન્ન થતી શંકાની નોંધ લીધી છે અને વાણીની ચોરી(વાચૌર્ય) અતિશય કલંકરૂપ છે એવો ભાવ વ્યક્ત કરતી કંડિકા ટાંકી છે. વિવેક'માં, અવતરણ(૧૧) તરીકે એ કંડિકા રજૂ થઈ છે. સાહિત્યમાં ચોરીના મુદાને સ્પર્શતી આ બાબતમાં મુખ્ય વાંધો એ વ્યક્ત થયો છે કે “આ હરણ તો એક પ્રકારની ચોરી છે; એટલે, હરણ, અનુકરણ, અવલંબન કે ઉપજીવનનું નવા કવિને શિક્ષણ જ ન આપવું જોઈએ. કેમકે, વિચારકો કહે છે કે, બીજા પ્રકારની ચોરીઓથી માણસને લાગતું લાંછન તો સમય જતાં ભુંસાઈ જાય છે, પણ વાચૌર્ય કે વાણીની ચોરીનું કલંક તો પુત્ર, પૌત્ર વગેરે અનેક પેઢીઓ સુધી નષ્ટ થતું નથી.” વાચૌર્યનો બચાવ આવી શંકા કે ટીકાથી પર રહેવા માટે જ, આચાર્યશ્રીએ, દસમા સૂત્રની વૃત્તિમાં, “પથવિત્યમ્' એ શબ્દપ્રયોગ કર્યો છે. બીજા કવિની કૃતિમાંથી, ઔચિત્ય જાળવીને, સુરુચિ તથા પ્રમાણનો ખ્યાલ રાખીને, શબ્દાર્થનું અનુકરણ કરવું જોઈએ. રાજશેખરની પત્ની અવંતિસુંદરીએ(કા.મી.અ.૧૧), આ સંદર્ભમાં, જે સલાહ આપી છે તે વિવેક વ્યાખ્યામાં ઉદ્ધત કરવામાં આવી છે. અવંતિસુંદરી કહે છેઃ “આ કવિ અજાણ્યો છે, હું સુપ્રસિદ્ધ છું. આ કવિ અપ્રતિષ્ઠિત છે, હું લબ્ધપ્રતિષ્ઠિત છું. આ કવિની રચના લોકોમાં પ્રચલિત નથી, મારી રચનાઓ ૯૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy