________________
માણસ' એવો-આમ, બે અર્થ થાય છે. આજ શ્લોક(૪૮)માં બીજો દ્વિઅર્થી(શ્લિષ્ટ) શબ્દ છેઃ ‘માંસોપયોગમ્’. એના, 'માં સોપયોગ' એટલે ‘ઉપયોગી એવા મને' તથા ‘માંસોપયોગ’ એટલે ‘માંસનો ઉપયોગ’ એવા બે અર્થ થાય છે. શ્લોકાર્થ છેઃ ‘“અનાર્ય કે દુષ્ટ વ્યક્તિ સાથે સંપર્ક થવાથી એનો મારા પરનો પ્રેમ સમાપ્ત થઈ ગયો એમાં કોઈ જ આશ્ચર્ય નથી. ભૂખથી રહિત માણસ માંસનો ઉપયોગ શા માટે કરે? ક્ષુદ્ર(અનાર્ય)નો હિતેચ્છુ માણસ મારા જેવા આર્યની સાથે પ્રેમ શા માટે કરે?’' આ શ્લોક(૪૮)ના ‘માંસ-ઉપયોગ’ પદના એક ભાગરૂપ (પદ્યેકદેશ) ‘માંસ’ શબ્દનું કાવ્યાત્મક રીતે ‘હરણ’ કરીને બીજા નવો બ્લોક(૪૯)માં પોતાની રિસાયેલી પ્રિયતમાને મનાવી રહેલો નાયક પૂછે છેઃ “હે માનિની ! તારો આ સુંદર કોમળ નીચલો હોઠ(અધર) શું કોપ (ગુસ્સા)ને કારણે આટલો બધો કાંપે છે? કે પછી ચુંબનની અભિલાષાને કારણે?’’ પ્રિયતમા કહે છેઃ “હે પ્રિયતમ, એવું નથી. આ હોઠ તો વાયુના વિકાર(રોગ)થી ફફડે છે.’’ પ્રિયતમ કહે છેઃ ‘‘હે સુંદર ભમરોવાળી ! તો તો તું સુગંધિત, સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ ‘માંસરસ’ નું સેવન કર (અથવા ‘માં-સરસ’ એટલે ‘સરસ એવા મને’ શ્રદ્ધાપૂર્વક ઉપયોગમાં લે.)’’ આમ તે કહેતો હતો ત્યાં જ તેણે એને ગાઢ આલિંગનમાં લપેર્ટો લીધી. આ શ્લોકમાં ક્લિષ્ટ પદ ‘માંસરસ’ના ‘માંસ-રસ' (માંસનો રસ) તેમજ ‘માંસરસં’ (સરસ એવા મને) એવા બે અર્થો ચમત્કૃતિ પેદા કરે છે. આ પ્રકારનું ‘પદૈકદેશહરણ’ સાહિત્યમાં સ્વીકાર્ય છે.
‘પદ-પાદાદિ’ અનુકરણમાં, ‘ઉત્સુપજીવન’ એટલે કે બીજા કવિની ઉક્તિનું ગ્રહણ કરીને નવું કાવ્ય રચવું તે, પ્રકાર પણ સમાવિષ્ટ છે. રાજશેખરે આને માટે ‘ઉક્તિહરણ' સંજ્ઞા પ્રયોજી છે અને ‘વિવેક’માં ઉદા.(૫૦)માં રજૂ થયેલી ઉક્તિ ‘૩રુદ્ધનું સસલીબ્ડપ્રધારિ' તથા ઉદા.(૫૧)માંનો શ્લોક એ બંને ‘કાવ્યમીમાંસા’(અ.૧૧)માં પ્રસ્તુત થયેલા છે. ઉદા.(૫૦)ની ઉક્તિમાં સુંદર સ્ત્રીની બંને સાથળોને કેળના લીલા થડ સાથે સરખાવી છે અને એ જ ઉક્તિનું, ઉદા. શ્લોકપ૧માં, એજ પ્રમાણે અનુકરણ કરવામાં આવ્યું છે. શ્લોકાર્થ છેઃ ‘એ મૃગાક્ષી(સ્ત્રી)ની બંને સાથળો કેળના થડની માફક કોમળ અને તાજગીસભર છે; કેડ, શિલાપટ્ટની માફક ઘાટીલી છે; છાતી, બંને સ્તનોની સુંદરતાથી, કુંભોની શોભાને માત કરે છે; અને મુખ, ચંન્દ્રનું સાથીદાર છે.’
૮૯