SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ હરણના ઉદાહરણરૂપે, ક્રમશઃ ઉદા.૪૬ તથા ઉદા.૪૭ તરીકે, રજૂ થયા છે. ‘બળે નિર્બને.' ઇત્યાદિ પ્રથમ શ્લોક(૪૬, નારદસ્મૃતિ ર.૩૦)માં ધર્મશાસ્ત્રીય મુદાનું સ્પષ્ટીકરણ છે- “જંગલમાં, નિર્જન સ્થળે, રાત્રિના સમયે, ઘરના અંદરના ભાગમાં, સાહસના કૃત્યમાં અને કોઈની થાપણ સંતાડવાની બાબતમાં(સંદેહ થતાં, સાક્ષી ન હોવાથી, નિર્ણય કરવા માટે) દિવ્ય કે અલૌકિક ક્રિયા (ઘોર શપથ આપવા, ડામ દેવા વગેરે ક્રિયા) સંભવે છે- અર્થાત્ એ રીતે નિર્ણય થાય છે. આ શ્લોકમાં બે લીટીમાં ચાર ચરણ છે. તેમાંથી માત્ર એક જ, ત્રીજું ચરણ, બદલીને કવિએ નવો અર્થ દર્શાવતો શ્લોક(૪૭) બનાવ્યો છેઃ अरण्ये निर्जने रात्रावन्तर्वेश्मनि साहसे । - તન્વી ય નાગ્યેત દ્રિવ્ય સંમતિ શિયા ! અર્થાત્ “જંગલમાં, નિર્જન સ્થળે, રાતના વખતે, ઘરની અંદર, સાહસ પ્રસંગે જો સુંદર સ્ત્રી મળી જાય તો દિવ્ય (આનંદપ્રદ) ક્રિયા(મિક્રીડા) થઈ શકે.” - અહીં મૂળ શ્લોક(૪૬)ના ત્રીજા પાદમાં જે ચાસપક્વને જૈવ એ થાપણ છુપાવવા અંગેના શબ્દો હતા, તે બદલીને, કવિએ તવ દ્રિ નગેત એ શબ્દો મૂકીને, ત્રણ ચરણોનું હરણ કર્યું છે. પાદત્રયોપજીવન’નું દષ્ટાંત છે. આમ, આચાર્યશ્રીએ એક પાદ, બે પાદ કે ત્રણ પાદના હરણના ત્રણ પ્રકારો - “પાદોપજીવન”, “પાદકયોપજીવન” તથા “પાદત્રયોપજીવનનું સોદાહરણ વિવરણ કર્યું છે. પણ વાચકના સદ્ભાગ્ય-પણ હરણકર્તા કવિના દુર્ભાગ્યે-કોઈ કવિના શ્લોકનાં ચારેચાર ચરણ લઈને રચના કરવાની છૂટ, આચાર્યશ્રીએ, આપી નથી-કેમકે “પાદચતુષ્ટયોપજીવન' તો પ્રથમ કક્ષાની સાહિત્યચોરી જ છે. પણ મેન્દ્ર(કવિ.ક.૨.૧) “સક્લોપજીવી' કવિને માન્ય રાખે છે. ‘પદપાદાદિના હરણમાં, ઉપર નોંધ્યું છે તેમ, “પદેકશોપજીવન' તથા કલ્પજીવન' એ બે ગૌણ પ્રકારનાં અનુકરણો પણ સમાવેશ પામે છે. શ્લોક ૪૮ તથા ૪૯માં પર્દકદેશ એટલે કે શબ્દના એક ભાગનું હરણ કરવાના પ્રકારનું નિદર્શન રજૂ કર્યું છે. આ બંને શ્લોકો કાવ્યમીમાંસા(અ.૧૧)માં “શ્લિષ્ટપદના એક ભાગના હરણના વિવરણાર્થે પ્રસ્તુત થયા છે. પ્રથમ શ્લોક(૪૮)માં ક્ષુદ્રહિતઃ એ પદ લિષ્ટ કે દ્વિઅર્થી છે. એનો, ‘ભુત્વ-રહિત એટલે “ભૂખથી રહિત માણસ એવો તથા સુદ્ર-હિતઃ એટલે કે શુદ્ર(અનાર્ય)નો હિતેચ્છુ ૮૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy