SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ દવન્યાલોક ૧૩. ગુણ અને અલંકાર આનંદવર્ધને નીચેની કારિકામાં ગુણ અને અલંક્રસ્નો ભેદ સ્પષ્ટ રીતે બતાવ્યો છે. तमर्थमवलम्बन्ते येऽङ्गिनं ते गुणाः स्मृताः । अङ्गाश्रितास्त्वलङ्कारा मन्तव्याः कटकादिवत् ।। માનવદેહ સાથે કાવ્યદેહની તુલના કરી કાવ્યતત્ત્વોને સમજાવવામાં આવે છે. જે સ્થાન દેહમાં આત્માનું છે તે સ્થાન કાવ્યમાં ધ્વનિનું છે. દેહમાં જે સ્થાન શૌર્ય, દયા વગેરે ગુણોનું છે તે કાવ્યમાં માધુર્ય, પ્રસાદ વગેરે ગુણોનું છે. ગુણ આંતરિક બાબત છે. શરીરની અંદર રહે છે. જેમ કડુ, કાનનું ઘરેણું, નેકલેસ વગેરે બહારથી પહેરવામાં આવતાં દેહને અલંકૃત કરે છે તેમ અનુપ્રાસ વગેરે શબ્દાલંકારો અને ઉપમા વગેરે અર્થાલંકારો કાવ્યને અલંકૃત કરનાર બાહ્યતત્ત્વ છે. આનંદવર્ધનના પુરોગામી ઠંડીએ દસ કાવ્ય-ગુણ આ પ્રમાણે દર્શાવ્યા છે. श्लेषः प्रसादः समता माधुर्यं सुकुमारता । અર્થવ્યતિત્વમોગઃ શાન્તિઃ સમાધયઃ | (કાવ્યાદર્શ-૧/૪૧) આનંદવર્ધન માધુર્ય, ઓજ અને પ્રસાદ ગુણ, લક્ષણ આપી સમજાવે છે. આ ગુણો અંગી-મુખ્ય એવા રસમાં રહે છે, રસને આશ્રયે રહે છે. વામનાચાર્ય “કાવ્યની શોભા કરનાર ધર્મો ગુણ અને એ શોભા વધારનાર હેતુઓને અલંકાર કહે છે. તેમણે વિદર્ભો, ગૌડી વગેરે રીતિઓના સંદર્ભમાં ગુણની ચર્ચા કરી છે. મમ્મટાચાર્ય રસનિષ્ઠ ધર્મોને ગુણ અને શબ્દાર્થનિક ધમોને અલંકાર માનીને બે વચ્ચે તફાવત દર્શાવે છે. આનંદવર્ધન કહે છે “શૃંગાર જ સૌથી વધુ આનંદદાયક અને માધુર્યયુક્ત રસ છે. માધુર્ય ગુણ તે શૃંગારમય કાવ્યને આશ્રયે જ રહે છે.” (૨ /૩). વિપ્રલંભશૃંગાર અને કરુણરસમાં માધુર્યગુણ ઉત્કર્ષયુક્ત હોય છે. કેમકે તેમાં મન વધારે આક્તાને પામે છે. “કાવ્યમાં રહેલ રોદ્ર વગેરે રસ દીતિથી દેખાય છે. તે દીપ્તિ પ્રગટ કરનાર શબ્દ અને અર્થના આશ્રયે ઓજસ્ ગુણ રહે છે.” (૨/૯). આ ઓજસ્ ગુણ દીર્ઘ સમાસવાળા શબ્દોથી બહાર આવે છે. આ ગુણ રૌદ્ર, વીર અને અદ્ભુત રસોને અનુકૂળ છે. આ ગુણને ઓજસ્વી શબ્દાર્થની જરૂર રહે છે. પ્રસાદ ગુણનો અર્થ છે શબ્દ અને અર્થની સ્વચ્છતા તે બધા રસોનો સાધારણ ગુણ છે અને બધી રચનાઓમાં સમાનરૂપથી રહે છે. સૂકા ઈંધનમાં અગ્નિની જેમ, સ્વચ્છ વસ્ત્રમાં જળની જેમ કાવ્યના બધા રસો પ્રત્યે જે સમર્પત્વ છે તે તેને લીધે છે. બધા રસોમાં અને રચનાઓમાં રહેનાર એ “પ્રસાદ’ ગુણ સમજવો જોઈએ. (૨/૧૦). ગુણ અને સંવેદના આનંદવર્ધન કહે છે, “જે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય (અભિધામૂલ ધ્વનિનો પ્રકાર) છે તે વર્ણપદાદિ, વાક્ય, સંઘટના અને પ્રબંધમાં પણ પ્રકાશિત થાય છે.” (૩/૨)
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy