SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ - વન્યાલોક (૬) આનંદવર્ધન રસવત્ અલંકારને માને છે, તથા ‘ગુણીભૂત વ્યંગ્યને પણ માને છે. આનંવર્ધન મુજબ રસાદિ ધ્વનિ બીજાનાં અંગ તરીકે હોય ત્યારે રસવત્ (પ્રેયસુ ઉર્જસ્વિ, સમાહિત) અલંકાર કહેવાય છે. તથા વસ્તુધ્વનિ અને અલંકાર ધ્વનિ અન્યનાં અંગ તરીકે હોય ત્યારે ગુણીભૂત વ્યંગ્ય કહેવાય છે. આ રીતે બન્નેને અલગ સમજી શકાય છે. રસાભાસ-અનુચિત રૂપથી વર્ણન કરાયેલ ‘રસ', રસાભાસ કહેવાય છે. “ફૂર્ષિળનોદમગ્ન ... ઈ.” ધ્ય. ૨ /૩ ઉપરની ‘લોચન' ટીકામાં ઉલ્લેખાયેલ રાવણ કાવ્યના ઉદા.માં શૃંગાર-સાભાસ છે. આ શ્લોકમાં રાવણની સીતા માટેની રતિ સૂચવાઈ છે. સીતાને રાવણ માટે પ્રેમ નહીં હોવાથી રાવણનો પ્રેમ એકતરફી છે. તેથી અનુચિત છે અને “રસાભાસ'નું ઉદા. છે. મમ્મટ અનુભયનિષ્ઠ રતિ ઉપરાંત બહુકામુકવિષયા રતિને ‘રસાભાસ'માં ગણાવેલ છે. પશુ-પક્ષીઓના શૃંગારનું જ્યાં વર્ણન હોય ત્યાં પણ રસાભાસ છે. હેમચંદ્ર નિરિદ્રય અને તિર્યગાદિગત રતિનો ઉમેરો કર્યો છે. વિશ્વનાથે ‘રસાભાસ’ની વિસ્તૃત ચર્ચા કરી શૃંગાર ઉપરાંત અન્ય રસોના સંદર્ભમાં વિચાર કર્યો છે. ““ઉપનાયક ગત, મુનિ-ગુરુપત્ની ગત, બહુ નાયક વિષયા, અનુભયનિષ્ઠ, પ્રતિનાયકનિષ્ઠ, અધમપાત્રગત અને તિર્યગાગિત રતિ. ગુરુ આઢિગત રૌદ્ર કોપ અને હાસ્ય, હીનનિષ્ઠ શાંત, બ્રાહ્મણવધ વગેરેમાં ઉત્સાહ, અધમપાત્રગતવીર, ઉત્તમપાત્રગત ભયાનક અને યજ્ઞનાં પશુનાં લોહી વગેરેમાં જુગુપ્સા. ગુણીભૂતવ્યંગ્ય : જ્યાં વ્યંગ્યાર્થ કરતાં વાચ્યાર્થ વધારે ચમત્કારી, સુંદર હોય તે કાવ્યને “ગુણીભૂતવ્યંગ્ય’ કહે છે. તેના ઇતરાંગ વ્યંગ્ય વગેરે આઠ ભેદ માનવામાં આવ્યા છે. ૩/૩૪, ૩૫ માં ગુણીભૂત વ્યંગ્ય ને સમજાવવા ઉતાવળ્યસિધુ... ઈ. શ્લોક ઉદા. તરીકે આપવામાં આવ્યો છે. આ શ્લોકનો વાચ્યાર્થ સર્વથા અનુપપન્ન છે. તે વ્યંગ્ય અર્થને પ્રકાશિત કરે છે. વ્યંગ્યાર્થ, વાચ્યાર્થની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. તેથી અહીં “ગુણીભૂત વ્યંગ્ય છે. રસવત્ વગેરે અલંકારો પણ ગુણીભૂત વ્યંગ્ય’નાં ઉદા થશે. ૩/૩૬માં ઉદાત થયેલ શ્લોક સીરિતા. ઈ.” ગુણીભૂત વ્યંગ્ય’નું ઉદા છે. એ શ્લોકનો વ્યંગ્યાર્થ, સમુદ્રનું ત્રિભુવન-પ્રભુત્વ છે. “અહો' શબ્દ આશ્ચર્ય દર્શાવે છે. એ શબ્દને લીધે ગુણીભૂત વ્યંગ્ય’ થાય છે. સમાસોક્તિ આક્ષેપ, પર્યાયોક્ત વગેરે અલંકારોમાં ગૌણરીતે રહેલ વ્યંગ્ય અંશથી તેમનું સ્વરૂપ બને છે. તેથી તેમાં ગુણીભૂત વ્યંગ્ય છે. સ્વરની અમુક જાતની હલક, કાકુ કહેવાય છે. કાકુ ઉક્તિ હોય ત્યારે બે અર્યો હોય છે. બીજો વ્યંગ્યાર્થ જ્યારે ગૌણ હોય ત્યારે ગુણીભૂતવ્યંગ્ય થાય છે. અભિનવગુપ્ત મુજબ, જ્યાં જ્યાં ‘કાકુ હોય ત્યાં બધે જ “ગુણીભૂતવ્યંગ્ય હોય છે.” મમ્મટ વગેરે આચાર્યો મુજબ જો કાકુથી સમજાતો વ્યંગ્યાર્થ ગૌણ હોય ત્યાં ગુણીભૂતવ્યંગ્ય અને મુખ્ય હોય ત્યાં “ધ્વનિ’ ગણાય છે. શુદ્ધ ધ્વનિની જેમ ગુણીભૂતવ્યંગ્યના પણ ૩૫ પ્રકારો છે. ૧. નગીનદાસ પારેખ “અભિનવનો રસવિચાર' પૃ. ૧૭૫.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy