SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વસ્તુ, અલંકાર અને રસરૂપ પ્રતીયમાન અર્થનો સાર જેમાંથી ઝરે છે, એવી મહાકવિઓની વાણી તેમના અલોક સામાન્ય પ્રતિભા વિશેષને ઉજ્જવળ રૂપનેઅભિવ્યક્ત કરે છે. આ પ્રતીયમાન અર્થ વ્યાકરણ અને શબ્દકોશના જ્ઞાનથી જાણી શકાતો નથી. એ તો ક્ત કાવ્યર્થના તત્ત્વને જાણનારાઓ જ જાણી શકે છે. જેમ દીપશિખાની જરૂર દશ્ય જોવા માટે છે તેમ પ્રતીયમાન અર્થ માટે કવિએ વાચ્ય-વાચકનો આદર કરવો પડે છે. વાચ્યાર્થથી સંતોષ નહીં પામનારા સહૃદયોની તત્ત્વાર્યદર્શિની બુદ્ધિને પ્રતીયમાન અર્થ એકદમ સમજાય છે. ૮ફોટ સિદ્ધાન્ત પરથી ધ્વનિ ડો. એસ. કે. ડે લખે છે, “Taking their cue from this somewhat mystical conception (sphota theory), the Alamkarikas developed the idea of dhvani by analogy.”વૈયાકરણોના ફોટ સિદ્ધાંતમાં જુદા અર્થમાં પ્રયોજાયેલ 'ધ્વનિ' શબ્દ આલંકારિકોએ નવા અર્થ સાથે ધ્વનિ સિદ્ધાન્તમાં લીધો છે. વૃધે થિતઃ માં કહેલા વિદ્વાનો વૈયાકરણો જ છે. વ્યાકરણ બધી વિદ્યાઓનું મૂળ છે તેથી વૈયાકરણો પ્રથમ વિદ્વાન છે. પ્રથમે હિ વિક્રાંત वैयाकरणाः व्याकरणमूलत्वात् सर्वविद्यानाम् ।। ફોટવાદ વૈયાકરણોનો પ્રમુખ સિદ્ધાન્ત છે. ફોટ શબ્દની વ્યુત્પત્તિ “પુતિ અર્થ થાતું : wોટઃ | એ રીતે કરાય છે. અર્થાત્ જેનાથી અર્થની પ્રતીતિ થાય તેને સ્ફોટ કહે છે. આ ફોટ', પદસ્ફોટ, વર્ણસ્ફોટ, વાક્યસ્ફોટ વગેરે ભેદથી આઠ પ્રકારનો છે. પદસ્ફોટથી પદાર્થની (પદના અર્થની) અને વાક્યસ્ફોટથી વાક્યર્થની પ્રતીતિ થાય છે. સ્ફોટવાદીઓ માને છે કે આપણને શબ્દનો અર્થ સમજાય છે તે વર્ષોથી સમજાતો નથી. જો વર્ષોથી અર્થ સમજાતો હોય તો તો માણસે માણસે વણના ઉચ્ચાર જુદા થતા હોવાથી એકને એક શબ્દ જુદા જુદા માણસોના મુખે બોલાતાં તેના અર્થ જુદા જુદા થવા જોઈએ. પણ ખરું જોતાં એમ થતું નથી. ગમે તે માણસ ગમે તે રીતે ઘટ’, ‘કમલ’ શબ્દ બોલે એટલે આપણે તેનો એક જ અર્થ સમજીએ છીએ. વર્ણથી અર્થ સમજાતા હોય તો તે બે રીતે બની શકે. કાં તો પ્રત્યેક વર્ણ અલગ રીતે અર્થનો બોધ કરાવે અથવા બધા વર્ણો ભેગા થઈને અર્થનો ધોધ કરાવે. પણ એક વર્ણ આખા શબ્દના અર્થનો બોધ કરાવે છે એમ માનીએ તો બાકીના વર્ગો નિપ્રયોજન બની જાય; એટલે પહેલો વિકલ્પ નકામો છે બીજો વિકલ્પ પણ સંભવતો નથી. કારણ વર્ણ ક્ષણિક છે. એ તો સાંભળતાં વેંત જ 9. S. K. De, “Hist of SK. poetics”, p. 143.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy