SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વન્યાલોક લોપ પામે છે. એટલે વર્ષો ભેગા થાય જ શી રીતે ? કમલ શબ્દ ઉચ્ચારાય ત્યારે પહેલાં ‘ક’ સંભળાય છે. પણ એક ક્ષણમાં જ તેનો લોપ થાય છે. એટલે “મ” સંભળાય ત્યારે ‘ક’ હોય નહિ. પછી જ્યારે ‘લ બોલીએ ત્યારે “ક” અને “મ” હોતા નથી. તેથી ‘કમલ’ શબ્દ ત્રણ વર્ણો ભેગા થઈને અર્થનો બોધ કરાવી શકે એમ નથી. એટલે “ફોટ' નામની જુદી વસ્તુ માન્યા વગર છૂટકો નથી. એ સ્ફોટ, વર્ણથી ભિન્ન છે, અખંડ છે, વર્ણથી વ્યક્ત થાય છે અને અર્થની પ્રતીતિ કરાવે છે. તે વર્ણથી ભિન્ન છે. પણ વર્ગો મારફતે એ વ્યક્ત થાય છે. એ વર્ગો મારફતે સ્કૂટ થાય છે માટે એ સ્ફોટ કહેવાય છે. અને એ સ્ફોટમાંથી અર્થ સમજાય છે માટે પણ એને સ્ફોટ કહે છે. વર્ગો સ્ફોટને શી રીતે પ્રગટ કરે છે, એ બાબતમાં સ્ફોટવાદીઓનું કહેવું એવું છે કે સ્ફોટ તો અખંડ અને નિત્ય છે. જેમ જેમ વર્ષે બોલાતા જાય છે તેમ તેમ તે ઉત્તરોત્તર ફુટ થતો જાય છે. પહેલો વર્ણ, સ્ફોટને સહેજ સ્કુટ કરે છે. બીજો વર્ણ તેથી વધુ સ્કુટ કરે છે અને જ્યારે છેલ્લો વર્ણ ઉચ્ચારાય છે ત્યારે આગલા વર્ષોએ ચિત્તમાં મૂકેલા સંસ્કાર સાથે ભળીને તે આખા અખંડ સ્ફોટને સ્કુટ કરે છે. અને પછી એ ફોટ અર્થનો બોધ કરાવે છે. અશ્વ અને તુરગ બંનેનો અર્થ એક છે પણ શબ્દો જુદા હોઈ બંનેના ફોટ જુદા છે. અને તે દરેક પોતાના અર્થ (ઘોડો) નો બોધ કરાવે છે. પદની પેઠેજ વાક્યનો પણ સ્ફોટ હોય છે અને તે પણ એક પછી એક ઉચ્ચારાતાં પદોથી ઉત્તરોત્તર ફુટ થઈ છેલ્લું પદ સંભળાતાં તે પહેલાંનાં પદોના સંસ્કાર સાથે ભળી જતાં પૂરેપૂરો વ્યક્ત થાય છે અને વાક્યના અર્થને વ્યક્ત કરે છે. શબ્દના વર્ગો અથવા વાક્યનાં પદો અવ્યવહિત રીતે અર્થાત્ વચ્ચે સમયનો ગાળો પડ્યા વગર, કાને પડવાં જોઈએ. સ્ફોટ અખંડ છે એટલે તેના ટુકડા પડે જ નહિ તેથી પદનો ક્રમ બદલાતો નથી, ગમનનું મગન થઈ જતું નથી. વાવરૂત્ય વિશ્વકોશમાં સ્ફોટની સમજુતી આ રીતે આપી છે.” વળતિનિ: पूर्वपूर्ववर्णानुभवसहितचरम-वर्णानुभव-व्यङ्ग्यः अर्थप्रत्यायकः अखण्ड: शब्दभेदः । ફોટવાદીઓનો અભિપ્રાય એ છે કે પૂર્વ પૂર્વ વર્ણના અનુભવથી એક પ્રકારનો સંસ્કાર ઉત્પન્ન થાય છે. એ સંસ્કારના સહકારથી અત્યવર્ણ, કાનથી તિરોભુત વર્ણોને પણ ગ્રહણ કરનારી એક માનસિક પદની પ્રતીતિ ઉત્પન્ન થાય છે. સાંભળનારને અર્થની પ્રતીતિ આ ‘પદસ્ફોટ’ની દ્વારા જ થાય છે. શ્રોત્રથી ગ્રહણ કરાતા શબ્દ યા ધ્વનિથી નહીં. એ રીતે પૂર્વ પૂર્વનાં પદના અનુભવથી જન્મેલ સંસ્કાર સાથેના અન્ય પદના શ્રવણથી સદસદ્ અનેક પદમાં અવગાહન કરનારી માનસિક વાક્ય પ્રતીતિ થાય છે તેને વાક્યસ્ફોટ કહે છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy