SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વન્યાલોક ૭. પ્રતીયમાન અર્થ प्रतीयमानं पुनरन्यदेव वस्त्वस्ति वाणीषु महाकवीनाम् । यत्तत्प्रसिद्धावयवातिरिक्तं विभाति लावण्यमिवाङ्गनासु ॥ (ध्व. १/४.) કાવ્યનો સૂચવાયેલો અર્થ (suggested sense) વ્યંગ્યાર્થ કહેવાય છે. પ્રતીયમાન અર્થ, વ્યંગ્યાર્યનો પર્યાય છે. આ અર્થ પ્રતીતિ ગમ્ય હોય છે તેથી તેનેવ્યંગ્યાર્થને-પ્રતીયમાન કહે છે. પ્રતીયમાન અર્થ વ્યંજના વ્યાપાર (વૃત્તિ, શક્તિ) દ્વારા સમજાય છે. “વ્યંજના એ કવિપ્રતિભાની એક વિલક્ષણ શક્તિ અને સમૃદ્ધિ છે.'' “કવિએ વાસ્તવિક જીવનના દર્શનમાંથી લીધેલ ઘટના, ચિત્રો વગેરે પર પોતાના હૃદયના ભાવ તથા કલ્પનાનો જે ચળકાટ મઢયો છે અને અવનવી આકૃતિઓ સરજી છે, તેની વ્યંજના સહૃદય વાચકે અનુભવવાની છે.' કાવ્ય કવિકર્મ છે. કવિથી આરંભ થનાર અને રસિકના રસાસ્વાદમાં પર્યવસિત થનારો તે એક વ્યાપાર (activity) છે. કાવ્યમાં રહેલ પ્રતીયમાન અર્થ, સદયવાચકને કાવ્યાનંદ આપે છે. કારિકા-૪ની અભ્યાસનોધમાં નિર્દેશ્યા પ્રમાણે (આજ પુસ્તકમાં) પ્રતીયમાન અર્થ અંગનાઓના લાવણ્યની જેમ મહાકવિઓના કાવ્યમાંથી ફુરતું કોઈક જુદું જ તત્ત્વ છે. એક વિદ્વાનના જણાવ્યા મુજબ પ્રતીયમાન અર્થ એવા સૂર્યપ્રકાશના સૌંદર્ય જેવો છે. જે સાત રંગમાં વિકીર્ણ થાય છે. કાવ્યાભિવ્યક્તિનો સાર, તેના (પ્રતીયમાન અર્થના) પ્રસારણ અને છંટકાવમાં પડેલો છે.'' ડો. રેવાપ્રસાદ દ્વિવેદીના શબ્દોમાં જોઈએ તો “વાચ્ય (વાચ્યાર્થ) ધર્મી છે અને પ્રતીયમાન ધર્મ, વાચ્ય અલંકાર છે અને પ્રતીયમાન અલંકાર્ય, વાચ્ય હેતુ છે અને પ્રતીયમાન સાધ્ય, વાચ્ય શરીર છે અને પ્રતીયમાન પુરુષાર્થ તથા વાચ્ય વીણા છે અને પ્રતીયમાન સ્વર. નિશ્ચિત જ વાચ્યની ઉપાદેયતા પ્રતીયમાન વિના સંભવ નથી.” પ્રતીય માન-વ્યંગ્ય તરીકે આવેલ-રસ જ કાવ્યનો આત્મા છે એ સમજાવવા ‘કૌચ યુગલના વિયોગથી ઉત્પન્ન આદિકવિ વાલ્મીકિનો શોક કાવ્યરૂપમાં પરિણત થયો, એ ઉદાહરણ આપ્યું છે. ૧. ડૉ. રમેશ બેટાઈ-“ધ્વનિ અને પાશ્ચાત્યચિંતન' પૃ. ૪૬. ૨. એજન. પૃ. ૧૨. ૩, ગ. ચં. દેશપાંડે-ભારતીય સાહિત્યશાસ્ત્ર (હિન્દી) પૃ ૧૨૧. 8: " M apef- it is like the beauty of the sunlight which bursts into seven colours....the essence of poetic expression lies in its spreading and spraying. It is in this spreading, spraying or to vary the metaphor resonating- 6444- that poetic expression lives, moves and **** has its being." Hanumantray. Preface 'Dhvani and its critics' p. 2. ૧. T. ATMe 2િ
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy