SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વ્યસભા ધ્વનિ | ના બે અર્થ કરવામાં આવે છે. (૧) રસધ્વનિ કાવ્યનો આત્મા છે. (૨) ધ્વનન (વ્યંજના) વ્યાપાર જ કાવ્યગત શબ્દાર્થોનો આત્મા છે. તેમાં રસનું કાવ્યાત્મકત્વ બધા સાહિત્ય પંડિતોને સ્વીકાર્ય થયું. પણ ધ્વનન વ્યાપારના વિષયમાં પંડિતોમાં મતભેદ રહ્યો. આ મતભેદોથી જ ધ્વનિ વિરોધકનો ઉદય થયો અને કાવ્યચર્ચાની રૂખ બદલાઈ ગઈ. ધ્વનિનો વિરોધી પણ કેવળ એટલું જ કહે છે કે વ્યંજના વ્યાપારની સ્વતંત્ર સત્તા માનવાનું કોઈ પ્રયોજન નથી. વ્યંજનાનો અંતર્ભાવ અભિધા, લક્ષણા, તાત્પર્ય યા અનુમાનમાં જ થાય છે. મમ્મટાચાર્ય પછી ધ્વનિનો વિરોધ ઓછો થઈ ગયો છે. જયરયે ધ્વનિના વિરોધીઓ વિષે આ બે શ્લોકોમાં સંક્ષેપમાં કહ્યું છે. तात्पर्यशक्तिरभिधा लक्षणानुमिती द्विधा । अर्थापत्तिः क्वचित्तन्त्रं समासोक्त्याद्यलंकृतिः ।। रसस्य कार्यता भोगः व्यापारान्तर बाधनम् । द्वादशेत्थं ध्वनेरस्य स्थिता विप्रतिपत्तयः ।। જયરથ જણાવે છે કે ધ્વનિના વિરોધમાં કુલ બાર મત હતા. (૧) મીમાંસકોનું કથન હતું કે ધ્વનિ અથવા વ્યંજનારૂપ પૃથક વ્યાપાર માનવાની કોઈ આવશ્યકતા નથી. ધ્વનિનો અંતર્ભાવ તાત્પર્યશક્તિમાં થાય છે. (૨) કોઈ મીમાંસક એવા હતા કે “યત્વ: રાઃ શબ્દાર્થ ' આ ન્યાયે, ધ્વનિનો સમાવેશ અભિધામાં કરતા હતા. (૩ અને ૪) લક્ષણાવાદી ધ્વનિનો સમાવેશ લક્ષણામાં માનતા હતા. (૫ અને ૬) નૈયાયિક, જે ધ્વનિનો સમાવેશ બે પ્રકારનાં અનુમાનમાં માનતા હતા. (૭) સાહિત્ય વિમર્શક, કે જે ધ્વનિને તંત્રનો જ એક પ્રકાર કહેતા હતા. (બન્ને અર્થોમાં બોલવાનો એક પ્રકાર). (૮) એવા વિમર્શક જેના મત અનુસાર ધ્વનિનો સમાવેશ અર્વાપત્તિમાં છે. (૯) આલંકારિક-જે સમાસોક્તિ, પર્યાયોક્ત વગેરે અલંકારમાં જ ધ્વનિનો સમાવેશ કરે છે. (૧૦) પ્રાચીન કાવ્યશાસ્ત્રી, લોલટ તથા તેમના અનુયાયી,જેમની માન્યતા હતી કે રસ વિભાવાદિનું કાર્ય છે. (૧૧) ભટ્ટનાયક તથા તેમના અનુયાયી તેમનો વિચાર હતો કે રસ ધ્વનિત નથી થતો પણ ભોગીકરણ રૂપ વ્યાપાર દ્વારા તેનો અનુભવ કરાય છે. (૧૨) ધ્વનિ અનિર્વાચ્ય છે. આ વિચારનો એક પક્ષ જે વ્યાપારીત્તેરવાધનમ્” માં માને છે. -- ૧. . ચં. દેશપાંડે ભારતીય સાહિત્ય પૃ. ૨૨૭, ૨૨૬, ૧૪૮, ૧૨, ૩૫૪, રે૧૧.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy