SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ખ્યાલોક અમૃતરસ પીવામાં કેવી તૃપ્તિ થાય છે તે જાણ્યું.' અહીં કોપ અને પ્રસાદની સંધિ ચમત્કારનું કારણ છે. ભાવશખલતા–લોચનકારે નીચેનો શ્લોક આ પ્રકારના ધ્વનિના ઉદાહરણ તરીકે આપ્યો છે. क्वाकार्यं शशलक्ष्मणः क्व च कुलं भूयोऽपि दृश्येत सा दोषाणां प्रशमाय नः श्रुतमहो कोपेऽपि कान्तं मुखम् । किं वक्ष्यन्त्यपकल्मषाः कृतधियः स्वप्नेऽपि सा दुर्लभा चेतः स्वास्थ्यमुपैहि कः खलु युवा धन्योऽधरं धास्यति ॥ અર્થાત્ “ક્યાં આ અનુચિત કાર્ય અને ક્યાં ચંદ્રવંશ ! એ ફરી જોવા મળે ખરી ! અમારું જ્ઞાન તો દોષની શાંતિ માટે છે; અહો કોપમાં પણ તેનું મુખ કેવું કાંતિમાન લાગે છે ! પુણ્યશાળી ધીર પુરુષો શું કહેશે ? સ્વપ્ને પણ એ મળવી મુશ્કેલ છે. હે મન, ધીરું થા. કયો ભાગ્યશાળી યુવાન એ અધરપાન કરી શકશે ?’’ આ શ્લોક ‘વિક્રમોર્વશીયમ્' અંક-૪માં શ્લોક ૩૩ અને ૩૪ વચ્ચે કેટલીક હસ્તપ્રતોમાં છે એમ શ્રી એમ. આર. કાલે (૧૯૩૨ની આવૃત્તિ-પૃ. ૧૦૮ પાદટીપ) માં કહે છે. ઉર્વશીને જોઈને પુરૂરવાની આ ઉક્તિ છે. આ શ્લોકમાં એક એક વાકચથી અનુક્રમે આ પ્રમાણેના ભાવ વ્યક્ત થાય છે. વિતર્ક, ઔત્સુકચ, મતિ, સ્મરણ, શંકા, દૈન્ય, ધૃતિ, ચિંતા. આ ભાવો એક જ કાવ્યમાં સાથે હોવાથી આનંદદાયક છે. (vi) રસાતિર્થો દિ સહેવ... | સ+વ-દેવ પાઠ લોચનનો છે, જે યોગ્ય છે. નિર્ણયસાગરની આવૃત્તિમાં સહેવ-સદ્દ+વ પાઠ છે તે બરાબર નથી. અભિનવગુપ્ત લખે છે-‘“ સ્વ રાજ્યેન અસંક્ષ્યિતા વિદ્યમાનત્વેઽપિ મઢ્ય વ્યાાતા | વાચ્ય અને રસાદિ વ્યંગ્યની પ્રતીતિમાં ક્રમ હોવા છતાં પણ ઝડપને લીધે તે પ્રતીત થતો નથી. આ અસંલક્ષ્યતા ડ્વ શબ્દથી સૂચવાયેલ છે. કારિકા-૪ અને વૃત્તિ : પ્રથમ ઉદ્યોતમાં એ દર્શાવ્યું હતું કે ‘સમાસોક્તિ’ વગેરે સાત અલંકારોમાં વસ્તુધ્વનિનો સમાવેશ થઈ શકતો નથી, હવે બતાવે છે કે ‘રસવત્’ વગેરે અલંકારોમાં રસાદિ ધ્વનિનો અંતર્ભાવ થઈ શકતો નથી. ‘રસવત્’ ઇત્યાદિ અલંકારોમાં પણ રસ ઇત્યાદિની અભિવ્યક્તિ થાય છે એ ખરું. પણ તેમાં રસ આદિની સ્થિતિ ‘ઉપમા’ આદિ અલંકારો કરતાં વધુ સારી નથી. જે રીતે ‘ઉપમા’ વગેરે અલંકાર બીજાં તત્ત્વને અલંકૃત કરી આનંદ-સાધનામાં કારણ બને છે તેવી રીતે રસ વગેરે પણ આનંદ સાધનામાં પરમુખાપેક્ષી જ હોય છે. એથી વિપરીત જ્યાં આનંદ-સાધના જ મુખ્ય હોય છે, પાઠક આસ્વાદનમાં તન્મય થઈ જાય છે અને અલંકાર, શબ્દ, અર્થ, ગુણ, રીતિ વગેરે કાવ્યનાં બધાં તત્ત્વ તે આનંદના સાધનના
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy