SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૨/૩) ઉપર્યુક્ત શ્લોકમાં ગુરુકન્યાવિષયક રતિનું વર્ણન છે. તે અનુચિત પ્રવૃત્તિ હોવાથી ‘ભાવાભાસ' છે. (v) ભાવશાંતિ, ભાવોદય ભાવસંધિ અને ભાવથબલતા- ભાવધ્વનિ વગેરે રસધ્વનિના જ નાના નાના પ્રવાહો છે. જ્યાં રસનો કોઈ અંશ પ્રધાનરૂપથી પ્રયોજક હોય ત્યાં અલગ રૂપમાં તે અંશના નામ પર ધ્વનિની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યાં કોઈના મનમાં ભાવ ઊઠયો એવું વર્ણન હોય તો ‘ભાવોદય’ કહેવાય. અમુક ભાવનો ઉદય થયા પછી તેની શાંતિ થાય છે એવું વર્ણન હોય તો ત્યાં ‘ભાવશાન્તિ’ કે ‘ભાવપ્રશમ કહેવાય છે. બે ભાવોનું મિશ્રણ હોય એવા વર્ણન પ્રસંગે ‘ભાવસંધિ કહેવાય છે. જ્યાં અનેક ભાવોનું મિશ્રણ હોય ત્યાં ‘ભાવશબલ કહેવાય છે. ‘લોચન'માં આપેલું ‘ભાવોદય’નું ઉદાહરણ याते गोत्रविपर्यये श्रुतिपथं शय्यामनुप्राप्तया निया॑तं परिवर्तनं पुनरपि प्रारब्धुमङ्गीकृतम् । भूयस्तत्प्रकृतं कृतं च शिथिलक्षिप्तैकदोर्लेखया तन्वङ्ग्या न तु पारित: स्तनभरः क्रष्टुं प्रियस्योरसः ॥ અર્થાત્ શય્યા પર આવેલી કૃશાંગીએ, ગોત્ર વિપર્યય કરી દેવાથી (પ્રિયે બીજી નાયિકાનું નામ બોલવાથી) વિચાર્યું કે પડખું ફેરવી દઉં પડખું બદલવાનો પ્રયત્ન ર્યો, એક હાથને શિથિલ કરી આઘો ખસેડ્યો પણ પ્રિયની છાતી પરથી પોતાના સ્તનનો ભાર ખેંચી ન શકી.' અહીં પ્રણયકોપનો ઉદય થઈ રહ્યો હતો પણ સમર્થ ન થઈ શકી' કહીને તેનું નિરાકરણ કરી દીધું છે, આ રીતે ઉદયાવસ્થામાં રહેલ પ્રણયકોપ જ અહીં આસ્વાદ્ય છે. ભાવશાંતિ (યાને ભાવપ્રશમ)નું લોચનમાં આપેલ ઉદા. “મિન શયને પશુઉતર્યો... ઈ.' શ્રી કે. હ. ધ્રુવે તેનો અનુવાદ આ પ્રમાણે આપ્યો છે. હૈયું તલ્પી રહ્યું છતાં પણ કયમે મિથ્યા રહી માનમાં, પોઢ્યાં પંઠ કરીજ એક શયને નૂરી કરી મૌન ત્યાં; હેજે એક બીજાની ધીરી તિરછી કરે મળી દ્રષ્ટ જ્યાં, ગાઢું નાડું જ રૂસણું-હસી કઈ બન્નેય ભેટી પડ્યાં. (ડોલરરાય માંકડની આવૃત્તિ પૃ. ૨૩૪) અહીં ઈર્ષ્યા અને રોષનો પ્રશમ આસ્વાદમાં કારણ છે. ભાવસંધિ-ક્યાંક બે વ્યભિચારિભાવોની સંધિ પણ રસની ચર્વણામાં કારણ હોય છે. ઉદા. ईर्ष्याश्रुशोभिताया मुखं चुम्बितं येन । अमृतरसनिगरणानां तृप्तिआता तेन ॥ - - (‘લોચન'માં ઉદ્ભૂત ગાથાની છાયા) ‘ઈર્ષાનાં આંસુઓથી શોભિત નાયિકાના મુખનું જેણે ચુંબન કર્યું તેણે જ
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy