SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ દવન્યાલોક કયારેક ચમત્કાર ‘વિભાવ’ અને ‘અનુભાવને કારણે પણ જોઈ શકાય છે. એથી ‘ભાવ ધ્વનિ'ની જેમ ‘વિભાવધ્વનિ’ અને ‘અનુભવધ્વનિ'નું નિરૂપણ કેમ ન થાય એવો પ્રશ્ન થઈ શકે તેનો જવાબ લોચનકાર એ રીતે આપે છે કે ‘વિભાવ અને “અનુભવ” હંમેશાં શબ્દવાચ્ય જ હોય છે, ક્યારેય વ્યંગ્ય હોતા નથી. અને જો તે વ્યંગ્ય થતા હોય તો તે વસ્તુધ્વનિ'માં ગણાય છે, “ભાવધ્વનિ'માં નહીં. (iv) રસાભાસ ને ભાવાભાસ : મનોવિત્યપ્રવર્તિતા સા સામાસ: | અને મનોવિત્યપ્રવર્તિતા માવા માવામા- અર્થાત્ અનુચિત રૂપથી વર્ણિત ‘રસ', રસાભાસી છે અને અનુચિત રૂપથી વર્ણિત ભાવ’ ‘ભાવાભાસ' છે. “રસાભાસનું ઉદાહરણ રાવણકાવ્યમાં વર્ણવાયેલો રાવણનો સીતા પ્રત્યેનો પ્રેમ “શુકારરસાભાસી છે. ઉદા. (લોચનમાં ઉધૃત) दूराकर्षणमोहमन्त्र इव मे तन्नाम्नि याते श्रुतिम् चेतः कालकलामपि प्रकुरुते नावस्थितिं तां विना । एतैराकुलितस्य विक्षतरतेरङ्गैरनङ्गातुरैः સમ્પત કર્થ તરિલુમતર વેજિ અમદF I અર્થાત્ “દૂરથી આકર્ષણ કરનાર મોહમંત્રના જેવું તેનું નામ જ્યારથી મારે કાને પડ્યું છે ત્યારથી મારું ચિત્ત એક ક્ષણ પણ તેના વિના સ્થિર રહેતું નથી. બીજા વિષયોમાંથી મારી રુચિ મરી ગઈ છે. હું વિદ્ગલ બની ગયો છું. મારું આ અનંગાતુર અંગો વડે હું તેને પ્રાપ્ત કરવાનું સુખ કેવી રીતે મેળવી શકું એ મને સ્પષ્ટ સમજાતું નથી.'' અહીં રાવણની સીતા પ્રત્યેની રતિ વ્યંજિત થાય છે. સીતાને રાવણ પ્રત્યે પ્રેમ નથી તેથી રાવણનો પ્રેમ એકપક્ષી છે તેથી અનુચિત હોઈ ‘રસાભાસનું આ ઉદાહરણ છે. પશુ-પક્ષીઓના શૃંગારનું વર્ણન જ્યાં હોય ત્યાં પણ “રસાભાસ થાય છે. દીધિતિ'ટીકામાં કાલિદાસના કુમારસંભવમ્ સર્ગ-૩માંથી આ શ્લોક રસાભાસના ઉદાહરણ તરીકે આપવામાં આવેલ છે. मधु द्विरेफः कुसुमैकपात्रे पपौ प्रियां स्वामनुवर्तमानः । शृङ्गेण च स्पर्शनिमीलिताक्षीं मृगीमकण्डूयत कृष्णसारः ॥ ३/३६ દીધિતિ ટીકામાં જગન્નાથ પંડિતના ભામિનીવિલાસનો આ શ્લોક ભાવાભાસ'ના ઉદાહરણ તરીકે આપ્યો છે. सर्वेऽपि विस्मृतिपथं विषयाः प्रयाता विद्याऽपि खेदकलिता विमुखीबभूव । सा केवलं हरिणशावकलोचना मे નવાપતિ હયાધિવતેવા કરુણવિલાસ
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy