SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસનોધ (ઉ. ૧/૭,૮,૯) આચાર્ય વિશ્વેશ્વરે (પૃ. ૩૨) “સંગીતરત્નાકર’માંથી શ્લોકો ઉદ્દધૃત કરી આ શબ્દોને સમજાવ્યા છે. प्रथमश्रवणाच्छब्दः श्रूयते ह्रस्वमात्रकः । स श्रुति सम्परिज्ञेया स्वरावयवलक्षणा ॥ श्रुत्यन्तरभावी यः स्निग्धोऽनुकरणात्मकः । સ્વતો રફથતિ શ્રોતશ્ચિત્ત ક્ષ સ્વર | ઇત્યાદિ. કારિકા-૮ અને વૃત્તિ પ્રત્યમયી . બરાબર ઓળખી લેવા જોઈએ. આચાર્ય વિશ્વેશ્વરે (પૃ. ૩૩) પ્રજ્ઞા શબ્દને ન્યાય-વૈશેષિક દર્શનના પારિભાષિક શબ્દ તરીકે સમજાવ્યો છે. તત્તાન્તા-મવાદિની પ્રતિતિ પ્રત્યમજ્ઞા | તાર તદ્દેશ અને અને તત્કાળ સંબંધ અર્થાત્ પૂર્વદેશ અને પૂર્વકાળ સંબંધ ન્તા= એતદ્ દેશ અને એતત્કાળ સંબંધ. ઉદા. સઃ મયમ સેવકતા તે આ દેવદત્તા છે કે જેને મેં કાશીમાં જોયો હતો, આ પ્રત્યભિજ્ઞાનું ઉદાહરણ છે. પરિચિત વસ્તુ ફરી જોઈએ ત્યારે અગાઉની વિશિષ્ટતા સાથેની તેની પ્રતીતિ “પ્રત્યભિજ્ઞા કહેવાય છે. “પ્રત્યભિજ્ઞાને સમજાવવા અભિનવગુપ્ત પોતાના પરમગુરુ ઉત્પલપાદાચાર્ય નો એક શ્લોક “સૈર્તણુપત્તેિ ... ઈ.” ઉદ્ધત કરે છે. ઉત્પલપાડાચાર્ય પ્રત્યભિજ્ઞા શૈવ દર્શનના આચાર્ય હતા. શ્લોકમાં પ્રત્યભિજ્ઞાને ઉદાહરણ સહિત સમજાવવામાં આવેલ છે. “જે રીતે અનેક કામનાઓ અને પ્રાર્થનાઓથી પ્રાપ્ત થયો હોય તથા રમણીની પાસે રહ્યો હોય પણ જ્યાં સુધી તે પોતાના પતિને પતિના રૂપમાં જાણતી નથી ત્યાંસુધી અન્ય પુરુષોની સમાન હોવાથી તે તેના સહવાસનું સુખ પ્રાપ્ત કરી શકતી નથી. તેવી રીતે પરમાત્મા સમસ્ત સંસારના આત્મભૂત હોવા છતાં પણ જ્યાં સુધી આપણે તેમને ઓળખીએ નહીં ત્યાં સુધી તેના આનંદનો અનુભવ કરી શકતા નથી. તેથી ઈશ્વરને ઓળખી શકાય તે માટે આ પ્રત્યભિજ્ઞા દર્શન રચવામાં આવ્યું છે. શબ્દોમાં વિશિષ્ટ અર્થનું સૂચન કરવાની શક્તિ રહેલી હોય છે. એ ભાષા બોલનાર લોકોને તેના અર્થની ખબર હોય છે. કાવ્યમાં યોગ્ય શબ્દો શોધી કાઢવા અને તેનો પરિચય કેળવવો એ મહાકવિનું કામ છે. કવિની પાસે શબ્દો આપોઆપ આવતા હોય છે. યોગ્ય સ્થાને યોગ્ય શબ્દ મૂકવાથી કવિને કાવ્યરચવાનો આનંદ મળે છે. કારિકા-૯ અને વૃત્તિ ઃ (i) ૩૫ચતયા- ઉપાય હોવાને લીધે. વ્યંગ્યનું પ્રાધાન્ય હોવા છતાં વાચ્યવાચકભાવને શા માટે સ્વીકારવો ? વાચ્ય-વાચક ભાવનો પ્રથમ સ્વીકાર તો, કેવળ ઉપાય રૂપ હોવાને કારણે કરવામાં આવે છે. પ્રાધાન્ય તો વ્યંગ્ય અને વ્યંજકનું છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy