SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ ધ્વન્યાલોક (ii) મનોજ = પ્રકાશ. પણ અભિનવગુપ્તે માતાોનમ્ આતો | કહી શબ્દ સમજાવ્યો છે. વનિતા વદન, અરવિન્દ વગેરે પદાર્થોને જોવા, તેમનું અવલોક્ન અર્થાત્ ચાક્ષુષ જ્ઞાનને ‘આલોક’ કહે છે. (iii) મનુષ્ય કોઈ વસ્તુ જોવા ઇચ્છતો હોય તેમાં દીપશિખા ઉપાય હોવાથી, પહેલાં તેના માટે પ્રયત્ન કરવો પડે છે. તેના વગર કંઈ દેખાતું નથી. વ્યંગ્ય અર્થ મેળવવાનું લક્ષ્ય હોવા છતાં પ્રયત્ન વાચ્યાર્થ માટે કરવો પડે છે. કારિકા-૧૦ અને વૃત્તિ: પવાર્યદ્વારેળ વાળ્યાવામઃ । પદના અર્થદ્વારા, વાચના અર્થની પ્રાપ્તિ. નગીનદાસ પારેખ (પૃ. ૨૪) યોગ્ય રીતે સમજાવે છે તેમ, “અહીં વ્યંગ્યાર્થના પ્રાધાન્યનો બે દૃષ્ટિએ વિચાર ર્યો છે. કવિની અને ભાવકની.’’કવિ વ્યંગ્યાર્થનું અવગમન કરાવવા ઇચ્છે છે. પહેલાં તેણે વાચ્યાર્થ માટે મથવું પડે છે. વ્યંગ્યાર્થનો બોધ વાચ્યાર્થ મારફતે કરાવી શકાય છે. ભાવકે પણ પહેલાં વાચ્યાર્થ સમજવો પડે છે. વાચ્યાર્થ દ્વારા જ વ્યંગ્યાર્થને પામી શકાય છે. કોઈપણ ભાષાનો શરૂઆતનો અભ્યાસી હોય તો તેને પહેલાં પદનો અર્થ સમજવો પડે પછી વાકચાર્થ સમજાય. પણ જેનો ભાષા પર આધિકાર છે, જે સહૃદય છે તે જલ્દી અર્થ સમજી જાય છે. તે પણ પદાર્થ ગ્રહણપૂર્વક જ વાકચાર્ય ગ્રહણ કરે છે તે એટલી ઝડપથી થઈ જાય છે કે ત્યાં ક્રમ અનુભવાતો નથી. ઉત્પતાતપત્રવ્યતિમવળાપવાન સંજ્ઞક્ષ્યતે । જેમ કમળની ઘણી પાંખડીઓ રાખી તેમાં સોય પરોવવામાં આવે તો તે એક એક ક્રમથી જ પાંખડીઓને ભેદશે પણ ઝડપને લીધે ક્રમ લક્ષિત નહીં થાય. અધિકારી અને સહૃદયી ભાવક ઝડપથી પદાર્થ-વાચ્યાર્થ અને તે પરથી વ્યંગ્યાર્થ સુધી પહોંચી જાય છે. જ કારિકા-૧૧ અને વૃત્તિ : સ્વસામર્થ્યવોન- પોતાના સામર્થ્યથી. પદાર્થ-પદના અર્થ-ના સામર્થ્યથીનો અભિપ્રાય આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિથી છે. કારિકા-૧૨ અને વૃત્તિ : જ્ઞાતિ વ્- ઝટ, એકદમ જ. વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થની પ્રતીતિમાં ક્રમ અવશ્ય રહે છે પણ તે લક્ષિત નથી થતો. તેથી રસાદિ રૂપ ધ્વનિ અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય ધ્વનિ છે. કારિકા-૧૩ અને વૃત્તિ : ૧૩.૧ (i) વ્યઙ્ગઃ । દ્વિવચનનું રૂપ છે. તે સૂચવે છે કે વ્યન્ગ્યુ અર્થની અભિવ્યક્તિમાં શબ્દ અને અર્થ બન્ને કારણ છે. એક મુખ્ય અને બીજું સહકારી. ‘યત્રાર્થઃ શબ્દો વા’ માં ‘વા’ પદ, વિકલ્પ બતાવે છે. શબ્દ અને અર્થના પ્રાધાન્યને અનુલક્ષીને અહીં ‘વા’- અથવા- – સમજવાનું છે. વ્યંગ્યની અભિવ્યક્તિમાં બન્નેશબ્દ અને અર્થ-કારણ હોવા છતાં પ્રાધાન્ય બેમાંથી એકનું હોય છે. તેથી શાબ્દી અને આર્થી એમ બે પ્રકારની વ્યંજના માનવામાં આવી છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy