SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ધ્વન્યાલોક (v) દિત્રા: પદ્મા વા મહાજ્વયઃ | બે-ત્રણ કે પાંચ-છ મહાકવિઓ. આનંદવર્ધનનો રાજશેખર પર તેમના નીચેના શ્લોકમાં પ્રભાવ જોઈ શકાય છે. मुक्तके कवयोऽनन्ताः प्रबन्धे कवयः शतम् । महाप्रबन्धे तु कविरेको द्वौ यदि वा त्रयः ॥ કારિકા-૭ અને વૃત્તિ : (i) આ કારિકામાં એ બતાવવામાં આવે છે કે વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થની ગ્રાહક સામગ્રીમાં પણ ભેદ હોય છે. જેવી રીતે વાચ્યાર્થની પ્રતીતિ વ્યાકરણશાસ્ત્ર, 'કોશ વગેરેના જ્ઞાનથી થાય છે તેવી રીતે જ વ્યંગ્યાર્થ જાણી શકાતો નથી. વાચ્યાર્થ શબ્દશાસ્ત્ર અને અર્થનાં શાસ્ત્રથી જાણી તો લેવો પડે છે કેમ કે તે જાણ્યા વગર અંગ્યાર્થ સુધી પહોંચી શકાતું નથી. પણ કેવળ વાચ્યાર્થ જાણવાથી વ્યંગ્યાર્થની પ્રતીતિ થતી નથી. તે સમજાય તે માટે કાવ્યતત્ત્વવેત્તા હોવું જરૂરી છે, સહૃદય હોવું જરૂરી છે. (ii) વિશ્વનાયે સાહિત્યદર્પણમાં (૫/૨) નીચેની કારિકામાં વાચ્ય અને વ્યંગ્યના ભેદક તત્ત્વો ગણાવ્યાં છે. ‘“વોદ્ધસ્વરૂપસંધ્યા .....ઈ.’’ જેનો નિર્દેશ કા૪ની ચર્ચામાં કર્યો જ છે. જ (iii) અમ્રીતાનાÇ- ઉત્કૃષ્ટ ગાનવિદ્યાના અનભ્યાસી. અહીં પ્રશીતાનામ્ એવો પાઠભેડ પણ છે. જેનો અર્થ “જેમણે ગાવાનું હમણાં શરૂ કરેલ છે તેવા.’· બન્ને પાઠનો અર્થ ‘સંગીતના નવા નિશાળીઆ’– એમ લગભગ સરખો છે. (iv) સ્વર-શ્રુતિ-આવિ તક્ષળમ્ વ... સંગીતશાસ્ત્રના આ પારિભાષિક શબ્દો છે. સંગીતના ગ્રંથોમાં તેની વિસ્તૃત માહિતી મળે છે. ડૉ. રામસાગર ત્રિપાઠીએ (પૃ. ૧૫૯) આ પ્રમાણે સમજાવેલ છે. ‘‘પ્રાણવાયુ અને શરીરાગ્નિના સંયોગથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને નાદ કહે છે. આ નાદ વિભિન્ન નાડીઓથી વ્યક્ત થાય છે. નાડીભેદથી તેના ૨૨ પ્રકાર છે. આ પ્રકારોને ‘શ્રુતિ’ કહે છે. આ શ્રુતિઓથી ૭ સ્વર ઉત્પન્ન થાય છે. ષડ્જ, ઋષભ, ગાન્ધાર, મધ્યમ, પંચમ, થૈવત અને નિષાદ. તેને સંક્ષેપમાં ‘સારેગમપધની’ કહે છે. શ્રુતિઓ પરસ્પર ભેદ કરનારી હોય છે. તેનું પરિમાણ તે હોય છે જેટલા કાલાંશમાં તેનું ઉચ્ચારણ થાય છે. એ સ્વરોમાં પણ વ્યક્ત થાય છે. અને સ્વરોના મધ્યભાગમાં પણ વ્યક્ત થાય છે. જો સમસ્ત સ્વર પૃથક્ હોય તો તેનાથી પૂર્ણતઃ અનુરંજન થઈ શકતું નથી. તેથી તેના સમૂહની કલ્પના કરવામાં આવી છે. સ્વર સમૂહને ‘ગ્રામ’ કહે છે. ગ્રામના બે પ્રકાર છે-ષડ્વગ્રામ અને મધ્યમગ્રામ. આ ‘ગ્રામ ૨૨ શ્રુતિઓથી બને છેં. તેની ૨૧ મૂર્ખનાઓ હોય છે. આ ગ્રામોના મેળથી ૧૮ જાતિઓ ઉત્પન્ન થાય છે. આ જાતિઓના ૬૩ અંશ હોય છે. તેનાથી ગ્રામરાગ, ભાષા, વિભાષા, આન્તરભાષા, દેશીમાર્ગ ઇત્યાદિ હોય છે. જેનું વર્ણન સંગીતશાસ્ત્રનો વિષય છે.’’
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy