SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૧/૫,૬) (v) निहतसहचरीविरहकातरक्रौञ्चाक्रन्दजनितः । નિષાદના બાણથી ક્રૌંચ મૃત્યુ પામ્યો અને વિરહમાં ઢોંચીએ આન્દ્વ કર્યું એમ મૂ અને ામમોહિતમ્’ માં પુલિંગ હોવાથી તથા તેની પછીના વાલ્મીકિ રામાયણમાં આવતા શ્લોક્ના સંદર્ભથી, રામાયણ કથા મુજબ વૃત્તાંત છે. ૩૧૩ પણ ‘ધ્વન્યાલોક’માં અને લોચન ટીકામાં સહચરી-ઢીંચી-નું મૃત્યુ થયું અને ઊંચે વિલાપ કર્યો તેમ જણાવેલ છે. વિદ્વાનોએ આ સ્થળે પાઠાન્તર માનીને તથા જુદી જુદી રીતે અર્થઘટન કરીને આ શબ્દોને સમજાવ્યા છે તથા રામાયણના વૃત્તાન્તની સાથે સંગતિ જાળવવા પ્રયાસ કર્યો છે. રાજશેખરે ‘કાવ્યમીમાંસા’માં ‘નિષાનિત-સવરી ઝૌૠયુવાનમ્' લખ્યું છે. ‘ધ્વન્યાલોક’ ધ્વનિપ્રધાન ગ્રંથ છે. તેમાં ઢોંચ-મિથુનથી સીતા અને રામની જોડી, ‘નિષાદ’ પદથી રાવણ અને ‘વધ’થી સીતાનો અતિશય પીડનરૂપી વધ અભિવ્યક્ત થાય છે. તેથી આનંદવર્ધને સહચરી પદથી સીતારૂપ અર્થને અભિવ્યક્ત કરવાને માટે ‘નિતસહવર' ને સ્થાને નિતસવી’ પાઠ રાખ્યો છે’ એમ સમજાવવામાં આવ્યું છે, તે ઠીક લાગે છે. કારિકા-૨ અને વૃત્તિ : (i) પ્રસ્તુત કારિકામાં એ બતાવવામાં આવ્યું છે કે પ્રતીયમાન અર્થની કાવ્યાત્મકતા સ્વસંવેદન સિદ્ધ પણ છે. મહાકવિઓની વાણી તે રસધ્વનિ, ભાવધ્વનિ ઇત્યાદિ રૂપ પ્રતીયમાન અર્થને પ્રવાહિત કરે છે. વ્યવહારમાં સામાન્યતઃ વાચ્યાર્થથી કામ ચાલે છે. મહાકવિઓની વાણીમાં વ્યંગ્યાર્થનું સૌંદર્ય હોય છે. કારિકામાં વાણીને માટે સરસ્વતી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ડૉ. રામસાગર ત્રિપાઠીના કહેવા પ્રમાણે, “કવિઓની વાણી દેવીની જેમ પૂજનીય હોય છે.’’ (પૃ. ૧૫૫) (ii) કારિકામાં વપરાયેલ શબ્દ ‘અર્થ’ =વ્યંગ્યાર્થ-રસ, વસ્તુ અને અલંકારધ્વનિ. ‘વસ્તુ’= સાર.‘અર્થવસ્તુ=વ્યંગ્યાર્થનો સાર . ‘ધ્વન્યાલોક’માં અર્થને માટે વસ્તુ શબ્દનો પ્રયોગ અને વસ્તુ શબ્દને માટે તત્ત્વ શબ્દનો પ્રયોગ થયો છે. (iii) નિષ્યમાના- ઝરાવતી. મહાકવિઓની વાણી દિવ્ય આનંદ રસને જાતે વહેવડાવે છે. ‘લોચન’માં આ સમજાવવા ભટ્ટ નાયકનો ‘વાઘેનુર્ણપ’... ઈ. શ્લોક આપવામાં આવ્યો છે. (iv) અમિયનત્તિ- અભિવ્યક્ત કરે છે. અભિનવગુપ્ત મુજબ ‘ભાવકને કવિની પ્રતિભાનું અનુમાન કરવું પડતું નથી. એ તેના હૃદયને રસાવેશથી ભરી દે છે. કવિની પ્રતિભાનો ભાવકને પ્રત્યક્ષ અનુભવ થાય છે. કાવ્યના આત્મારૂપ, રસધ્વનિનો, સહૃદય, પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે.” (નગીનદાસ પારેખ-પૃ. ૨૦) ભટ્ટ તૌતે કહ્યું છે તેમ નાયજ્ય વેઃ શ્રોતુઃ સમાનોઽનુમવસ્તતઃ । =નાયક, કવિ અને ભાવનો સમાન અનુભવ હોય છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy