SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ વિન્યાલોક વઘુ-સ્વરૂપ-સંહયા-નિમિત્ત-વાર્ય-પ્રતીતિવાત્માનામું आश्रय-विषयादीनां भेदाद् भिन्नोऽभिधीयते व्यङ्ग्यः ॥ કારિકા-૫ તથા વૃત્તિ (i) ચોથી કારિકામાં ધ્વનિનું સ્વરૂપ સમજાવીને આનંદવર્ધન ઇતિહાસની દષ્ટિએ પણ એ સિદ્ધ કરે છે કે ધ્વનિ જ કાવ્યનો આત્મા છે. આ કારિકામાં કોચવધની જે ઘટનાનો ઉલ્લેખ થયેલ છે તે “વાલ્મીકિ રામાયણ'માંથી આ પ્રમાણે જાણવા મળે છે. એક વખત મહર્ષિ વાલ્મીકિ સમિધ, કુરા વગેરે લેવા માટે પોતાના આશ્રમથી નીકળી વનમાં જતા હતા. ત્યારે તેમણે વ્યાધ દ્વારા બાણથી વીંધાયેલ એક કૌચ પક્ષીને જોયું. તેના વિયોગથી વ્યથિત થયેલી કૌચી દુઃખી થઈને ચીસો પાડી રડતી હતી. તે વખતે ઋષિના મુખમાંથી છંદોમયી વાણી-શ્લોકબદ્ધવાણી-નીકળી એ શ્લોક “ નિષા...ઈ. પ્રસિદ્ધ છે. તેના સંદર્ભે જ શોઃ શોત્વનું ગાતઃ' કહ્યું છે. મહાકવિ કાલિદાસે રઘુવંશ સર્ગ ૧૪/૭૦ શ્લોકમાં “શોત્વમાદ્યત થય શોવર | કહ્યું છે. તેનો પ્રભાવ આનંદવર્ધનની આ કારિકામાં ઝીલાયો છે. (i) યાત્મ cવ અર્થઃ | તે પ્રતીયમાન અર્થ, વ્યંગ્યાર્થ, એ જ કાવ્યનો આત્મા છે. ધ્વનિના ત્રણ પ્રકારો વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસાદિધ્વનિ પૈકી અભિનવગુપ્ત રસાદિ ધ્વનિને જ કાવ્યનો આત્મા ગણે છે. રસ, ભાવ, રસાભાસ વગેરે રસાદિ ગણાય છે. વસ્તુ અને અલંકાર ધ્વનિ આખરે તો રસમાં પરિણમે છે. આનંદવર્ધન વસ્તુ અને અલંકાર ધ્વનિને પણ કાવ્યાત્મા તરીકે સ્વીકારે છે. અલબત્ત રસાદિધ્વનિનું ઉત્કૃષ્ટ સ્થાન છે એ બાબતમાં મતભેદ નથી. | (ii) નિષા. ઈ. મા મમઃ | પાણિનીય વ્યાકરણ મુજબ અદ્યતન ભૂ.ક.૨ પુ.એ.વ.ની પૂર્વે મા કે મા # આવે તો ‘ક’ નો લોપ થાય છે. આ શ્લોકમાં ‘ગામ:' માં ‘ઝ' રહ્યો છે તે છાન્દસ રૂ૫ છે. અભિનવગુપ્ત મુજબ આ રીતનો છાન્દસ પ્રયોગ શ્લોકને વેદમન્ટની કોટિમાં રાખે છે. વૈદિક સંસ્કૃતમાં આવા પ્રયોગો માન્ય છે. (iv) ચના વધથી કચ-કચી વચ્ચે વિયોગ થયો. ચીનો શોક, વિપ્રલંભ શૃંગારનો સ્થાયિભાવ નથી કેમકે મૃત્યુને લીધે બન્ને વિયુક્ત થયાં છે, વિયોગ કાયમી છે. તેથી કરુણરસનો સ્થાયિભાવ છે. કૌચીનો શોક લૌકિક છે. વાલ્મીકિને થયેલ શોક અલૌકિક છે. કૌચીરૂપ આલંબનમાં ઉત્પન્ન શોક, આ આદિ અનુભાવોની ચર્વણાથી અલૌકિક સ્થિતિમાં હૃદય-સંવાદ અને તન્મયીભાવના મળી આવે છે. ‘આ રીતે ઋષિએ તે અલૌકિક શોકનું, ચિત્તની દ્રુતિ દ્વારા, આસ્વાદન કર્યું. આ આસ્વાદન તે શોકનું પરિવર્તિતરૂ૫ “કરુણરસ જ છે. જ્યારે ઋષિએ કરુણરસનો અનુભવ કર્યો ત્યારે તેમના મુખથી, છંદોમયી વાણી, અનાયાસ નીકળી પડી.” વાલ્મીકિના અન્તઃક્ષોભને લીધે જ નવો શ્લોક મા નિષાદ્ર. ઈ. “એકાએક સ્વયંભૂ રચાઈ ગયો.”
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy