SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસનોધ (ઉ. ૧/૪) ૩૧૧ વાચ્ય અને વ્યંગ્યનો ભેદ હોઈ શકે છે. આશય એ છે કે વાચ્યાર્થ તો બધા શ્રોતાઓ પ્રત્યે એક જ રહેશે પણ વ્યંગ્યાર્થ શ્રોતાઓની યોગ્યતા અનુસાર બદલાશે. ૪.૫ વ્યવસ્થાપિતઃ | ક્યાંક વાચ્યથી વિભિન્ન વિષયના રૂપમાં ‘વ્યવસ્થા કરી શકાય છે. સત્ય ન હોય, કેવળ કલ્પના કરી શકાતી હોય તેવા વિભિન્ન અર્થ સ્વતઃ વ્યવસ્થિત હોવાની ક્ષમતા રાખે છે. તેથી સહૃદયો તેને વ્યવસ્થાપિત કરી દેવામાં સમર્થ થાય છે. વચ્ચે વા મતિ ષો... ઈ. અહીં સંદર્ભ એવો કપ્યો છે કે કોઈક નાયિકાનો, કોઈ પરપુરુષ સાથે સંભોગ ને લીધે, અધરોષ્ઠ ખંડિત થયો છે. તેનો પતિ આવી ગયો. નાયિકાની ચતુર સખી આ શ્લોક બોલે છે. તેનો વાચ્યાર્થ નાયિકા માટે છે. “તને ના કહીએ પણ સાંભળતી જ નથી, મારું માનતી નથી. ના કહ્યા છતાં ભ્રમરવાળું કમળ સુંધ્યું. તેણે તારા હોઠે ડંખ દીધો. લે, ભોગવ.” આ શ્લોક સખી, તેની બહેનપણી-નાયિકા, પતિ, નાયિકાનો પ્રેમી પરપુરુષ-ઉપપતિ- શોક્યસપત્ની, વગેરે સાંભળે તેમ બોલે છે. લોચનકારને અનુસરીને શ્રી નગીનદાસ પારેખ આ શ્લોકનો વ્યંગ્યાર્થ જુદી જુદી વ્યક્તિ માટે જુદો જુદો થાય છે તે (પૃ ૧૬) આ પ્રમાણે દર્શાવે છે. (i) પતિને માટે-“એનો અધર ખંડિત થયો છે તે કોઈ પરપુરુષે નથી કર્યો. એ તો ભ્રમરે ડંખ દીધો છે. એટલે ક્રોધ ન કરીશ.” (i) પડોશીઓ માટે-“આ તો ભ્રમરે ડંખ દીધો છે, બીજું કશું નથી, ખોટો વહેમ ન લાવશો.’ | (ii) સપત્નીઓ માટે-“ભમરના ડંખથી પણ વહેમાઈને પતિ એને ઠપકો આપે, એ તો પતિનો એના ઉપર કેટલો પ્રેમ છે, તે બતાવે છે. સાચી વાત જાણશે એટલે ક્રોધ શમી જશે. તમારે રાજી થવા જેવું શું નથી. (iv) નાયિકા માટે-પતિએ તને ઠપકો આપ્યો એટલે સપત્નીઓમાં તું હલકી પડી એવું તારે માનવાનું નથી. એ તો તારું બહુમાન છે. તારા ઉપર પ્રેમ હોય તો જ આવી ઈર્ષ્યા થાય. હવે મેં બધું સંભાળી લીધું છે એટલે એનો ક્રોધ ઊતરી જશે. (v) ઉપપતિ માટે તારી સાથે છૂપો પ્રેમ રાખનારીને આજે તો મેં બચાવી લીધી છે, પણ હવે પછી કદી (દંતક્ષત, નખક્ષત જેવી) નિશાની રહે એ રીતે કંઈ ન કરવું.” (i) આસપાસના ચતુરજનો માટે- હું કેવી ચતુર છું. મેં કેવું બધું છાવરી લીધું.’ આમ અહીં વાચ્ય અને વ્યંગ્યના વિષય જુદાજુદા છે. દ્વિતીચોડપિ ઉમેરો - અલંકારધ્વનિ. તે પણ વાચ્યથી ભિન્ન છે, એવું દ્વિતીય ઉધોતમાં વીગતે સમજાવવામાં આવશે. અન્ય જૈવં પ્રશા...વ્યંગ્ય અને વાચ્યમાં વિષયભેદ અને સ્વરૂપભેદ આ બે જ ભેદોનો નિર્દેશ ધ્વન્યાલોક'માં કર્યો છે. મમ્મટ વગેરે આચાર્યોએ બીજા કેટલાય ભેદો બતાવ્યા છે. વિશ્વના સાહિત્યદર્પણ (૫૨)માં એ બધાનો સંગ્રહ એક કારિકામાં કર્યો છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy