SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ " દવન્યાલોક ‘નિષેધરિવર્તન'રૂ૫ લેવો જોઈએ. કોઈક પ્રોષિતભર્તુકા-જેનો પતિ દૂર વસતો હોય તેવી વિરહિણી સ્ત્રીને જોઈને કામી પથિક પુરુષને આ રીતે નિષેધદ્વારા તેના તરફથી નિષેધ-નિવર્તનરૂપ સ્વીકૃતિ યા અનુમતિ આપવામાં આવી છે. અપ્રવૃત્ત-પ્રવર્તનરૂપ નિમંત્રણ નથી. વિધિને નિમંત્રણરૂપ માનવાથી તો પ્રથમ સ્વ-અનુરાગ-પ્રકાશનથી સૌભાગ્ય-અભિમાન ખંડિત થશે. ડ્રન વૈચા... ઈ. ખંડિતા નાયિકાની આ ઉક્તિમાં નાયકને જવાનું કહ્યું હોવાથી વિધિ છે. પણ વ્યંગ્યાર્થ વિધિરૂપ કે નિષેધરૂપ નથી. એ માત્ર નાયિકાનું ઘવાયેલું દિલ દર્શાવે છે. પ્રાર્થ તીવે.... ઈ. આ પદ્યના સંદર્ભને અભિનવગુપ્ત ‘લોચન'માં ચારેક રીતે દર્શાવ્યો છે. | (i) આ શ્લોક, નાયકના ઘેર આવેલી પણ નાયકના ગોત્રખલન વગેરે અપરાધથી નારાજ થઈ પાછી ફરી રહેલી નાયિકાને, નાયક કહે છે. તેનો વ્યંગ્યાર્થ એ છે કે તારા જેવી સુંદરીને છોડીને હું બીજી નાયિકા સાથે કેવી રીતે પ્રેમ કરી શકું? જો તું મને છોડીને જઈશ તો હું દુઃખી થઈ જઈશ અને તારે પસ્તાવું પડશે. તારી આશા પૂરી નહીં થાય અને બીજાઓને પણ તું વિઘ્નરૂપ બનીશ. અહીં પ્રિયતમની ચાટુકારિતા વ્યંગ્ય છે. ‘હતા’ સંબોધન દ્વારા ભવિષ્યમાં પસ્તાવું પડશે એમ કહીને નાયિકાને રોકવામાં આવી છે. (i) સખીના સમજાવ્યા છતાં તેની વાત નહીં માનીને અભિસરણ કરવા તૈયાર થયેલી નાયિકાને આ શ્લોક સખી કહે છે. આ સંદર્ભ મુજબ સખીની ચાટુકારી વ્યંગ્ય છે. આ બન્ને સંદર્ભોથી આ પદ્ય “ગુણીભૂતવ્યંગ્ય’નું ઉદાહરણ બની જાય છે, ધ્વનિનું નહીં. તેથી સ્વીકારવામાં આવેલ નથી. (ii) કોઈ નાયિકા નાયકની પાસે ઝડપથી જઈ રહી છે. તેનો પ્રેમી નાયક પણ તેના ઘર તરફ જઈ રહ્યો છે. આ શ્લોક નાયકની નાયિકા પ્રત્યે ઉક્તિ છે. નાયક તેને મઝાકમાં-નર્મમાં-હતાશે’ કહે છે. મને આવતાં મોડું થયું એટલે હતાશ થઈને તું મારે ત્યાં જવા નીકળી છે. હું તારે ત્યાંજ જતો હતો. હવે કાંતો તું મારે ઘેર ચાલ અથવા આપણે તારે ઘેર જઈએ, એવો વ્યંગ્યાર્થ છે. તે નથી વિધિરૂપ કે નથી નિષેધરૂપ. (iv) કેટલાક લોકો મુજબ આ તટસ્થ સદ્ધયોનું અભિસારિકાને ઉદ્દેશીને કથન છે. પણ આ સંદર્ભ લેતાં હતાશે સંબોધનનું ઔચિત્ય નથી. લોચનકારે આપેલ (i) સંદર્ભ યોગ્ય છે. ઉપર્યુક્ત ચારેય ઉદાહરણોમાં એક જ વિષય- સંબોધ્ય વ્યક્તિ-પ્રત્યે વાચ્ય અને વ્યગ્યનો સ્વરૂપભેદ બતાવવામાં આવ્યો છે. હવે એ દર્શાવાય છે કે વિષયભેદથી પણ
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy