SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૧/૧) ૨૯૯ બનાવ્યો છે. આચાર્ય વિશ્વેશ્વર અહીં એકશેષ દ્વન્દ્ર માનીને ‘વ’ પદ ગ્રન્થર્તા, વ્યાખ્યાતા અને શ્રોતા વગેરે બધાંનો વાચક થઈ શકે છે એમ જણાવે છે. (iv) આ શ્લોક પરની અભિનવગુપ્તની ‘લોચન’ ટીકામાં ‘વૃત્તિ:' પદ છે. અન્યત્ર ાિરઃ' એવો કારિકાના લેખક માટે નિર્દેશ છે. કેટલાક વિદ્વાનોએ “ધ્વન્યાલોક'ના કારિકા ભાગના રચયિતા સહૃદય’ છે એમ કલ્પના કરી છે અને આનંદવર્ધન ક્ત વૃત્તિકાર છે એમ માનેલ છે. પણ કારિકાઓ અને વૃત્તિ બન્નેના આરંભે સ્વેચ્છા ... ઈ.” શ્લોક છે તેથી બન્નેના લેખક એકજ છે અને તે આનંદવર્ધન છે એમ પ્રસ્તાવનામાં આપણે જોયું છે. જો બન્ને ભાગના લેખક ભિન્ન હોત તો વૃત્તિના આરંભે જુદો મંગલશ્લોક હોત. “સહૃદય” જેનો ઉલ્લેખ પ્રથમ કારિકામાં છે, તે શબ્દ સંજ્ઞાવાચક નથી પણ કાવ્યમર્મજ્ઞોનો વાચક છે. (v) ક્રિાથશિપુ ! પુરાણોમાં વર્ણન છે તે મુજબ વિષ્ણુએ નૃસિંહ અવતારમાં ત્રિજગત્કંટક એવા “હિરણ્યકશિપુને માર્યો હતો. આ શ્લોકમાં મધુ, કેટભ પૈકી મધુ રાક્ષસનો ઉલ્લેખ છે, હિરણ્યકશિપુનો નથી. ભગવાન, ભક્તોના માર્ગમાં આવનાર વિનોને કાયમ દૂર કરે છે જ. ભગવાન પોતાની આ ક્રિયામાં ક્યારેય સંમોહમાં પડતા નથી. અને ક્યારેય તેમના અધ્યવસાયમાં કોઈ જાતની ખામી આવતી નથી. આ રીતે ભગવાનનો ઉત્સાહ વ્યક્ત થાય છે, અહીં વીરરસના સ્થાયિભાવ ઉત્સાહની વ્યંજના થઈ છે, ભાસે કર્ણભાર’ના નાન્દી શ્લોકમાં ‘-રુતિ-પતિ-મિત્રહૈત્યવક્ષા.... ઈ. શબ્દોમાં અને જયદેવે પ્રસિદ્ધ દશાવતાર'ની અષ્ટપદીમાં-(ગીત ગોવિંદ' કૃતિમાં) તવ રમતવ નઉમુતચુંમ્, નિદિાશિપુતનુકૃત્... ઈ. શબ્દોમાં નૃસિંહ ભગવાનના નખનું વર્ણન સરસ રીતે કરેલ છે. (vi) તેમણે નૃસિંહરૂપ પોતાની ઇચ્છાથી લીધું હતું, કર્મની પરતંત્રતાથી નહી, કે બીજા કોઈની ઇચ્છાથી પણ નહીં. (vii) નિર્મળતા અને વકતાની બાબતમાં ચંદ્ર સમાન હોવા છતાં પણ આ નખ શરણાગતોનાં દુઃખ નિવારણમાં કુશળ છે અહીં ‘વ્યતિરેક અલંકાર છે. નૃસિંહના દસ નખ-સંખ્યા વધુ-બાલચંદ્રાકાર તથા સંતોના અર્તિનાશમાં કુશળ છે તેને લીધે લોકો તેમના તરફ બાલચંદ્ર (આકાશમાંનો) કરતાં અધિક સન્માનથી જોશે, મને (બાલચંદ્રને) જોશે નહીં. આમ સમજતાં બાલચંદ્ર (આકાશમાંનો) જાણે આયાસનો અનુભવ કરે છે, એમાં ‘ઉન્ટેક્ષા અલંકાર છે. આ નખ નથી પણ દસ બાલચંદ્રો છે એમાં ‘અપહતુતિ’નો ધ્વનિ છે. (vi) લોચનમાં પ્રસ્તુત શ્લોકમાં વસ્તુ, અલંકાર અને રસધ્વનિ કેવી રીતે છે તે સમજાવ્યું છે. કારિકા-૧ મંદાક્રાન્તાછંદમાં લખાયેલી આ કાવ્યાત્મક કારિકામાં આનંદવર્ધને “કાવ્યનો આત્મા ધ્વનિ છે.’ એ વિધાન કર્યું છે. ધ્વનિવિરોધી ત્રણમત (ક) ધ્વનિનો
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy