SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ વન્યાલોક અભાવ માનનારાઓનો મત (ખ) ધ્વનિને ભાક્ત માનનારા-લક્ષણામાં સમાવી શકાય તેમ માનનારાઓનો મત (ગ) ધ્વનિને અવર્ણનીય-અનિર્વચનીય-અનાખ્યય માનનારાઓનો મત- આ ત્રણ મત આ કારિકામાં રજુ થયા છે. સદય ભાવકના મનની તુષ્ટિ થાય એ માટે "ધ્વન્યાલોક' ગ્રંથ લખવામાં આવ્યો છે, તેનો લેખકે ઉલ્લેખ કર્યો છે. આ કારિકામાં લેખકે “અનુબંધ ચતુષ્ટયને સૂચિત કરેલ છે. ‘તત્ સ્વરૂપે ગૂમ થી ગ્રંથના પ્રતિપાઘ વિષયવસ્તુ-ધ્વનિનું સ્વરૂપ-સૂયવાયું છે. ‘સહયમન પ્રતિ’ થી સાયની મન:પ્રીતિરૂપ મુખ્ય પ્રયોજન સૂચવાયું છે. ધ્વનિના સ્વરૂપનો જિજ્ઞાસુ સદ્ધય, ભાવક, અધિકારી છે. શાસ્ત્રનો વિષયની સાથે પ્રતિપાઘપ્રતિપાદકભાવ તથા શાસ્ત્રનો પ્રયોજનની સાથે સાધ્ય-સાધકભાવ સંબંધ છે. ૧.૧ (i) વૃધે- કાવ્યતત્ત્વને જાણનાર અનેક લોકો. જોકે 'ધ્વન્યાલોક' ગ્રંથ લખાયો તે પહેલાં લિખિત રૂપમાં ધ્વનિ સિદ્ધાન્તનું પ્રતિપાદન થયું ન હતું પણ મૌખિકરૂપથી કાવ્યના આત્મતત્ત્વ વિષયક વિચારના પ્રસંગમાં, શબ્દ વગેરે પ્રસિદ્ધ અવયવોથી જુકા, કાવ્યના જીવન આધાયક તત્ત્વનો લોકો સ્વીકાર કરતા હતા. ધ્વનિ' નામકરણ માટે આલંકારિકો વ્યાકરણશાસ્ત્રના ઋણી છે. એ શાસ્ત્રમાં શ્રોત્રગ્રાહ્ય શબ્દને માટે 'ધ્વનિપદનો પ્રયોગ થતો હતો. કાનથી ગ્રહણ કરી શકાય તેવા શબ્દ પોતાનાથી પર સ્ફોટરૂપ નિત્ય શબ્દના વ્યંજક હોય છે. એ રીતે કાવ્યને શબ્દ પોતાના વાચ્યાર્થથી પર કોઈ અન્ય અર્થને વ્યક્ત કરે છે. આ વ્યંગ્ય અર્થ જ પ્રધાન અને કાવ્યનો આત્મા હોય છે. આ સાદશ્ય પર કાવ્યના આત્મતત્ત્વનું ધ્વનિ નામ પડ્યું છે. મમ્મટ કાવ્યપ્રકાશમાં “ધે તૈયારઃ પ્રધાનમૂતwોટરૂપ... ઈ. (૧-૪ઉપરની વૃત્તિ) લખેલ છે ત્યાં આનંદવર્ધનની પ્રથમ કારિકા અને વૃત્તિભાગની છાયા છે. | (i) સમાનતપૂર્વ . અહીં મૌખિક પરંપરાનું સૂચન છે. ધ્વન્યાલોક'ની પહેલાં ધ્વનિ સિદ્ધાન્તને પ્રતિષ્ઠિત કરતો કોઈ ગ્રંથ ન હતો. અવિચ્છિન્ન પ્રવાહના ક્રમથી બુધ જનોએ તેના વિશે કહ્યું છે. વિશિષ્ટ પુસ્તકોમાં તેનું સ્થાપન થયું નહોતું.’ (i) સનન... રાજશેખરે જેને ભાવયિત્રી પ્રતિભા કહી છે એવી ભાવક પ્રતિભા ધરાવનારા, કાવ્યતત્ત્વને જાણનારાઓ. અભિનવગુખે આ કારિકા પરની ‘લોચન' ટીકામાં “સહૃદય'ની આ રીતે વ્યાખ્યા આપી છે. “શેષાં વ્યાનશીનअभ्यासवशाद् विशदीभूते मनोमुकुरे वर्णनीय-तन्मयीभवनयोग्यता ते स्वहृदयसंवादभाज: સહૃદય '' અર્થાત્ કાવ્યના અનુશીલનના અભ્યાસને લીધે વિશદ બનેલા મનના દર્પણમાં વર્ણનીય વસ્તુની સાથે તન્મય થઈ જવાની યોગ્યતા હોય તેઓ, પોતાના હૃદયની સાથે સંવાદિતા સાધી શકે તે સહૃદયજન કહેવાય છે. (અંગ્રેજીમાં Connoisseur શબ્દ સહૃદય માટે વપરાય છે.) (iv) નવુ . ત્ ધાતુ પરોક્ષ ભૂતકા. ૩- પુ.બ.વ. ' કહ્યો છે'...લોચનકાર
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy