SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોંધ પ્રથમ ઉદ્યોત પ્રસિદ્ધ આલંકારિક આનંદવર્ધનાચાર્ય (સમય આશરે ઈ. સ. ૮૫૦ ની આસપાસ)નો ગ્રંથ “ધ્વન્યાલોક' અલંકારશાસ્ત્રનો યુગપ્રવર્તક ગ્રંથ છે. ધ્વનિ સિદ્ધાંતનું વિચારબીજ આનંદવર્ધન પૂર્વે અસ્તિત્વમાં હતું. પણ આ સિદ્ધાન્તને સુવ્યવસ્થિત રીતે પ્રતિષ્ઠિત કરવાનું શ્રેય આનંદવર્ધનને ફાળે જાય છે. બાહ્યસ્વરૂપની દષ્ટિએ જોઈએ તો ધ્વન્યાલોકમાં કારિકા અને વૃત્તિ છે. કારિકાઓમાં સિદ્ધાન્તોનું નિરૂપણ છે. વૃત્તિમાં કારિકાઓનું વિવરણ છે. લેખકે વૃત્તિમાં પરિકર શ્લોક, સંગ્રહ શ્લોક, સંક્ષેપ શ્લોક તરીકે ઓળખાતા પોતાના સમયમાં પ્રચલિત, અન્ય કવિઓએ લખેલ શ્લોકો આપી વિચારનું સમર્થન યા સંક્ષેપ કરેલ છે. સિદ્ધાન્તની ચર્ચા દરમ્યાન ઉદાહરણો આપવામાં આવ્યાં છે. ઘણાં ખરાં ઉદાહરણ પુરોગામી કવિઓની કૃતિઓમાંથી આવેલાં છે. કારિકા અને વૃત્તિના એકકર્તુત્વ અંગે મતભેદ છે. ગ્રંથના વિભાગનું નામ ‘ઉઘોત’ આપ્યું છે. ધ્વન્યાલોકમાં ચાર ઉદ્યોત’ છે. મંગલશ્લોક- સ્વેચ્છા ... ઈ. મુખ્યવાક્ય- નg: ૩ ત્રાયાનું ! નખ તમારું રક્ષણ કરો. કોના નખ ? કેવા? છાણ-- પોતાની ઇચ્છાથી સિંહનું (નૃસિંહનું) રૂપ ધારણ કરનારા મધુરિપો- મધુ નામના રાક્ષસને મારનારના (નખ). નખનાં બે વિશેષણો છેપોતાની નિર્મળ કાન્તિથી (=સ્વ-સ્વછીયા) ચંદ્રને આયાસમાં નાખનાર, ખિન્ન કરનાર. (ગાયાયિત-વ); શરણાગતોનાં દુઃખ નાશમાં સમર્થ (પન્ન-કાર્તિષ્ઠિ:). (i) સર્વ વાર્થ તુ ર્વીત પ્રશિપત્ય ઈ રેવતાકૂ ને અનુસરીને આનંદવર્ધને ગ્રંથની નિર્વિબ પરિસમાપ્તિ માટે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર-નૃસિંહ અવતારના શરણે આવેલ ભક્તજનોનાં દુઃખ દૂર કરનાર નખનું, આ મંગલશ્લોકમાં સ્મરણ કર્યું છે. આ શ્લોક આશીર્વચનરૂપ છે. શાસ્ત્રગ્રંથના આરંભે, મધ્યે, અન્ત મંગલ કરવાનું પતંજલિ મહર્ષિએ મહાભાષ્યમાં જણાવેલું છે, તે સુવિદિત છે. (તાનિ मङ्गलमध्यानि मङ्गलान्तानि च शास्त्राणि प्रथन्ते ।) (i) વિઘ્નોનો નાશ થાય, વિબો પર વિજય મળે તે માટે વીરરસના સ્થાયિભાવ ઉત્સાહની વિશેષ ઉપયોગિતા છે તેથી આ મંગલ શ્લોકમાં વિષ્ણુ ભગવાનના વીરરસાભિવ્યંજક સ્વરૂપનું સ્મરણ કરવામાં આવ્યું છે. (ii) વેઃ = તમારું. અભિનવગુમે ‘યુષ્માન્ = વ્યાખ્યાતા અને શ્રોતાઓની રક્ષા કરે’ એમ અર્થ લીધો છે એ યોગ્ય જ છે કેમકે ગ્રંથકારે ગ્રંથ તેમને સંબોધિત કરીને
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy