SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દવન્યાલોક ધ્વનિનો અભાવ છે એમ માનનાર અભાવવાદીઓ, ધ્વનિને ભક્તિમાંલક્ષણામાં સમાવી શકાય છે એમ માનનાર ભાક્તવાદીઓ, ધ્વનિ, વર્ણનથી પર છે એમ માનનાર અનિર્વચનીયવાદીઓ- એમ ત્રણ ધ્વનિવિરોધી મતનો આનંદવર્ધને ઉપર લખેલી પ્રથમ કારિકાની વચ્ચેની બે પંક્તિમાં ઉલ્લેખ કર્યો છે. અહીં વિરોધીઓની કલ્પના કરવામાં આવી છે. કોઈ વિરોધીનું નામ આપ્યું નથી. અભાવવાદીઓના નિર્દેશ વખતે નવું અને અનિર્વચનીયવાદીઓના નિર્દેશ વખતે ‘કવું. એમ પરોક્ષભૂતકાળ (લિમ્ લકાર)નું રૂપ પ્રયોજ્યું છે તે પરથી આ બન્ને સંભાવિત પક્ષ છે, જેની સંભાવના કરવામાં આવી હોય તેવા પક્ષ છે. જ્યારે ભાતવાદીના મતના નિર્દેશ વખતે હું વર્તમાનકાળનું ક્રિયાપદ છે. આ પ્રકારના વિરોધીઓ આનંદવર્ધનના સમયે હશે એમ સૂચન છે. અભાવવાદી મત અને તેનું ખંડન : ધ્વનિનો અભાવ છે એમ ત્રણ વિકલ્પો દ્વારા સમજી શકાય. (૧) કાવ્ય શબ્દ અને અર્થનું બનેલું છે. તેમાં શબ્દને સુંદર બનાવનારા શબ્દોલંકારો અને અર્થને ચારુતા આપનારા અર્થાલંકારો પ્રસિદ્ધ જ છે. માધુર્ય વગેરે ગુણ પણ પ્રતીત થાય છે. ભટ્ટ ઉદ્ભટે પ્રકાશિત કરેલી ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ વિષે સાંભળ્યું છે. વૈદર્ભી વગેરે રીતિઓ અમારી જાણમાં છે. તો એ બધાથી ભિન્ન ધ્વનિ નામનો ક્યો નવો પદાર્થ છે? દીધિતિ ટીકાના શબ્દોમાં કહીએ તો અતઃ પ્રસિદ્ધિ-માવાત્ નાતિ વ ધ્વનિ શ્રી વિષ્ણુપદ ભટ્ટાચાર્ય ખરું જ કહે છે, “આ વિરોધીઓ મુજબ એકલા ગુણો અને અલંકારો જ કાવ્યકલાને સુંદર અને આકર્ષક બનાવી શકે છે અને કેમકે ધ્વનિ પાંચ તત્ત્વો (શબ્દાલંકાર, અર્થાલંકાર, ગુણ, વૃત્તિ, રીતિ) માંથી કોઈમાં સમાવી શકાતો નથી તેથી ધ્વનિનો અભાવ છે.'' લોચનકાર કહે છે, “શબ્દ, અર્થ, ગુણ અને અલંકારોના જ, શબ્દ અને અર્થના શોભાકારક ધર્મ હોવાને કારણે લોક અને શાસ્ત્રથી ભિન્ન સુંદર શબ્દાર્થથી બનેલા કાવ્યની શોભાનો હેતુ કોઈ અન્ય ધર્મ છે જ નહીં કે અમે ગણ્યો ન હોય આ એક પ્રકાર છે.'' (૨) “સહયહયાહ્યાદ્રિ શબ્યાર્થીયત્વમ્ વ ાચનક્ષમ્ ” અર્થાત્ સદાયના હૃદયને આહલાદક શબ્દાર્થયુક્ત હોવું તે કાવ્યનું લક્ષણ છે. જે ધ્વનિ નામના નવા 9. “According to these dissenters, puts and sciarts alone can make a poetic art beautiful and attractive and saf- can be included under neither of these five elements, there is yra of f." વાતો-પ્રથમ જ્યોત- Bishnupada Bhattacharya on I. 1. २. “शब्दार्थगुणालंकाराणामेव शब्दार्थशोभाकारित्वाल्लोकशास्त्रातिरिक्तसुन्दरशब्दार्थरूपस्य काव्यस्य न શોમાદેતુઃ શ્ચિચોડક્તિ થોડસ્મામિ ન ગત રૂઃ પ્રાદ ” લોચન-અભિનવગુપ્ત. આચાર્ય જગન્નાથ પાઠકની ધ્વન્યાલોકની આવૃત્તિ. પૃ-૧૫.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy