SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૫ પર્યાસરૂપમાં તે મૌલિક પણ છે. મ. મ. પી. વી. કણે એ પણ અભિનવને અગાધજ્ઞાનવાળા તત્ત્વચિંતક, તીક્ષ્ણ વિવેચક અને મોટા કવિ કહ્યા છે તથા તેમની વિદ્વત્તા ભરી લોચન ટીકાની પ્રશંસા કરી છે. આ ઉપરાંત બદરીનાથ શર્માની “દીધિતી’”, બનારસથી હરિદાસ સંસ્કૃત સીરીઝમાં પ્રકાશિત થયેલી ‘બાલપ્રિયા’, ઉદયોત્તુંગની કૌમુદી, પ્રોફે. કપ્પુસ્વામી શાસ્ત્રીએ મદ્રાસથી પ્રકાશિત કરેલ ટીકા (પ્રથમ ઉદ્યોત ફક્ત) મધુસૂદન મિશ્રની અવધાન ટીકા, રામસાગર ત્રિપાઠીના હિન્દીમાં તારાવતી ટીકા તથા હિન્દી, ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષાઓ તથા અંગ્રેજી વગેરેમાં થયેલ વ્યાખ્યા, પાદનોંધ વગેરે ધ્વન્યાલોકના અભ્યાસ માટે ઉપકારક છે. ધ્વન્યાલોક પર ડૉ. જેકોબીનો જર્મનમાં અનુવાદ પણ છે. ૬. ધ્વનિવિરોધીઓ અને આનંદવર્ધને કરેલું ખંડન काव्यस्यात्मा ध्वनिरिति बुधैर्यः समाम्नातपूर्वस्तस्याभावं जगदुरपरे भाक्तमाहुस्तमन्ये केचिद्वाचां स्थितमविषये तत्त्वमूचुस्तदीयं तेन ब्रूमः सहृदयमनःप्रीतये तत्स्वरूपम् ॥ ‘ધ્વન્યાલોક’ની આ પ્રથમ કારિકામાં ધ્વનિવિરોધી ત્રણ મતનો ઉલ્લેખ થયો છે તેને પૂર્વપક્ષ તરીકે સ્થાપીને આનંદવર્ધન, સિદ્ધાંતપક્ષમાં (ઉત્તરપક્ષમાં) તેનો જવાબ આપે છે. ध्वन्यभाववादिन् I કાવ્યના બધા ચારુત્વ હેતુ ગણાવે છે. ધ્વનિ તેમાંનો એકે નથી. તેથી તેનો અભાવ છે. (અલંકારવાદીમત) पूर्वपक्ष + भाक्तवादिन् II તે પ્રસિદ્ધ લોકમતની વિરુદ્ધ જાય છે તેથી અભાવ છે. (પ્રસ્થાનવાડીમત) अनिर्वचनीयवादिन् III શોભા આપનાર હેતુમાંનો એક યા બીજો કહી શકાય. તેને જુદો શું કામ ગણવી ? અન્તર્ભાવવાદી મત) ૧. ડો. રામસાગર ત્રિપાઠી સંપાવિત ‘ધ્વન્યાલો’ પ્રાથન પૃ-૮,૧ 2. Abhinava Gupta was a profound philosopher, an accute critic and a great poet. His commentary is sometimes more erudite and difficult than the text. He was a prolific writer.'' M, M. P. V. Kane, Hist of SK Poetics. p. 203.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy