SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ २२ દવાલોક પ્રથમ ઉઘોત- (i) ધ્વનિ કાવ્યનો આત્મા છે. તેને ન સ્વીકારનારના જુદા જુદા મત આપવામાં આવ્યા છે. કેટલાક તેનો-ધ્વનિનો-અભાવ કહે છે. કેટલાક તેનો લક્ષણામાં સમાવેશ કરવાનું કહે છે. બીજા ધ્વનિની વ્યાખ્યા આપી શકાય તેમ નહીં હોવાથી તેને અનિર્વચનીય કહે છે. ધ્વનિ, શબ્દોના ક્ષેત્રથી પર છે. બહુ તો સદાય ભાવક તેનો આસ્વાદ લઈ શકે છે. (ii) કાવ્યમાં બે પ્રકારના અર્થ છે-વાચ્ય અને પ્રતીયમાન વાચ્યાર્થ, અલંકાર સંપ્રદાયના વિદ્વાન માટે જાણીતો છે. વ્યંગ્યાર્થપ્રતીયમાન અર્થ, અંગનાઓના લાવણ્યની જેમ જુદી જ જાતનો છે. (iii) પ્રતીયમાન અર્થ ત્રણ પ્રકારનો છે. વસ્તુધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસાદિધ્વનિ. આ ત્રણના ઘણા પેટા પ્રકારો-પ્રભેદો છે. વ્યાકરણ અને શબ્દકોષનું જ્ઞાન ધરાવનાર જ તેને સમજી શક્તા નથી. એ પ્રકારના જ્ઞાન ઉપરાંત કાવ્યનું સારતત્ત્વ સમજનાર ભાવક પ્રતીયમાન અર્થને સમજી શકે છે. (iv) જ્યારે કાવ્યમાં વ્યંગ્યાર્થ ઉત્કૃષ્ટ સ્થાને હોય ત્યારે તે કાવ્ય નિકાવ્ય કહેવાય છે. સમાસોક્તિ, આક્ષેપ, પર્યાયોક્ત વગેરે અલંકારોમાં પ્રતીયમાન અર્થ હોવા છતાં, ચમત્કૃતિ વાચ્યાર્થને લીધે અને તેમાં રહેલ અલંકારને લીધે છે તેથી તે ધ્વનિ નથી. (v) ધ્વનિ બે પ્રકારનો છે- અવિવક્ષિતવાચ્ય અને વિવક્ષિતા પર વાચ્યું. (vi) ધ્વનિ, ભક્તિ-લક્ષણા-સાથે એકરૂપ નથી, કે ધ્વનિનું લક્ષણ ન કરી શકાય યા તેને ઉદાહત ન કરી શકાય તેવો નથી. દ્વિતીય ઉદ્યોત-) આનંદવર્ધન, અવિવક્ષિતવાના પ્રકારો દર્શાવે છેઅર્થાન્તર સંક્રમિત વાચ્ય અને અત્યંતતિરસ્કૃત વાઢે. (ii) તે વિવક્ષિતા પરવાથ્યના ભેદો- અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય અને સંલક્ષ્યક્રમ વ્યંગ્ય-એમ દર્શાવે છે. જ્યારે રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવોદય, ભાવપ્રથમ પ્રધાન હોય ત્યારે તે રસાદિ ધ્વનિ ‘અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય કહેવાય છે. (iii) જ્યારે રસ, ભાવ વગેરે ગૌણ હોય, કાવ્યની ચમત્કૃતિ અન્ય કોઈ તત્ત્વને લીધે હોય તો ત્યાં રસવ વગેરે અલંકારો હોય છે. (iv) ગુણ અને અલંકારો વચ્ચેનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. આનંદવર્ધન, માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ એમ ત્રણ ગુણ જ માને છે. (v) અનુપ્રાસ અને યમક, શૃંગારરસમાં બહુ ઇચ્છનીય નથી. રૂપક, પર્યાયોક્ત વગેરે ગૌણ સ્થાને હોય અને શૃંગાર રસની નિષ્પત્તિમાં મદદરૂપ થતાં હોય તેનાં લેખક ઉદાહરણ આપે છે. (vi) સંલક્ષ્યક્રમના પ્રભેદો-શબ્દશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ. જ્યારે શબ્દની શક્તિથી અલંકાર સૂચવાયેલો હોય (અભિવ્યક્ત નહીં), વ્યંગ્ય હોય ત્યારે શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય કહેવાય છે. પણ ‘શ્લેષમાં બે અર્થો શબ્દો દ્વારા સીધી રીતે વ્યક્ત થતા હોય છે. આનંદવર્ધને ભલેષ અને શબ્દશક્તિમૂલ ધ્વનિનાં ઉદાહરણ આપ્યાં છે. (vi) અર્વશક્તિમૂલ ધ્વનિની વ્યાખ્યા અને ઉદાહરણ આપેલ છે. અર્થશક્તિમૂલધ્વનિ અને અસંલક્ષ્યક્રમવ્યંગ્ય વચ્ચેનો તફાવત દર્શાવ્યો છે. જ્યારે વિભાવ, અનુભાવ અને વ્યભિચારિભાવના સ્પષ્ટ ઉલ્લેખથી રસનો આસ્વાદ મળતો હોય ત્યારે ત્યાં ‘સંલક્ષ્યક્રમવ્યંગ્ય’ ધ્વનિ છે. (vi) અશક્તિમૂલના પેટા વિભાગો વસ્તુ ધ્વનિ
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy