SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ પ્રસ્તાવના "ધ્વનિતીમાનફ્રાન્સિસાવ્યિવસ્થાપત્થાત” | રસગંગાધર ઉપર અતિશયોક્તિ અલંકારથી સમાપ્તિ પર્યત ભાગ પર મદનમોહન ઝાની ટીકાથી પણ ધ્વનિ સિદ્ધાન્તની વિશિષ્ટ પ્રકારની પ્રાચીનતા વિષે જાણવા મળે છે. જે શીર્ષક: સંસ્કૃત સાહિત્યમાં નામકરણમાં ભારે કલાત્મક્તા મળે છે. ધ્વન્યાલોક એટલે ધ્વનિનો આલોક (The sight of Dhvani), આલોક=દશ્ય. આ ગ્રંથમાં કારિકા ઉપરની વૃત્તિને આલોક કહેવામાં આવે છે. આ ગ્રંથ ઉપરની બે ટીકાઓનાં નામ પણ સુયોગ્ય છે. આલોક- દશ્ય, અંધારામાં દેખાય નહીં તેથી ચંદ્રિકાચાંદનીની જરૂર પડે. એક ટીકાનું નામ “ચંદ્રિકા' છે. ચંદ્રિકા હોય પણ લોચન-નેત્ર ન હોય તો આલોક (દશ્ય, ધ્વનિનો આલોક-વૃત્તિ) જોવાય નહીં. અભિનવગુણે તેથી ‘લોચન' નામની ટીકા લખી છે. અભિનવગુપ્ત એક શ્લોકમાં કહે છે, “શું લોચન વિના લોક (સંસાર) ચંદ્રિકાથી પણ ઉદ્દભાસિત થાય છે? (વ્યંગ્ય એ છે કે શું લોચન વ્યાખ્યા વિના આલોક-ધ્વન્યાલોક-“ચન્દ્રિકા વ્યાખ્યાથી કુરિત થાય છે?) તેથી અભિનવગુપ્ત અહીં લોચન’નું ઉન્મીલન ક્યું છે. “ધ્વન્યાલોક' શીર્ષક સંક્ષિપ્ત, સારગર્ભિત અને સરસ હોવાથી યોગ્ય છે. આ ગ્રંથનાં અન્ય નામ 'કાવ્યાલોક', સહદયાલોક અને સહદય-હૃદયાલોક પણ મળે છે. “ધ્વન્યાલોક' શીર્ષક વધુ જાણીતું અને સ્વીકાર પામેલું છે. વિષયવસ્તુ ? "ધ્વન્યાલોક' ચાર વિભાગમાં વિભક્ત છે. દરેક વિભાગને ઉદ્યોત' કહેલ છે. પ્રથમ ઉઘાતનો પ્રથમ શ્લોક મંદાક્રાન્તા છંદમાં છે. કારિકા૧૩માં આર્યા તથા ૪ અને ૬માં ઉપજાતિ છંદ છે. તૃતીય ઉદ્યોતમાં ચાર કારિકાઓ આર્યા છંદમાં છે. ચતુર્થ ઉદ્યોતની છેલ્લી ત્રણ કારિકાઓ અનુક્રમે રથોદ્ધતા, માલિની અને શિખરિણી છંદોની છે, બધા ઉદ્યોતની અન્ય કારિકાઓ “અનુકૃપમાં છે. આનંદવર્ધને પુરોગામી કવિઓની કૃતિમાંથી ઉદાહરણો લીધાં છે. કેટલાંક પોતાની કૃતિઓમાંથી આપ્યાં છે. ધ્વનિની સૂક્ષ્મ છટાઓ દર્શાવવા માટે તેમણે પ્રાકૃત કાવ્યોનો પણ પ્રચુરમાત્રામાં ઉપયોગ કર્યો છે. ધ્વન્યાલોક' મોટો ગ્રંથ હોઈ થોડાં વાક્યોમાં તેનું વિષયવસ્તુ વર્ણવી શકાય તેમ નથી. પતિ પં. શ્રી મનમોહન ઝા | ૧. ૫. જગન્નાથ-રસગંગાધર-પૃ. ૪૨૫. ૨. “નિતિ પ્રવીૌમfમદોમટ કમૃતિમિ.. હોતાવતીના પંડિત{/ ગન્નાથ-સાધર'-ટી-પૃ. ૩૬૦ ડૉ. વિભારાની દૂબેના ગ્રંથ પૃ. ૪૬ પરથી ઉદ્ભૂત. ૩. જિં તોવન વિનાનોકો પતિ રક્રિયાપિ હિં. तेनाभिनवगुप्तोऽत्र लोचनोन्मीलनं व्यधात् ॥ ... ધ્વન્યાલોક-૧/૧ના “લોચનમાંથી.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy