SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૩ અને અલંકારધ્વનિ આપ્યા છે. તે પૈકીનો પ્રથમ-વસ્તુધ્વનિ, સ્વતઃસંભવી અને પ્રૌઢોક્તિ નિષ્પન્ન એમ બે પ્રકારનો દર્શાવેલ છે. અલંકાર ધ્વનિનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. તૃતીય ઉદ્યોત- (i) દ્વિતીય ઉદ્યોતમાં વ્યંગ્ય અર્થ પર આધારિત ધ્વનિના ભેદો કહ્યા. તૃતીય ઉદ્યોતમાં વ્યંજકની દૃષ્ટિએ પેટા વિભાગો આપવામાં આવ્યા છે. (ii) અવિવક્ષિતવાચ્ય (તેના બે પ્રકારોમાં) પદ પ્રકાશ્ય હોય યા વાકચપ્રકાશ્ય હોય. આજ બે ભેદો સંલક્ષ્યક્રમ વ્યંગ્ય નામના વિવક્ષિતાન્યપર વાચ્યના ભેદમાં પણ જોવા મળે છે. (iii) વર્ણ, પદ, વાચ્ય, સંઘટના અને પ્રબંધ, અસંલક્ષ્યક્રમ વ્યંગ્યને મદદરૂપ થાય છે. (iv) સંઘટનાના ત્રણ પ્રકારો છે. અસમાસા, મધ્યમ સમાસા અને દીર્ઘ સમાસા. સંઘટનાનો ગુણ સાથે સંબંધ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. (v) સંઘટના, વક્તા અર્થ વિષય અને રસના ઔચિત્ય પર આધાર રાખે છે. (vi) રસ કેવી રીતે નિષ્પન્ન થાય છે અને કેવી રીતે અવરોધાય છે તે સમજાવતાં, જુદા જુદા રસોને અનુકૂળ અલંકારો વિષયવસ્તુ (થાનક, વસ્તુસંકલન વગેરે) અને રસનો સંબંધ નિરૂપવામાં આવ્યો છે. (vi) અમુક નિપાત, સંયોજક, મૃત્ અને તન્દ્રિત પ્રત્યયો, સમાસો વગેરેથી અસંલક્ષ્યક્રમ ધ્વનિ વ્યંજિત થાય છે. (vi) રસની બરાબર નિષ્પત્તિ થાય તેમાં કઈ બાબત વિરોધી છે તે વિષે લેખકે કહ્યું છે. એક પ્રબંધમાં એક રસ પ્રધાન-અંગી હોવો જોઈએ અને બીજા રસ સહાયક-અંગ હોવા જોઈએ. (ix) વાચ્ય અને વ્યંગ્ય અર્થનો તફાવત તથા ગુણવૃત્તિ અને વ્યંગ્ય વચ્ચેનો ભેદ દર્શાવવામાં આવ્યો છે. (x) વ્યંગ્ય-વ્યંજકભાવ અને અનુમાન એક નથી. (xi) કાવ્યનો બીજો પ્રકાર ‘ગુણીભૂત વ્યંગ્ય’ ઉદાહરણ સાથે સમજાવવામાં આવેલ છે. (xii) કાવ્યનો ત્રીજોપ્રકાર ‘ચિત્ર’ છે, જે બે પ્રકારનું છે-શબ્દચિત્ર (જેમકે યમક) અને વાચ્યચિત્ર (જેમકે ઉત્પ્રેક્ષા વગેરે અલંકારો). જ્યારે કવિનો ઇરાદો, વ્યંગ્ય અર્થ કહેવાનો ન હોય કે રસ નિષ્પન્ન કરવાનો ન હોય ત્યારે આ ત્રીજો ભેદ બને છે. (xiii) કાવ્યના આ ત્રણ પ્રકારોના ક્રમચય અને સંચયથી– મિલાવટથી- અગણિત પ્રભેદો ઉદ્ભવે છે. (xiv) કૌશિકી વગેરે વૃત્તિઓ અને ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ તથા રીતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ચતુર્થ ઉદ્યોત- (i) ધ્વનિ અને ગુણીભૂતના ક્ષેત્રોમાં કવિઓની પ્રતિભા હંમેશ તાજી વસ્તુઓ રજૂ કરવા સક્ષમ હોય છે. પૂર્વેના કવિઓમાં હોય તે વિચાર કવિની કલ્પનાશક્તિથી નવો દેખાય છે. (ii) કવિએ પોતાના પ્રબંધમાં, કૃતિમાં, મુખ્ય ભાવાર્થ તરીકે એક રસ માટે, એક ચિત્ત થવું જોઈએ. (iii) રામાયણમાં કરુણરસ, મુખ્યરસ છે. જે શાસ્ત્ર અને કાવ્ય બન્ને છે એવા મહાભારતમાં મોક્ષ નામનો પુરુષાર્થ અને શાંતરસ કવિ દ્વારા અભિપ્રેત છે. કાવ્યનું ક્ષેત્ર અસીમ છે. સૈકાઓ સુધી સેંકડો કવિઓએ કાવ્યરચના કરી હોવા છતાં પ્રતિભાશાળી નવા કવિઓ કાવ્ય લખતા રહે
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy