SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૯ પ્રસ્તાવના (૬) સંસ્કૃત આલંકારિકોની પરંપરા કારિકાકાર અને વૃત્તિકાર એમ બે વચ્ચે આવો કોઈ ભેદ માનતી નથી. (1) જયંતભટ્ટ, ધ્વન્યાલોકને એક જ લેખક-આનંદવર્ધનની રચના ગણે છે. (ii) અભિનવગુપ્તના લગભગ સમકાલીન મહિમભટ્ટ (વ્યક્તિવિવેકના લેખક), કારિકાના લેખક અને વૃત્તિના લેખક વચ્ચે ભેદ ન માનતાં બન્નેને એકજ માનીને, ધ્વનિ સિદ્ધાન્તનું ખંડન કરે છે. મહિમભટ્ટ કાશ્મીરના હતા તથા અભિનવગુપ્તના પ્રૌઢ સમકાલીન હતા. તેથી તેમની સંમતિ ઉપેક્ષણીય નથી. (ii) ક્ષેમેન્દ્રની “ઔચિત્યવિચાર ચર્ચામાં ૧૮મી કારિકાની ચર્ચા દરમ્યાન ઉદ્યુત કરાયેલી ધ્વન્યાલોની ૩/૨૪ કારિકાના લેખક આનંદવર્ધન છે એમ કહેવામાં આવ્યું છે. (iv) વિશ્વનાથ ‘સાહિત્યદર્પણ'માં ધ્વન્યાલોક ૧/૧ તથા ૨/૧૨ કારિકાઓઉદ્ભૂત કરે છે. તે ધ્વનિકારની છે એમ તે જણાવે છે અને વૃત્તિના લેખક ધ્વનિકાર છે એમ કહે છે. (૭) સદ્ભય કોઈ વ્યક્તિનું નામ નહીં પણ બધા કાવ્યરસિકો માટે વપરાતો શબ્દ છે. આ પરિસ્થિતિમાં નિર્ણય લેવો એ અંગત મમતા અને માન્યતા જ ગણાય. કૃષ્ણચેતન્ય યોગ્ય જ કહે છે, “છૂટા છવાયા વિચારો અને સકતો પરથી તેમણે જ સંપૂર્ણ સિદ્ધાન્ત બાંધ્યો હોવાથી તથા કારિકાના લેખક કે જેમને આપણે ધ્વનિકાર તરીકે જ ઉલ્લેખી શકીએ છીએ-તે પડછાયા જેવી આકૃતિ (સંદિગ્ધ વ્યક્તિ) . હોવાથી, અમે પણ આનંદવર્ધનને જ બધા વ્યાવહારિક હેતુઓ માટે (આ સિદ્ધાન્તના) સ્થાપક જ ગણીશું.' ડૉ. તપસ્વી નાન્દી કારિકા અને વૃત્તિના ગ્રંથ કર્તુત્વ અંગે જણાવે છે, “ડૉ. કુપુસ્વામી શાસ્ત્રી અને ડૉ. કૃષ્ણમૂર્તિના મતને સ્વીકારી, આનંદવર્ધનને જ કારિકા અને વૃત્તિ બન્નેના રચયિતા તરીકે હું સ્વીકારું છું.' ' સમગ્રતયા વિચારતાં લાગે છે કે કારિકા અને વૃત્તિ બન્નેના લેખક એક અને તે પણ આનંદવર્ધન છે. પણ માનો કે કોઈ અજાણ્યા લેખકની ધ્વનિકારિકાઓ આનંદવર્ધનને પ્રાપ્ત થઈ હોય, જેનો આધાર લઈને તેણે વૃત્તિભાગ લખ્યો હોય, તો પણ તેની મહત્તા, પ્રતિષ્ઠા અને સિદ્ધિને સહેજ પંણ આંચ આવતી નથી. કારિકાને આધારે આનંદવર્ધને એક પૂર્ણ, વ્યવસ્થિત, સમન્વયમૂલક અને નિર્ણાયક કાવ્ય 9. “Since it was he who built up a complete theory from scattered ideas and cues, and since the author of Kārikā is a shadowy figure whom we can refer to only as Dhvanikara (formulator of the concept of Dhvani), we too shall regard Anandavardhana as its founder for all practical purposes.” Krishna chaitanya-Sanskrit Poetics-A Critical and comparative Study” p.118. ૨. ડૉ. તપસ્વી નાન્ડી-ધ્વન્યાલોક-લોચન. ગુ યુનિ. પ્રકાશન (૧૯૭૩) પૃ. ૧૦,
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy