SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વન્યાલોક (૫) જલ્પણની ‘સૂક્તિમુક્તાવલિમાં રાજશેખરના નામે એક શ્લોક મૂક્યો છે. જે બતાવે છે કે આનંદવર્ધન ધ્વનિમતને વ્યાપક પ્રસિદ્ધિ આપનાર સમર્થક હતા. ' ધ્વનિનાંતિજમીન વ્યતત્વનિશિના | ___ आनन्दवर्धनः कस्य नासीदानन्दवर्धनः ।। (૬) સ્વેચ્છારિ... ઈ. મંગલશ્લોક, વૃત્તિભાગની પૂર્વે આવેલો છે. કારિકાઓની પૂર્વે કોઈ મંગલશ્લોક નથી. લોચન ટીકા એ મંગલશ્લોક વૃત્તિકારનો જ કહે છે. જેમ ઈશ્વરકૃષ્ણની સાંખ્યકારિકાઓની પૂર્વે કોઈ મંગલશ્લોક નથી તેમ ધ્વનિ કારિકાઓની પૂર્વે મંગલશ્લોક નહીં હોય. અને કારિકાઓનો લેખક ભિન્ન હોવો જોઈએ. ડૉ. બુલર, પ્રોફે. સોવની, મ. મ. પી. વી. કાણે, ડૉ. એસ. કે. ડે, પ્રોકે એસ. પી. ભટ્ટાચાર્ય, શ્રી કે. ગોડવર્મા ઉપરનો મત માનનારા વિદ્વાનો છે. પણ ડૉ. કે. કૃષ્ણમૂર્તિ, ડૉ. સતકરી મુકરજી, વિષ્ણુપદ ભટ્ટાચાર્ય, મ. મ. પ્રોફે. કપુસ્વામી, તેમના શિષ્ય ડૉ. એ. સંકર, ડૉ. કે. સી. પાંડેય, પ્રોફે. ડોલરરાય માંકડ વગેરે વિદ્વાનો કારિકાકાર અને વૃત્તિકાર એક અને અભિન્ન છે એમ માને છે. તેમની મુખ્ય દલીલો નીચે મુજબ છે : (૧) વિવેચન અંગેના નિયમ મુજબ મૂળ લેખક સાથે વિચારોની બાબતમાં સામ્ય કે વૈષમ્ય હોય તો પણ તેણે વૃત્તિ લખતાં ભિન્ન વ્યક્તિની જેમ કામ કરવું જોઈએ તથા ગૌણ ભાગ ભજવવો જોઈએ. એકના એક લેખકે કારિકામાં જે કહ્યું હોય તેને તેજ માણસ વૃત્તિમાં સમજાવતો હોય તો વૃત્તિના લેખક તરીકે તેની ફરજ કારિકાઓની સમજુતી આપવાની છે, કારિકામાં જે કહ્યું હોય તે અર્થની તે સ્પષ્ટતા કરે છે. ધ્વન્યાલોકની કારિકા અને વૃત્તિનું વક્તવ્ય જુદું પડતું નથી, તે દર્શાવે છે કે બન્નેના લેખક એક જ છે. (૨) લોચનકાર અભિનવગુણે કારિકાકાર અને વૃત્તિકારનો ભેદ દર્શાવ્યો છે તે ઔપચારિક માત્ર છે. ('formal and official' છે, સાચો નથી.) (૩) આનંદવર્ધન શાસ્ત્રકાર તરીકે ઓળખાય છે. ધ્વનિસિદ્ધાંતના સ્થાપક અને પ્રવર્તક ગણાય છે. હવે જો, કારિકાના લેખક બીજા કોઈને ગણીએ તો તેનું આ બિરુદ ન્યાયી ઠરતું નથી (૪) આનંદવર્ધને કે અભિનવગુપ્ત કારિકાના લેખકનું નામ આપ્યું નથી તે સાબિત કરે છે કે વૃત્તિકારથી કારિકાકારને અલગ માનવા તે બરાબર નથી. ('fiction of formality'9) (૫) ધ્વન્યાલોકની પુષ્પિકા અને તે પર અભિનવગુપ્તની ટીકામાં, આનંદવર્ધન અને કારિકાના લેખકને અભિન્ન માનવા અંગે સૂચન છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy