SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. પ્રસ્તાવના પણ તેમના ટીકાકાર આનંદવર્ધનથી વધારે દૂરનો નહીં હોય. એ પણ શક્ય છે કે ધ્વનિકાર પોતે પણ કોઈ વધારે જૂની પરંપરાને અનુસરી રહ્યા હોય.’ આમ તેઓ આનંદવર્ધનને ફક્ત વૃત્તિકાર માને છે અને કારિકાકારનો ધ્વનિકાર તરીકે ઉલ્લેખ કરે છે. મ. મ. પી. વી. કાણેની ઈ.સ. ૧૯૫૧માં બહાર પાડેલી History of Sanskrit poetics' ની પ્રથમ આવૃત્તિમાં તેમણે ખૂબ મહેનત લઈને, અનેક પ્રમાણોદ્વારા સાબિત કરી બતાવ્યું કે ધ્વન્યાલોકની કારિકા અને વૃત્તિના લેખક જુદા જુદા જ છે. પણ ત્યારપછી યે એમની દલીલોનું ખંડન સંશોધનનાં સામયિકોમાં લેખો દ્વારા થયું. તે બધાંયના ખંડનનો રદિયો આપવાનું કાર્ય તેમણે ઈ.સ. ૧૯૬૧માં બહાર પાડેલી એજ પુસ્તકની બીજી આવૃત્તિમાં ક્યું એનું પરિશીલન કરતાં મહાકવિ કાલિદાસના સમયની બાબતમાં છે તેવી દ્વિધા ઊભી થઈ છે. પરિણામે ગમે તે એક પલ્લામાં બેસી જવું ઉતાવળીયું લાગે છે. તેથી અહીં એ પ્રશ્નનાં બન્ને પાસાંની દલીલો તપાસવી વ્યાજબી લાગે છે. વૃત્તિના લેખક કરતાં કારિકાના લેખક જુદા છે એમ વિદ્વાનો નીચેના કારણસર માને છે. (૧) જો લોચન ટીકાનું સૂક્ષ્મ પરીક્ષણ કરીએ તો એમ લાગે છે કે બન્નેના કર્તા જુદા જુદા છે. અભિનવગુપ્ત બે વચ્ચે આ પ્રમાણે ભેદ દર્શાવે છે. (i) મૂત્રારિકા:-વૃત્તિવૃત્ત તું, (ii) વારિવાળ-વૃત્તિળ, (iii) મૂત -ગમૂતન્યd, (iv) ધ્વન્યાલોકના “તમેવા... ઈ. શબ્દો પર લોચન જણાવે છે કે જો કારિકા અને વૃત્તિ એક જ કલમે લખાયાં હોય તો તિમ્' ની જગાએ ભવિષ્યકાળ વાપર્યો હોત. આ બધાં ઉપરથી એમ લાગે છે કે લોચનકારન. મતે આનંદવર્ધન, માત્ર વૃત્તિકાર છે, કારિકાનો લેખક કોઈ અનામી પુરોગામી છે. (૨) જ્યાં પુષ્પિકામાં ‘સહૃદયાલોક' લખ્યું છે તેને જોતાં પ્રોફે. સોવનીએ સંભવિત અનુમાન કર્યું છે કે સહૃદય કારિકાકાર હતો. (૩) લોચનથી પહેલાં લખાયેલ “અભિધાવૃત્તિમાતૃકા (મુકુલભટ્ટલેખક) કહે છે કે માનનીય સહૃદયે નવો સ્થાપેલ ધ્વનિ, લક્ષણાના ક્ષેત્રમાં જ આવી જાય છે. એ ઉપરથી કહી શકાય કે જ્યારે મુકુલભટ્ટે આ પ્રમાણે લખ્યું ત્યારે ધ્વનિસિદ્ધાન્ત નવો હતો તથા સદ્ધયે તે સ્થાપ્યો હતો. પ્રતીહારેન્દ્રરાજ પણ તેને જ અનુસરે છે. -- ... (૪) ધ્વન્યાલોક પરની સૌથી જૂની “ચંદ્રિકા’ ટીકા, નષ્ટ થઈ હોવાથી અત્યારે મળતી નથી, તેના વિચારો, લોચનમાં તેનાં થયેલાં ઉદ્ધરણો ઉપરથી જાણવા મળે છે. આ ટીકા પણ બન્નેને જુદા ગણે છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy