SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વિન્યાલોક ધ્વન્યાલોક' પછી આનંદવર્ધન, બૌદ્ધાર્થ ધર્મકીર્તિના ગ્રંથ પ્રમાણ વિનિશ્ચય” પર ધર્મોત્તમા ટીકા લખશે અને તેમાં એ વિષયનું નિરૂપણ કરશે એમ ધ્વન્યાલોક' માં તેમણે પોતે નિર્દેશ્ય છે.' એવી કોઈ ટીકા સંસ્કૃતમાં હાલ મળતી નથી. દેવીશતક' પર, (ઈ.સ. ૯૭૭) આશરે થઈ ગયેલા રાજા ભીમગુપ્તના સમયે કેટે ટીકા લખી હતી. ૪. “વન્યાલોક'નું ગ્રંથકર્તુત્વ ચાલોક'ના કર્તૃત્વ અંગે નીચેની ટીકા દ્વારા ડૉ. બુલરે સંસ્કૃતના પંડિતોની આંખો ખોલી. “અભિનવગુણની ટીકાથી એ દેખાય છે કે કારિકાઓ કોઈ જૂના લેખકની રચના છે, જેનું નામ આપવામાં આવ્યું નથી. પણ એ નોંધપાત્ર છે કે તેના (કારિકાના) આરંભમાં મંગલાચરણ નથી.” બુલરના આ સંક્ષિપ્ત નિવેદન બાદ અત્યાર સુધી, “ધ્વન્યાલોકના કારિકાભાગ અને વૃત્તિભાગના લેખકની બાબતમાં ગરમાગરમ વિવાદ ચાલ્યો છે, જે વિવાદ હજુ પણ ચાલુ જ છે. જ્યાં સુધી કોઈ નિશ્ચિત સર્વગ્રાહ્ય પુરાવો ન મળે ત્યાં સુધી તે ચર્ચા સમાપ્ત થાય તેવાં કોઈ ચિહ્નો દેખાતાં નથી. અલંકારશાસ્ત્રના કેટલાક અન્યગ્રંથોની જેમ “ધ્વન્યાલોક'નાં ત્રણ અંગ છે. કારિકા, વૃત્તિ અને ઉદાહરણ. તેમાં આવતાં ઉદાહરણો તો વૃત્તિના લેખકે, પ્રાચીન પુરોગામી કવિઓની કૃતિઓમાંથી કે પોતાની કૃતિઓમાંથી આપ્યાં છે એ નિઃશંક છે. ખરી મુસીબત કારિકાઓ અને વૃત્તિના લેખક અંગેની છે. સુશીલકુમાર છે. મુજબ, “બીજા સંપ્રદાયોની જેમ ધ્વનિસંપ્રદાયનું મૂળ અસ્પષ્ટતામાં ખોવાયેલું છે. પણ ધ્વનિ સિદ્ધાન્તનું પ્રથમ સ્પષ્ટ સૂત્રીકરણ, ધ્વનિકારના યાદગાર શ્લોકોમાં (કારિકાઓમાં) થયેલું છે. તેમનો સમય અજ્ઞાત છે १. यत्त्वनिर्देश्यत्वं सर्वलक्षणविषये बौद्धानां प्रसिद्धं तत्तन्मतपरीक्षायां ग्रन्थान्तरे निरूपयिष्यामः ।" ધ્વન્યાલોક ૩/૪૭ની વૃત્તિમાં. 2. From italya's start it appears that verses are the composition of some older writer, whose name is not given. But it is remarkable that they contain no HIFRUT." (Dr. Buhler. In Kashmir Report page. 65) 3. "The origin of the Dhvani school, like that of the other schools of poetics, is lost in obscurity, but the first clear formulation of its theory of Dhvani as a whole is to he found in the memorial verses of the Dhvanikāra, whose date is unknown, but who could not have been very far removed from the time of his commentator Anandavardhana. It is possible, however, that the Dhvanikara himself is following a much older tradition.” S. K. De. The Hist. of SK. Poetics. p. 139.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy