SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોતઃ ૬ રહેલા ગુણોના અવાચક હોવાને કારણે આશ્રય નથી હોતા. (સમાધાન-ઉત્તર પક્ષ) એવું નહીં, કેમ કે રસ વગેરેનું વર્ણ અને પદથી વ્યંગ્યત્વ પ્રતિપાદિત થઈ ચૂક્યું છે (આ જ “ઉદ્યોત’ની બીજી કારિકામાં આ જણાવેલ છે.) (દુર્જનતુષ્ટિચાયથી) યા રસ આદિને વાક્ય વ્યંગ્ય માની લેવામાં આવે તો પણ કોઈ નિયત સંઘટના તેનો (ગુણોનો) આશ્રય નથી હોતી. એથી જેમની સંઘના નિયત નથી એવા શબ્દો જ વ્યંગ્ય વિશેષથી અનુગત થઈ (ઉપકારક થઈ) ગુણોનો આશ્રય છે. (અર્થાત્ ગુણ સંઘટનાધર્મ નથી.) (શંકા) (અનિયત સંઘનાવાળા શબ્દો જ ગુણોના આશ્રય હોય છે) એમ જો માધુર્યના વિષયમાં કહેતા હો તો કહો. પણ “ઓજસ્ અનિયત સંઘટનાવાળા શબ્દોનો આશ્રય કેવી રીતે (હોઈ શકે ?) સમાસરહિત સંઘના કયારે પણ ‘ઓજસુનો આશ્રય નથી મેળવતી. | (સમાધાન) જો પ્રસિદ્ધિ માત્રના ગ્રહણથી (તમારું) મન દૂષિત ન હોય તો ત્યાં પણ અમે (ઓજસૂની પ્રતીતિ અસમાસા રચનાથી) નથી (યતી) એમ નથી કહી શક્તા. અસમાસા સંઘટના ઓજસ્ (ગુણ)નો આશ્રય કેમ ન હોય? (હોય) કેમ કે રોદ્ર ઇત્યાદિને પ્રકાશિત કરનારી દીપ્તિને જ તો “ઓજસ્' કહે છે. એમ પહેલાં જ પ્રતિપાદિત કરેલું છે. તે “ઓજ જો અસમાસા સંઘટનામાં પણ હોય તો શો દોષ થશે? વળી, અચારુત્વ સયના હૃદયથી સંવેદવા લાયક નથી. એથી ગુણોનો આશ્રય અનિયત સંઘટનાને માનવાથી કોઈ ક્ષતિ આવતી નથી. ચક્ષુ વગેરે ઇન્દ્રિયોની પેઠે ગુણોનો પોતપોતાનો વિષય નિયત હોય છે. એમાં કદી વ્યભિચાર હોતો નથી. (એમાં ફેરફાર થઈ શક્તો નથી). તેથી (સિદ્ધ થયું કે, ગુણ અલગ છે, સંઘના અલગ છે. અને ગુણો સંઘટનાને આશ્રયે નથી રહેતા આ એક સિદ્ધાન્ત થયો. (એમ પોતાને અભિમત સિદ્ધાન્ત પક્ષનો ઉપસંહાર કર્યો.) અથવા (વામનમત પ્રમાણે પહેલા પક્ષમાં) સંઘટનારૂપ જ ગુણો છે (ગુણો અને સંઘટના એક જ છે.) અને જે એમ કહેવામાં આવ્યું હતું, “સંઘટનાની જેમ ગુણોનું પણ અનિયત વિષયત્વ પ્રાપ્ત થશે, કેમકે લક્ષ્યમાં (અર્થાત્ યો યઃ શä. ઈ. શ્લોક તથા અનવરતનયનનતત્તવ૦. ઈ.) વ્યભિચાર (સંઘના નિયમનો ભંગ) જોવા મળે છે. ત્યાં પણ આ કહીએ છીએ, જે લક્ષ્યમાં પરિકલ્પિત વિષય (ના નિયમ) નો વ્યભિચાર છે, (તેથી) વિરૂપ જ (દોષરૂપ જ) થશે. (શંકા) (જો યો ય શસ્ત્ર વિમર્સિ...ઈ.ની સંઘના દોષવાળી છે તો) જો એમ કહો કે એ પ્રકારના વિષયમાં સદ્ધયોને અચારુત્વની પ્રતીતિ કેમ નથી થતી? (સમાધાન) કવિની શક્તિ (પ્રતિભા)થી દબાઈ જવાથી (તેની આચારુત્વરૂપે પ્રતીતિ થતી નથી.) (કાવ્યમાં) બે પ્રકારના દોષ હોઈ શકે છે. (કવિની) અવ્યુત્પત્તિથી થયેલો (દોષ) અને (કવિની) અશક્તિથી થયેલો (દોષ). તેમાંથી
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy