________________
પરિશિષ્ટ-૯
૩૯૧
જણાવેલ. પૂ.આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પોતાના અભિપ્રાયનો કાચો મુસદ્દો તૈયાર કરાવી તેમાં સુધારા-વધારા સૂચવવા અંગે પૂ.આ.શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.ને (જે ત્યારે દિલ્હી તરફ વિહારમાં હતા તેમને મોકલ્યો. તેઓશ્રીએ તેમાં ઘણા સુધારા-વધારા સૂચવતો પત્ર લખી મોકલ્યો અને જણાવ્યું કે, આપે જે સુધારા વધારા લખી મોકલવા જણાવ્યું તે આ સાથે લખી મોકલ્યા છે. પૂજ્ય આ. ભ. શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા વતી પં. શ્રી ભાનુવિ.મ. સાહેબે તેની પહોંચી લખતા જણાવ્યું કે “આ પ્રશ્ન શેઠ આ.ક.ની પેઢીએ ઉપાડી લીધો હોઈ મધ્યસ્થ સંઘે તે વાત પડતી મૂકી છે, તેથી તેમને જવાબ આપવાની જરૂર રહેતી નથી, જવાબ આપવો પડશે તો તમે મોકલેલ સુધારા વધારા સાથે આપીશું.” આમ તે પ્રકરણનો ત્યાં અંત આવી ગયો હતો.
આમ છતાં પં. શ્રી ચંદ્રશેખર વિજયજી ગ.એ પોતાના મતની પુષ્ટિ માટે એ કાચા ખરડાને પત્ર તરીકે છાપી નાંખ્યો અને તેમાં સૂચવાયેલા સુધારાવધારાની વાત છૂપાવી દીધી. પૂ. બાપજી મ. તથા પૂ. લબ્ધિસૂરિજી મ.ના પત્રો પ્રગટ ન કર્યા. પૂ. પ્રેમસૂરિ મ.ના એ કાચા ખરડામાં પણ ત્રણ લીટી પોતાના ઘરની નવી ઉમેરી કે ‘‘દેવદ્રવ્ય, શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોના આધારે પૂજા, મહાપૂજા, મહોત્સવ, જીર્ણોદ્ધાર વગેરે અનેક કાર્યોમાં વપરાય છે.’ મૂળ લખાણમાં આ શબ્દો જોવામાં આવતા નથી. (ધા.વ.વિ. બીજી આવૃત્તિ પૃ. ૨૪૫ જુઓ) ‘આ પત્ર નથી પણ કાચો મુસદ્દો હતો’ એવું પણ સ્પષ્ટ કર્યું નથી.
ધા.વ.વિ. (આ.૨જી) પૃ. ૨૩૫ ઉપર પૂ.આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.નો પૂ.આ.શ્રીમદ્વિજય જંબૂસૂરિજી મ. ઉપર લખાયેલો પત્ર છે. તેમાં પૂ.આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે “તમારો પત્ર મળ્યો. x x x તમે જે લખો કે આપ કૃપાળુએ એમ લખેલું કે મધ્યસ્થ સંઘના ઠરાવમાં હું સમજતો નથી - તો પછી આ બધો પ્રયાસ શા માટે એ સમજાતું નથી. x x x”
હકીકતમાં ત્યાં ‘હું સમજતો નથી’ ના બદલે ‘હું સંમત નથી’ એ પ્રમાણે એ પત્રની મૂળ નકલમાં છે જેની એક નકલ અમારી પાસેય છે. 'સમજતો નથી’ અને ‘સંમત નથી’ એ બે વચ્ચેનો ભેદ તમે સમજી શકો છો ને ? ફાવે તેવી