________________
પરિશિષ્ટ-૯ પૂજ્ય પ્રેમસુરિદાદાના મધ્યસ્થ સંઘ ઉપરના પત્રના નામે
ચાલતા અપપ્રચારનો ખુલાસો
(A) “મધ્યસ્થસંઘ ઉપરના પત્રનો ખુલાસો
ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકમાં અને એ વર્ગના અન્ય સાહિત્યમાં પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પત્ર અંગે ખૂબ ખોટી માહિતી આપીને શ્રીસંઘને ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે. તે અંગેની સાચી હકીકત નીચે મુજબ છે –
વિ.સં. ૨૦૦૭માં મુંબઈમાં મધ્યસ્થ સંઘે ઠરાવ કર્યો તેની પણ ભૂમિકા જાણવી જરૂરી છે.
આ મધ્યસ્થ સંઘમાં શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી, શ્રી જીવાભાઈ પ્રતાપસી, શ્રી નગીનભાઈ કરમચંદ સંઘવી વગેરે હતા. તે બધાએ ભેગા મળી વિચાર કર્યો કે, સાધારણનું દેવું તો વધ્યા કરે છે, તે અંગે કાંઈક રસ્તો કાઢવો. તેમાં કોઈએ કલ્પિત દ્રવ્યનો વિચાર રજૂ કર્યો અને બોલીનું દ્રવ્ય તેમાં લઈ જવાય તેવી વાત સમજાવી. તેને અનુલક્ષીને એક ઠરાવ કર્યો. આ અંગે ઊહાપોહ થશે તેમ લાગવાથી તે ઠરાવ પૂ.આચાર્ય ભગવંતોના અભિપ્રાય અને માર્ગદર્શન અર્થે બધે મોકલવામાં આવ્યો. પાર્લામેન્ટમાં ઠરાવ મૂકતા પહેલા સભ્યોને વાંચવા અને તેમના સલાહ સૂચન માટે અપાય છે તેવી આ વાત હતી. ત્યાં સુધી એ ઠરાવ પસાર થઈ ગયો અને તેનો અમલ ચાલું થઈ ગયો એમ મનાતું નથી.
તે વખતે પૂ.આ.શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા (પૂ. બાપજી મ.) અમદાવાદમાં વિદ્યમાન હતા. તેઓશ્રીને મધ્યસ્થ સંઘે પૂછાવ્યું ત્યારે તેનો જવાબ મોકલતા જણાવ્યું કે, - “મહાનુભાવ! તમારો ઠરાવ અશાસ્ત્રીય છે. તેમાં હું સંમત નથી. તબિયતના કારણે વિશેષ લખતો નથી. આ અંગે આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી તથા આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીનો અભિપ્રાય મંગાવી તેઓ કહે તેમ કરવા મારી તમને ભલામણ છે. તે જ રીતે પૂ.આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ પણ ઠરાવ માન્ય થઈ શકે તેવો નથી તેમ