________________
૩૯૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વાતો લેવી, બાકીની છોડી દેવી અને મહાપુરુષોના નામના પત્રો ફાવતી રીતે પ્રગટ કરવા - આ બધું ઉચિત નથી. હકીકતમાં લોકોને ભ્રમમાં પાડવા જેવું આ કાર્ય છે. એક અસત્યને સત્ય તરીકે સ્થાપિત કરવા કેવા કેવા રસ્તા લેવા પડે છે, એના આ બોલતા પૂરાવા છે.
મધ્યસ્થ સંઘના ઠરાવ પછી ધા.વ.વિ. પુસ્તકોમાં તેઓ ઈ.સ. ૧૯૫૧ના લાલબાગના ઠરાવની વાત આગળ કરે છે. પરંતુ લાલબાગનો એ ભૂલભરેલો ઠરાવ ઈ.સ. ૧૯૬પમાં રદ કરી નવો સુધારેલો ઠરાવ કર્યો છે તે વાત તેઓ ઇરાદાપૂર્વક છૂપાવે છે, તે કેટલું વ્યાજબી ગણાય? કોઈ ભૂલભરેલો નિર્ણય વહીવટદારોએ અમુક વાતોમાં દોરવાઈ જઈને લઈ લીધો, તે એટલો પ્રસિદ્ધિમાં ન આવ્યો પણ જ્યારે ખબર પડી ત્યારે સુધરાવ્યો તો સુધરેલા નિર્ણયનો દાખલો લેવો જ યોગ્ય ગણાય પણ લેવાયેલા ખોટા નિર્ણયનો દાખલો આપી ખોટું ચલાવવા તેનો ઉપયોગ કરવો તે એમના માટે શોભાસ્પદ ગણાય કે ન ગણાય તે તો એમણે જ વિચારવું રહ્યું. આ અંગે વિશેષ ખુલાસો આગળ કર્યો છે.
(B) મધ્યસ્થસંઘના અગ્રણીનો અભિપ્રાય : હવે જે મધ્યસ્થ સંઘના ઠરાવને નામે તેઓ પ્રચાર ચલાવે છે તે મધ્યસ્થ સંઘના એક અગ્રણી શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી આ અંગે શું અભિપ્રાય ધરાવતા હતા તે પણ જોઈએ.
(સ્વપ્નદ્રવ્યવિચાર’ પુસ્તક, જે મહેસાણા શ્રી સીમંધરસ્વામી પેઢી તરફથી પ્રકાશિત થયું છે. તેના પૃ. ૩૫ થી ૩૭ પર તેમનો નીચે મુજબનો અભિપ્રાય છપાયેલો છે.)
શેઠ શ્રી અમૃતલાલ કાલીદાસ દોશીનો અભિપ્રાયઃ ટ્રસ્ટીઓ દેવદ્રવ્ય વિષે નીચે પ્રમાણે માન્યતા ધરાવે છે.
“દેવદ્રવ્ય એટલે દેરાસરની અંદર કે બહાર પ્રભુભક્તિ અંગેની ઊભી થતી કોઈ પણ આવક અગર ઉપજ જેવી કે”
૧. ભંડારની ઉપજ. ૨. બોલીઓ જેવી કે સ્વપ્નાની, વરઘોડાની, ઉપધાનની, માળની, તીર્થમાળની, આરતી, મંગળદીવાની, પ્રક્ષાલ, વિલેપન,