________________
૨૨૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૩) વળી, ધા.વ.વિચારના પેજન - ૨૪૪ ઉપર પૂજ્યપાદ પ્રેમસૂરિ-દાદાનો પત્ર “પૂજ્યપાદ પ્રેમસૂરિજી મ.સાહેબે મધ્યસ્થ બોર્ડને લખેલો પત્ર” આ હેડીંગ નીચે મૂક્યો છે. તે અંગે તો પૂર્વે જણાવેલ જ છે. એ એક કાચો મુસદ્દો હતો અને વાસ્તવમાં એ પત્ર મધ્યસ્થબોર્ડને મોકલાયો જ નહોતો. આમ છતાં ઠરાવ અંગેની સાચી હકીકત છૂપાવી પૂજ્યશ્રીની સંમતિ જાહેર કરવી અને કાચા મુસદાને સત્તાવાર પત્ર તરીકે જાહેર કરવો, એ સજ્જનોચિત કાર્યો કહેવાય કે નહીં? તે વાચકો સ્વયં વિચારે અને ખોટા સાધનોથી ભરેલા પુસ્તકને વિશ્વસનીય મનાય કે નહીં? એ પણ વાચકો સ્વયં વિચારે.
(૪) તદુપરાંત, ધા.વ.વિ. પુસ્તકના પૃ. ૨૩૮થી ૨૪૧ ઉપર “પૂ. પંન્યાસજી ભદ્રંકર વિ.મ.સા.નો પૂજયપાદ પ્રેમસૂરિજી મ.સા. ઉપરનો પત્ર નં.-૨” આ હેડીંગ નીચે પત્ર મૂક્યો છે, તેના પૃ. ૨૪૧ ઉપર પૂ. પંન્યાસજી ભદ્રંકર વિ. મ.સાહેબે લખ્યું છે કે, “બોલી કે ઉછામણીનું દ્રવ્ય કલ્પિતકે આચરિત ગણાય એવો પાઠ બીજા કોઈ ગ્રંથોમાં આવે છે કે કેમ? તે આપશ્રીના ખ્યાલમાં હોય તો જણાવવા કૃપા કરશોજી.”
– પત્રની આ કોલમ ઘણી સૂચક છે. એનાથી સ્પષ્ટ સમજી શકાય છે કે, બંને મહાપુરુષો પત્ર દ્વારા વિચારણા કરી રહ્યા હતા. નિર્ણય ઉપર આવ્યાં નહોતા. નિર્ણય કરવા માટે તે બંને મહાપુરુષો શાસ્ત્ર સંદર્ભો શોધતા રહ્યા હતા અને તેઓશ્રીઓને શાસ્ત્રસંદર્ભો ન મળવાથી શાસ્ત્રાનુસારી પરંપરાથી ચાલી આવતી બોલીની રકમ એ જીર્ણોદ્ધારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય છે. આ માન્યતાને જ તેઓશ્રીઓ વળગી રહ્યા હતા. જીવનમાં ક્યારેય સત્તાવાર રીતે નિર્ણય બદલ્યો નહોતો.
અહીં મજેની વાત તો એ છે કે, બંને મહાપુરુષો શાસ્ત્રસંદર્ભો શોધતા રહ્યા અને ૨૦૪૪ના સંમેલનના સમર્થક લેખકશ્રી શાસ્ત્ર સંદર્ભે વિના જ ચર્ચામાં ધસી ગયા ! અને ચતુર કાગડો ચાર પગે બંધાય, તેમ તે